એમેઝોનની રડાર સિસ્ટમ:યુઝર્સની સ્લીપ પેટર્નનું મોનિટરિંગ કરશે, બોડી ફેટ અને વોઈસ ટોન જણાવશે

3 મહિનો પહેલા
  • કંપનીએ આ સિસ્ટમ માટે એરવેવને રેગ્યુલેટ કરનારી સંસ્થા FCC પાસેથી પરમિશન લીધી
  • રડાર સેન્સર યુઝર્સને ઊંઘ આવવાનાં કારણો જાણવામાં મદદ કરશે

એમેઝોન ગ્રાહકોની સ્લીપ પેટર્ન પર નજર રાખવા માટે એક રડાર સિસ્ટમનો ઉપયોગ કરશે. કંપનીએ અમેરિકામાં તેની પરમિશન લઈ લીધી છે. તેનાથી કંપની યુઝર્સની ગતિ અને સ્લીપ પેટર્ન સમજી શકશે.

એમેઝોને 22 જૂને એરવેવને રેગ્યુલેટ કરનારી સંસ્થા FCC (ફેડરલ કમ્યુનિકેશન કમિશન) પાસેથી રડાર ઉપયોગ કરવાની પરમિશન માગી લીધી છે. કંપનીએ એક ફાઈલિંગમાં કહ્યું છે કે, આ ટેક્નોલોજી 3 સ્ટેપમાં ગતિને પકડે છે. તેમાં યુઝર્સ સરળ ઈશારા અને મૂવમેન્ટ્સથી તેનાં ફીચર્સ કન્ટ્રોલ કરી શકે છે.

કેટલી ઊંઘ કરી તે જાણી શકાશે
એમેઝોનના જણાવ્યાનુસાર, આ ફીચરમાં ગતિશીલતા, ભાષણ અને સ્પર્શ જેવી દુર્બળતાઓમાં લોકોની મદદ કરી શકાશે. હાઈ ડિગ્રી એક્યુરસી સાથે ઊંઘ પર પણ નજર રખાશે. એમેઝોને તેનાં ફાઈલિંગમાં કહ્યું છે કે, સ્લીપ ટ્રેકિંગમાં રડાર સેન્સરના ઉપયોગથી જાગૃતતા અને ઊંઘના ટાઈમિંગમાં સુધારો થઈ શકે છે. તેનાથી લોકો ઘણી બીમારીથી બચી શકે છે. રડાર સેન્સર યુઝર્સને ઊંઘ આવવાના કારણો જાણવામાં મદદ કરશે.

આ ટેક્નોલોજી કયા ડિવાઈસ પર કામ કરશે તેના વિશે કંપનીએ કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ એ વાત કન્ફર્મ છે કે તે મોબાઈલ ડિવાઈસ માટે નહિ હોય.

ગૂગલ પણ રડાર સિસ્ટમનો ઉપયોગ કરે છે
FCCએ આ પહેલાં ગૂગલને રડાર સિસ્ટમના ઉપયોગ માટે પરમિશન આપી છે. તેમાં રડારથી પિક્સલ સ્માર્ટફોનમાં આ તમામ સુવિધાઓ મળે છે. એમેઝોન પાસે એક Halo નામની રિસ્ટબેન્ડ છે. તેનાથી તે સારી હેલ્થ પર ભાર આપે છે. આ ડિવાઈસ બોડી ફેટ અને વોઈસ ટોન મોનિટરિંગ કરે છે. કંપની ઘણા સમયથી એવી ટેક્નોલોજી ડેવલપ કરી રહી છે જે ગ્રાહકના ઈશારાથી કામ કરે. જોકે કેટલાક રિવ્યૂઅર આ ડિવાઈસને સારું ગણતા નથી.

અન્ય સમાચારો પણ છે...