તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Amazon’s Alexa Can Now Ask Questions For Clarification And Understand Conversations, Announces Cheaper Fire TV Stick Lite, New Fire TV Stick Starting At ₹2999

એમેઝોન:પહેલાં કરતાં વધારે સમજદાર થઈ એલેક્સા, કમાન્ડ ન સમજવા પર યુઝરને ફ્રેન્કલી સવાલ પૂછશે, કંપનીએ 2 ફાયર ટીવી સ્ટિક પણ લોન્ચ કરી

એક મહિનો પહેલા
  • નવી અપડેટનાં માધ્યમથી એલેક્સા એપ વગર જ સ્માર્ટહોમ ડિવાઈસ કન્ટ્રોલ કરી શકાશે
  • કંપનીએ 2999 રૂપિયાની ફાયર ટીવી સ્ટિક લાઈટ અને 3999 રૂપિયાની ફાયર ટીવી સ્ટિક લોન્ચ કરી

એમેઝોનની વોઈસ અસિસ્ટન્ટ સિસ્ટમ એલેક્સા હવે પહેલાં કરતાં વધારે સમજદાર થઈ છે. કંપનીએ એન્યુઅલ હાર્ડવેર ઈવેન્ટમાં નવાં ફીચર્સની જાહેરાત કરી છે, જે તેને વધારે વ્યક્તિગત બનાવશે. કારણ કે હવે એલેક્સા યુઝરને સ્પષ્ટ સવાલો પૂછી શકશે અને વ્યક્તિગત ડેટાનો ઉપયોગ યુઝર સાથે વાતચીત કરવા માટે કરી શકશે. હવે એલેક્સા મલ્ટિપલ યુઝર્સ સાથે વાતચીતમાં સામેલ થઈ શકે છે. નવો મોડ ઓન કરવા પર યુઝરે વારંવાર ‘hey alexa’ બોલવાની જરૂર નહિ રહે.

હવે તમારી વાતચીતમાં એલેક્સા સામેલ થશે

  • એમેઝોને જણાવ્યું કે, join my conversation ફીચરથી યુઝર્સ એલેક્સાને કમાન્ડ આપીને સતત વાત કરવા માટે અનુમતિ આપી શકે છે. આ ફીચર ફોલો અપ મોડનું એડવાન્સ વર્ઝન છે.
  • નવા મોડમાં એલેક્સા આપમેળે નક્કી કરશે કે યુઝર એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે કે તે એલેક્સાને સંબોધીને વાત કરી રહ્યા છે. આ સિવાય હવે એલેક્સાના અવાજમાં પણ ફેરફાર થશે. હવે એલેક્સાનો અવાજ ઓછો રોબોટિક થશે. અર્થાત હવે એલેક્સામાં રોબોટિક નહિ બલકે આબેહૂબ માણસ જેવો જ અવાજ સાંભળવા મળશે.

એપ વગર જ સ્માર્ટ હોમ પ્રોડક્ટ કન્ટ્રોલ કરી શકાશે
હવે યુઝર્સ સ્માર્ટ હોમ પ્રોડક્ટ માટે પણ અલગ અલગ મોડ સેટ કરી શકશે. હવે એલેક્સા એપનો ઉપયોગ કર્યા વગર જ યુઝર સ્માર્ટ લાઈટ માટે એક નિશ્ચિત બ્રાઈટનેસ સેટ કરી શકશે. ઉદાહરણ તરીકે જ્યારે તમે અસિસ્ટન્ટને કમાન્ડ આપો કે લાઈટને વેકેશન મોડ પર સેટ કરો અને જો તે મોડ પહેલાંથી સેટ નથી તો એલેક્સા તમને પૂછશે કે તમારો શું મતલબ છે. તો તમારે એેલેક્સાને કહેવાનું રહેશે કે વેકેશન મોડમાં બ્રાઈટનેસું કેવું લેવલ હોવું જોઈએ અને એલેક્સા તે મોડ રેકોર્ડ કરી લેશે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ થઈ શકશે.

જોકે ભારતમાં કયા ફીચર્સ મળશે તે સ્પષ્ટ નથી
કંપનીએ આ તમામ નવાં ફીચર્સમાંથી ભારતને કયા ફીચર્સ મળશે તે સ્પષ્ટ કર્યું નથી. જોકે હાલ આ ફીચર્સ ભારતમાં લોન્ચ નહિ થાય.

ઈવેન્ટમાં કંપનીએ 2 સસ્તી ફાયર ટીવી સ્ટિક લોન્ચ કરી

  • ઈવેન્ટમાં કંપનીએ 2 નવી ફાયર સ્ટિક ડિવાઈસ લોન્ચ કર્યાં છે. તેમાં એક હાલના વર્ઝન કરતાં લાઈટ વર્ઝન છે અને એક અપગ્રેડેડ વર્ઝન છે. બંને પ્રોડક્ટ ભારતમાં પ્રિ ઓર્ડર માટે અવેલેબલ છે. તેનું શિપિંગ આગામી અઠવાડિયાંથી શરૂ થશે. ફાયર ટીવી સ્ટિકની કિંમત 3999 રૂપિયા છે અને ફાયર ટીવી સ્ટિક લાઈટની કિંમત 2999 રૂપિયા છે.
  • બંનેમાં અતંર એટલું છે કે લાઈટ વર્ઝનમાં ડોલ્બી અટમોસ ઓડિયો સપોર્ટ નહિ કરે અને તેના રિમોર્ટથી ટીવી કન્ટ્રોલ નહિ થાય. લાઈટ વર્ઝનથી યુઝર ટીવીને ઓન/ઓફ નહિ કરી શકે અને વોઈસ કમાન્ડ આપીને વોલ્યુમ પણ કન્ટ્રોલ નહિ કરી શકે. જોકે બંને વેરિઅન્ટમાં સ્ટ્રિમિંગ રિઝોલ્યુશન એક જેવું જ મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો