તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એમેઝોન યુથ ઓફર:999 રૂપિયાની પ્રાઈમ એન્યુઅલ મેમ્બરશિપ માત્ર ₹499માં ખરીદવાની તક, 18થી 24 વર્ષના યુઝર્સ આ રીતે ફાયદો મેળવો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ઓફર હેઠળ એન્યુઅલ સબસ્ક્રિપ્શન મેળવનાર ગ્રાહકોને 500 રૂપિયાનું એમેઝોન પે કેશબેક મળશે
  • આ ઓફરનો લાભ માત્ર એન્ડ્રોઈડ એપ અને અન્ય મોબાઈલ બ્રાઉઝર વર્ઝનના યુઝર્સને મળશે

RBI (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)ના નવા નિયમોનો કારણે એમેઝોને તેની મંથલી પ્રાઈમ મેમ્બરશિપ સબસ્ક્રિપ્શન સર્વિસ બંધ કરવી પડી હતી. તેના આશરે 15 દિવસ બાદ કંપની એન્યુઅલી પ્લાન પર 50% ડિસ્કાઉન્ટની ઓફર આપી રહી છે. આ ઓફરને કંપનીએ 'યુથ ઓફર' નામ આપ્યું છે. જોકે આ ઓફરનો લાભ માત્ર 18થી 24 વર્ષના ગ્રાહકોને જ મળશે. આ ઓફર હેઠળ એન્યુઅલ સબસ્ક્રિપ્શન મેળવનાર ગ્રાહકોને 500 રૂપિયાનું એમેઝોન પે કેશબેક મળશે.

ક્વાર્ટરલી અથવા એન્યુઅલ મેમ્બરશિપ પ્લાન ખરીદનારા ગ્રાહકોને જ ડિસ્કાઉન્ટનો લાભ મળશે. એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ સાથે યુઝર્સને ફ્રી ડિલિવરી, એમેઝોન પ્રાઈમ વીડિયો અને એમેઝોન મ્યુઝિક જેવી સર્વિસિસ મળે છે.

એમેઝોન યુથ ઓફરનો આ રીતે ફાયદો મળશે

  • યુઝર્સને એન્યુઅલ મેમ્બરશિપના 999 રૂપિયા અને 3 મહિનાના પ્લાનના 329 રૂપિયા આપવા પડશે. ત્યારબાદ યુઝરની ઉંમર વેરિફાઈડ થતાં કંપની તેમનું કેશબેક રીડિમ કરશે.
  • યુઝરે ઉંમર વેરિફિકેશન માટે આધાર કાર્ડ, PAN કાર્ડ, વોટર આઈડી, ડ્રાઈવિંગ લાયસન્સમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવું પડશે.
  • ઉંમર વેરિફિકેશન બાદ 48 કલાકમાં એન્યુઅલ સબસ્ક્રિપ્શન પર 500 રૂપિયા અને 3 મહિનાના સબસ્ક્રિપ્શન પર 165 રૂપિયાનું એમેઝોન પે બેલેન્સ અકાઉન્ટમાં ક્રેડિટ થશે.
  • આ ઓફરનો લાભ માત્ર એન્ડ્રોઈડ યુઝર્સને જ મળશે. iOS યુઝર્સ માટે આ સ્કીમ અવેલેબલ નથી.

RBIએ મંથલી સબસ્ક્રિપ્શન પર રોક લગાવી
RBIના નવા નિયમોને લીધે કંપનીએ 27 એપ્રિલથી પોતાની મંથલી પ્રાઈમ મેમ્બરશિપ અસ્થાયી રીતે બંધ કરી હતી. તેને કારણે એમેઝોન પ્રાઈમના ફ્રી ટ્રાયલ પર નવા મેમ્બર સાઈન અપ અને મંથલી પ્રાઈમ મેમ્બરશિપ માટે નવા મેમ્બર સાઈન અપ કરી શકતા નથી. એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપના મંથલી સબસ્ક્રિપ્શનની કિંમત 129 રૂપિયા અને 3 મહિનાના પ્લાનની કિંમત 329 રૂપિયા છે. એન્યુઅલ પ્લાન માટે ગ્રાહકોએ 999 રૂપિયા આપવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...