તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક ગાઈડ:સ્માર્ટફોનથી કોઈ પણ ફોટોને માત્ર 5 જ સેકન્ડમાં PDFમાં આ રીતે કન્વર્ટ કરો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોઈ ફાઈલને ઓનલાઈન ટૂલની મદદથી PDF ફોર્મેટમાં કન્વર્ટ કરવી સરળ હોય છે. અર્થાત જ્યારે કમ્પ્યુટર પર ગૂગલમાં JPG to PDF Converter ટાઈપ કરવામાં આવે તો ઘણી વેબસાઈટ જોવા મળશે જે તમારું આ કામ કરી દેશે. જોકે આ કામ સ્માર્ટફોનમાં કરવું થોડું મુશ્કેલ બને છે. તેવામાં તમે Convert JPG to PDF એન્ડ્રોઈડ એપની મદદ લઈ શકો છો. આ એપ એકદમ ફ્રી છે અને તેનો ઉપયોગ ઓફલાઈન પણ કરી શકાય છે.

શું હોય છે PDF ફાઈલ?
PDFનું આખું નામ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ છે. આ ફાઈલમાં યુઝર તેના ઘણા બધા ડોક્યુમેન્ટ્સ એકસાથે રાખી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો એક નાની ફાઈલ જેમાં તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ સેવ હોય.

આ રીતે કામ કરે છે એપ

  • સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પરથી JPG to PDF Converter એપ ઈન્સ્ટોલ કરો. આ એપને Weeny Softwareએ ડિઝાઈન કરી છે. આ એપ ફ્રી છે.
  • એપ ઈન્સ્ટોલ કર્યા બાદ પ્રથમ વખત એપ ઓપન કર્યા બાદ એપને કેમેરા, ગેલરી, ફોટો, વીડિયો, કોન્ટેક્ટથી જોડાયેલી પરમિશન આપવા માટે તેને ALLOW કરો.
  • હવે એપનું ઈન્ટરફેસ ઓપન થશે. અહીં તમને File અને Folderનો ઓપ્શન જોવા મળશે. જો તમે કેટલીક ફાઈલને PDFમાં કન્વર્ટ કરવા માગો છો તો તેને Fileમાં જઈ સિલેક્ટ કરો.
  • જો તમે કોઈ ફોલ્ડરને PDFમાં કન્વર્ટ કરવા માગો છો તો Folderની પસંદગી કરો. જોકે ફોલ્ડરમાં JPEG ફાઈલ હોવી જરૂરી છે.
  • ફાઈલ અથવા ફોલ્ડર સિલેક્ટ કર્યા પછી તમારે પોર્ટેબલ અથવા લેન્ડસ્કેપ મોડ સિલેક્ટ કરવાનો રહેશે.
  • નીચે પાસવર્ડનો ઓપ્શન રહેશે. તમે PDF પાસવર્ડ પ્રોટેક્ટેડ કરવા માગો છો તો તે પણ કરી શકો છો. ત્યારબાદ ફાઈલ ઓપન કરવા માટે પાસવર્ડ સબમિટ કરવો આવશ્યક રહેશે.
  • હવે નીચેની બાજુ Converter to PDF પર ટેબ કરો. અહીં ટેબ કરતાં જ JPEG ફાઈલ PDFમાં કન્વર્ટ થવાની શરૂઆત થશે. જો ફાઈલ 2-4 જ હશે તો આ પ્રોસેસ 5 સેકન્ડમાં જ પૂરી થઈ જશે.

ગૂગલ પ્લે સ્ટોર પર આવી અનેક એપ અવેલેબલ છે. તમારે Weeny Software ડેવલપરવાળી એપ જ ઈન્સ્ટોલ કરવાની છે. તેને 50 લાખથી વધારે યુઝર્સે ડાઉનલોડ કરી છે. એપમાં છેલ્લી અપડેટ 9 ડિસેમ્બરની છે. એપની સાઈઝ 7MBની છે. તેને એન્ડ્રોઈડ 4.1 જેલી બીન અથવા તેની ઉપરનાં તમામ વર્ઝનની ઓપરેટિંગ સિસ્ટમ પર ડાઉનલોડ કરી શકાય છે. આ એપને 10 હજારથી વધારે યુઝર્સે 5માંથી 4.3 સ્ટાર રેટિંગ આપ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો