યુટ્યુબર અભિષેક તૈલંગ સાથે Tech Talk:ફોનમાં યુઝ ના થતી એપ્સમાં જાતે જ પરમિશન દૂર થશે, જાણો એન્ડ્રોઈડ 12થી તમારો સ્માર્ટફોન કેટલો બદલાશે?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે ઓક્ટોબર સુધીમાં એન્ડ્રોઈડ 12 લોન્ચ થઈ શકે છે
  • એન્ડ્રોઈડ 12 લોન્ચ થતાની સાથે સૌપ્રથમ પિક્સલ 3 અને એ પછીના દરેક પિક્સલ ફોનમાં મળશે

આ વર્ષે એપ્રિલ મહિનામાં એન્ડ્રોઈડ 12 ઓપરેટિંગ સિસ્ટમની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી ગૂગલની આ અપકમિંગ OSની બધા વાટ જોઈ રહ્યા છે. એન્ડ્રોઈડ 12 સાથે જોડાયેલા અમુક પ્રશ્નોના જવાબ અમે તમને જણાવી રહ્યા છીએ:

ક્યારે રિલીઝ થશે?
એન્ડ્રોઈડ 12નું આ વર્ષે એપ્રિલ મહિનાથી બીટા ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ઓગસ્ટમાં આ ઓપરેટિંગ સિસ્ટમનો બીટા ફેઝ પૂરો થયો અને તેના સ્ટેબલ વર્ઝનનું ટેસ્ટિંગ શરુ થયું છે. આશા છે કે, આ વર્ષે ઓક્ટોબર સુધીમાં એન્ડ્રોઈડ 12 લોન્ચ થશે.

મારા ફોનમાં એન્ડ્રોઈડ 12 આવશે?
કયા ફોનમાં એન્ડ્રોઈડ 12ની અપડેટ મળશે આ વિશે ગૂગલે હજુ વધારે ચોખવટ કરી નથી. અત્યારે માત્ર એટલી જ જાણકારી છે કે, એન્ડ્રોઈડ 12 લોન્ચ થતાની સાથે સૌપ્રથમ પિક્સલ 3 અને એ પછીના દરેક પિક્સલ ફોનમાં મળશે. આ વર્ષના અંતમાં લોન્ચ થનારા દરેક ફ્લેગશિપ ફોન એન્ડ્રોઈડ 12ની સાથે આવશે. બાકીના ફોનમાં એન્ડ્રોઈડ 12નો સપોર્ટ મળશે કે નહીં, તે ક્યારે મળશે, આની જાહેરાત કંપની આવનારા દિવસોમાં કરશે.

આ વખતે એન્ડ્રોઈડ 12માં શું નવું હશે?
કસ્ટમાઈઝેબલ: સામાન્ય રીતે દરેક નવી ઓપરેટિંગ સિસ્ટમ કઈક નવા ચેન્જ સાથે આવે છે. એન્ડ્રોઈડ 12 અત્યાર સુધીનું સૌથી સુંદર દેખાતું વર્ઝન હશે. ગૂગલે આ વખતે પહેલાં કરતાં પણ વધારે કસ્ટમાઈઝેબલ કરવાના પ્રયત્નો કર્યા છે. એન્ડ્રોઈડ 12માં વોલપેપરના હિસાબથી લોક સ્ક્રીન, એપ ડ્રોવર અને હોમ સ્ક્રીનનો કલર લેઆઉટ નક્કી થશે. જેટલીવાર તમે વોલપેપર બદલશો એટલી વાર તમને ફોન નવો લાગશે. વારંવાર નવી થીમ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે.

સિક્યોરિટી અને પ્રાઈવસી: ગૂગલ અને એન્ડ્રોઈડને હંમેશાં ડેટા સિક્યોરિટી અને યુઝર પ્રાઈવસી બાબતે પ્રશ્નો કરવામાં આવે છે, પરંતુ છેલ્લા અમુક વર્ષોથી ગૂગલે પોતાની ઈમેજ બદલવા માટે એન્ડ્રોઈડ 11માં ડેટા સિક્યોરિટી માટે ઘણા બધા ફીચર્સ આપ્યા હતા અને એન્ડ્રોઈડ 12માં પણ આ હશે. યુઝરનો કોઈ પણ ડેટા ગૂગલ અને થર્ડ પાર્ટી એક્સેસ કરતી હોય તો તેની જાણકારી એન્ડ્રોઈડ 12માં સરળતાથી ખબર પડી જશે. અલગથી પ્રાઈવસી ડેશબોર્ડ નામનો સેક્શન હશે. તેનાથી યુઝરને બધી માહિતી મળતી રહેશે. સેટિંગ્સમાં થોડો ફેરફાર કરીને યુઝર છેલ્લા 24 કલાકનો રેકોર્ડ એક્સેસ કરી શકશે.

એપ હાઈબરનેશન: આપણામાંથી દરેકના ફોનમાં ઘણી બધી એવી એપ્સ હશે, જેનો ક્યારેય ઉપયોગ કરતા નથી. તે એપ્સ આપણા ફોનની મેમરીમાં વર્ષોથી પડી છે. આવી એપ્સ ડેટા સિક્યોરિટી અને યુઝર પ્રાઈવસી માટે દરેક ક્ષણ જોખમ સમાન છે. ઉપયોગમાં ના આવતી એપ્સ પાસે યુઝર ડેટાની પરમિશન હોય છે અને તે યુઝર પ્રાઈવસી માટે જોખમ બની શકે છે. સાથે જ આ અનયુઝ્ડ એપ્સ ફોનની સ્ટોરેજ અને મેમરી એ બંનેનો ઉપયોગ કરીને ફોન સ્લો કરે છે. આ તકલીફનું નિરાકરણ લાવવા માટે એન્ડ્રોઈડ 12 એપ હાઈબરનેશન નામનાં ફીચર સાથે આવશે. આ ફીચરની મદદથી જે એપ્સને ઘણા સમયથી ઉપયોગમાં ના લીધી હોય તેમની પરમિશનથી નીકળી જશે અને સ્ટોરેજમાંથી તેની મેમરી ડિલીટ કરવામાં આવશે. તેનાથી ફોન ધીમો પણ નહીં પડે અને યુઝર પ્રાઈવસી વધશે.

અન્ય સમાચારો પણ છે...