એન્ડ્રોઈડ યુઝર્સ અલર્ટ:આ 8 એપ્સનો ઉપયોગ કરતાં હો તો ચેતી જજો, તમારા પર્સનલ ડેટા સાથે પૈસા પણ ચાઉં કરી જશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયબર સિક્યોરિટી ફર્મ ટ્રેન્ડ માઈક્રોએ આ 8 એપ્સ ડિટેક્ટ કરી
  • એપ્સ એડ અને સબસ્ક્રિપ્શનના બહાને યુઝર પાસેથી પૈસા લઈ તેમનો ડેટા ચોરી કરતી હતી
  • ગૂગલે આ તમામ એપ્સ પ્લે સ્ટોર પર બૅન કરી

ડેટા ચોરી કરતી એપ્સ ફરી એક વાર ગૂગલના રડારમાં આવી છે. ગૂગલે પ્લે સ્ટોર પર રહેલી 8 આવી એપ્સ બૅન કરી છે. આ એપ્સ અંગે સિક્યોરિટી ફર્મ ટ્રેન્ડ માઈક્રોનું કહેવું છે કે, જે યુઝરના ફોનમાં આ 8 એપ્સ હોય તેઓ તાત્કાલિક આ એપ્સ ડિલીટ કરી લે. આ તમામ એપ્સ યુઝરની પર્સનલ ડિટેલ ચોરી કરી રહી હતી. બૅન કરવામાં આવેલી 8 એપ્સ ક્રિપ્ટોકરન્સી માઈનિંગ સાથે સંકળાયેલી છે.

દર મહિને યુઝરના 1100 રૂપિયા ચાઉં કરતી હતી એપ્સ
સિક્યોરિટી ફર્મ ટ્રેન્ડ માઈક્રોએ તેના રિપોર્ટમાં કહ્યું કે, આ 8 એપ્સ એડ, સબસ્ક્રિપ્શન સર્વિસના બહાને યુઝર્સના 15 ડોલર (આશરે 100 રૂપિયા) પડાવી લેતી હતી. ફર્મે જણાવ્યું કે આ એપ્સ પેઈડ સબસ્ક્રિપ્શન ધરાવતી હતી અર્થાત યુઝરે તેને ડાઉનલોડ કરવા માટે પૈસા આપવા પડતા હતા.

12 મહિનામાં 4500 યુઝર્સ ભોગ બન્યા
સિક્યોરિટી ફર્મના રિપોર્ટ બાદ ગૂગલે એક્શનમાં આવી આ તમામ 8 એપ્સ પ્લે સ્ટોર પરથી દૂર કરી છે. સિક્યોરિટી એક્સપર્ટે સલાહ આપી છે કે આ એપ્સનો ઉપયોગ કરતાં યુઝર્સ તેને ડિલીટ કરે. રિસર્ચ પ્રમાણે, હાલ 120થી વધારે ફેક ક્રિપ્ટોકરન્સી માઈનિંગ એપ્સ ઓનલાઈન ઉપલબ્ધ છે. દુનિયાભરમાં જુલાઈ 2020થી જુલાઈ 2021 દરમિયાન 4500થી વધારે યુઝર્સ તેનો શિકાર બન્યા છે.

પૈસા આપીને યુઝર્સ છેતરાયા
ટ્રેન્ડ માઈક્રોના રિપોર્ટ પ્રમાણે, આ 8 માંથી 2 પેઈડ એપ્સ છે. ક્રિપ્ટો હોલિક-બિટકોઈન ક્લાઉડ માઈનિંગની કિંમત $12.99 (આશરે 965 રૂપિયા) જ્યારે ડેઈલી બિટકોઈન રિવોર્ડ્સ એપની કિંમત 5.99 ડોલર (આશરે 445 રૂપિયા) હતી. આ ફેક ક્રિપ્ટો એપથી દૂર રહેવા માટે એક્સપર્ટ યુઝર્સને એપ ડાઉનલોડ કરતાં પહેલાં રિવ્યૂ સેક્શન જોવાની સલાહ આપી રહ્યા છે.

ફોન પર સાયબર અટેક થાય તો પહેલાં આ કામ કરો
ભારત સરકારમાં સાયબર સલાહકાર ડૉ. નિશાકાંત ઓઝાએ જણાવ્યું કે, ફોન પર હેકર્સ SMS દ્વારા લિંક મોકલે છે. તેમાં માલવેર હોય છે. આ લિંક પર ક્લિક કરતાં જ માલવેર એક્ટિવ થઈ જાય છે અને હેકર્સ તમારી સિસ્ટમ હેક કરી લે છે. આવી સ્થિતિ બને તો તરત તમારો ફોન બંધ કરો. તેનાથી કનેક્ટિવિટી બ્રેક થઈ જશે, પરંતુ કોઈ નુક્સાન નહિ થાય તેની કોઈ ગેરન્ટી નથી. આવું થાય તો ફોન બંધ કરી સિમ કાઢી દેવું જોઈએ અને 10 સેકન્ડ બાદ એક્ટિવ કરવું જોઈએ.