તમારે ઈમર્જન્સીમાં ફોન ચાર્જ કરવાનો હોય અને તમે કોઈની પાસે ચાર્જર માગો પરંતુ તેના કેબલનો ટાઈપ અલગ હોય તો તે નકામું સાબિત થાય છે. આ પ્રકારની સમસ્યા નિવારવા અને ઈ વેસ્ટ ઓછો કરવા માટે EU (યુરોપિયન યુનિયન)એ નિર્ણય લીધો છે કે તે USB ટાઈપ C કેબલ સ્ટાન્ડર્ડ બનાવશે અને એક યુનિવર્સલ ચાર્જરનો નિયમ લાગુ કરશે. તેનો સીધો ફાયદો વિવિધ કંપનીઓના મોબાઈલ રાખતાં લોકોને થશે.
EUનો આ નિર્ણય લાગુ થશે તો અલગ અલગ બ્રાન્ડ્સના મોબાઈલ માટે અલગ અલગ ચાર્જર સ્ટોર કરવામાંથી મુક્તિ મળશે. આગામી કેટલાક મહિનામાં EUના દેશોમાં એક જ ચાર્જરથી તમામ પ્રકારના ફોન ચાર્જ થશે. જોકે ભારતમાં આ સુવિધા લાગુ કરવામાં કેટલાક વર્ષ લાગી શકે છે.
EUનું કહેવું છે કે યુનિવર્સલ ચાર્જર હોવાથી ઈ-વેસ્ટ ઓછો થશે. જોકે આ નિર્ણયથી એપલના પેટમાં તેલ રેડાયું છે. એપલ અને યુરોપિયન યુનિયન સામસામે થઈ શકે છે. એપલનું કહેવું છે કે આ નિયમ લાગુ થશે તો ઈનોવેશનમાં અવરોધ ઊભા થશે અને પ્રદૂષણ વધશે.
આ નિયમ ક્યારે લાગુ થશે તેની EUએ સ્પષ્ટતા કરી નથી. ટાઈપ-C ચાર્જર સપોર્ટિવ પ્રોડક્ટ ન બનાવતી કંપનીઓ ચોક્કસથી આ નિર્ણયના વિરોધમાં હશે. જોકે આ નિયમ એકલા મોબાઈલ માટે નહિ પરંતુ આ ગેજેટ્સ પર લાગુ થશે:
હાલ માર્કેટમાં આ વિવિધ ચાર્જિંગ કેબલ અવેલેલ છે:
1. USB ટાઈપ-A
તેનો આકાર લંબચોરસ છે. આ ટાઈપનું USB માઉસ, પેનડ્રાઈવ, ચાર્જિંગ કેબલના એક છેડે હોય છે. હાર્ડડ્રાઈવ કનેક્ટરમાં પણ આ જ પ્રકારનો કેબલ હોય છે.
2. USB ટાઈપ B
આ કનેક્ટરનો શૅપ સ્ક્વેર હોય છે. પ્રિન્ટર, મોડેમ, સ્કેનર અને કેટલીક સ્પેસિફિક એક્સેસરીઝમાં આ ટાઈપ યુઝ થાય છે.
3. USB ટાઈપ C
EUનો નિર્ણય લાગુ થશે તો આગામી દિવસોમાં આ જ ટાઈપનો કેબલ જોવા મળશે. આ કેબલની મદદથી મોબાઈલ ચાર્જિંગ સાથે ડેટા પણ ટ્રાન્સફર કરી શકાશે. આ કનેક્ટરની સાઈઝ ઘણી નાની હોય છે અને તે રિવર્સેબલ હોય છે. અર્થાત બંને બાજુથી તેનો ઉપયોગ કરી શકાય છે.
4. લાઈટનિંગ કેબલ
આ કેબલનો ઉપયોગ માત્ર એપલ કરે છે. 2012થી એપલ પોતાની પ્રોડક્ટમાં લાઈટનિંગ કેબલનો ઉપયોગ કરે છે. USB ટાઈપ Cની જેમ આ કેબલમાં પણ ચાર્જિંગ રિવર્સેબલ હોય છે.
5. માઈક્રો USB
2007માં તેને ડિઝાઈન કરવામાં આવ્યો હતો. તેમાં ટાઈપ A અને ટાઈપ B એમ બંને પ્રકારના USB હોય છે. કમ્પ્યુટરમાં વીડિયો ગેમ અને ફોન ચાર્જિંગ સહિતના કામમાં તે વપરાય છે.
6. મિની USB
આ કનેક્ટર મોબાઈલ અને કેમેરામાં વપરાય છે. તેની સાઈઝ ઘણી નાની હોય છે. માઈક્રો USBએ એન્ટ્રી માર્યા બાદ સ્માર્ટફોનમાં તેની બોલબાલા રહી નથી. જોકે હાલ કેટલાક ફીચર ફોન અને કેમેરામાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.