તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • American Users Can Get Satellite Connectivity In IPhone 13 Series, Find Out What Are The Rules Of Satellite Phone In India

એપલ ઈવેન્ટ:આઈફોન 13 સિરીઝમાં અમેરિકન યુઝર્સને સેટેલાઈટ કનેક્ટિવિટી મળી શકે છે, જાણો ભારતમાં સેટેલાઈટ ફોનના કયા નિયમો છે

2 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આઈફોન 13માં ક્વૉલકોમનું પ્રોસેસર અને LEO ટેક્નોલોજી મળી શકે છે
 • આ ટેક્નોલોજીથી સેલ્યુલર નેટવર્ક વગર કોલિંગ અને મેસેજ કરી શકાય છે

આજે રાતે સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીમાં નવો ઈતિહાસ રચાઈ શકે છે. ભારતીય સમયાનુસાર આજે રાતે 10:30 વાગ્યે ટેક જાયન્ટ આઈફોન 13 સિરીઝ લોન્ચ કરશે. આ આઈફોન સેટેલાઈટ કનેક્ટિવિટીથી સજ્જ હોઈ શકે છે. અર્થાત ફોનમાં સેલ્યુલર નેટવર્ક ન હોય તો પણ કોલિંગ કરી શકાશે. આ ટેક્નોલોજી સાથે આઈફોન 13 સિરીઝ લોન્ચ થઈ તો તે આઈફોન યુઝર્સ માટે ચમત્કાર સાબિત થશે.

આઈફોન 13માં એવું તો શું મળશે કે તે સેટેલાઈટથી કનેક્ટ થઈ શકશે? આવો ફોન ભારતમાં યુઝ કરવા માટે શું નિયમ છે? આવો જાણીએ...

LEO સેટેલાઈટ કમ્યુનિકેશન મોડથી નેટવર્ક વગર કોલિંગ કરી શકાશે
એપલ એનાલિસ્ટ મિંગ શી કુઓના રિપોર્ટ પ્રમાણે, આઈફોન 13માં LEO (લૉ અર્થ ઓર્બિટ) સેટેલાઈટ કમ્યુનિકેશન મોડ મળી શકે છે. આ ટેક્નોલોજીની મદદથી યુઝર્સ સેલ્યુલર નેટવર્ક વગર કોલ અને મેસેજ કરી શકે છે. LEO સેટેલાઈટ નીચલી કક્ષાના સેટેલાઈટ પર નિર્ભર હોય છે. આ સેટેલાઈટનો ઉપયોગ ઈન્ટરનેટ બીમ કરવા માટે થાય છે.

આઈફોન 13 આ રીતે કામ કરશે
ટેક વેબસાઈટ ધ વર્જના રિપોર્ટ પ્રમાણે, આઈફોન 13માં સેટેલાઈટ કનેક્ટિવિટી માટે ક્વૉલકોમ કસ્ટમાઈઝ X60 બેઝબેન્ડ ચિપનો ઉપયોગ કરવામાં આવી શકે છે. તે આઈફોન 13 યુઝર્સને સેલ્યુલર નેટવર્ક વગર ફોન અને મેસેજ કરવાની પરમિશન આપશે. યુઝર્સને LEO કનેક્ટિવિટી આપવા માટે નેટવર્ક ઓપરેટર્સે અમેરિકાની સેટેલાઈટ કમ્યુનિકેશન કંપની ગ્લોબસ્ટાર સાથે કામ કરવું પડશે. જોકે ભારતમાં પણ સેટેલાઈટ કમ્યુનિકેશન મળશે કે કેમ તેના પર સસ્પેન્સ યથાવત છે.

અત્યાર સુધી કોઈ પણ કંપનીએ આ ટેક્નોલોજીથી સજ્જ સ્માર્ટફોન લોન્ચ કર્યો નથી. કેટલીક કંપની તેના પર કામ કરી રહી છે જોકે આ ટેક્નોલોજીથી સજ્જ સ્માર્ટફોન 2022 સુધી લોન્ચ નહિ થાય. કારણ કે ક્વૉકોમનું X65 બેઝબેન્ડ પ્રોસેસર ત્યાં સુધી લોન્ચ નહિ થાય. એપલ આ ટેક્નોલોજીની પ્રથમ દાતા છે.

ભારતમાં સેટેલાઈટ ફોન માટે પરમિશન જરૂરી
ટેલિકોમ વિભાગની માહિતી પ્રમાણે, ભારતમાં સેટેલાઈટ ફોન પર પ્રતિબંધ નથી પરંતુ તેના ઉપયોગ માટે સરકાર પાસેથી પરમિશન લેવી પડે છે. સેટેલાઈટ ફોનની ખરીદી કરતાં પહેલાં ટેલિકોમ વિભાગ પાસેથી પરમિશન અથવા NOC લેવું જરૂરી છે. આ ફોન માટે યુઝરને લાયસન્સ પણ આપવામાં આવે છે.

 • ભારત સરકારની એડવાઈઝરીના જણાવ્યા પ્રમાણે, ભારતીય વાયરલેસ અધિનિયમની કલમ 6 અને ભારતીય ટેલિગ્રાફ અધિનિયમની કલમ 20 હેઠળ ભારતમાં થુરયા/ઈરિડિયમ સેટેલાઈટ ફોનનો ઉપયોગ પ્રતિબંધિત છે.
 • ભારતમાં આવતા વિઝિટર્સ અથવા ટૂરિસ્ટ્સ પાસે સેટેલાઈટ ફોન હોય તો તેમણે તેની માહિતી સરકારને આપવાની હોય છે. તેને ઓપરેટ કરવાની પરમિશન અને લાયસન્સ પણ લેવું પડે છે. આમ ન કરનાર સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.
 • ભારતમાં કોઈ વ્યક્તિ પાસે અનઓથોરાઈઝ્ડ ફોન મળે તો તેના પર કેસ થાય છે. લૉ એન્ફોર્સમેન્ટ એજન્સી આવો ફોન જપ્ત કરી લે છે.
 • ભારત આવતાં તમામ ટૂરિસ્ટ અને વિઝટર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ ભારતીય કાયદાનું પાલન કરે અને તેઓ સેટેલાઈટ ફોન સાથે ન લાવે જો લાવે તો તેનો ઉપયોગ ન કરે.