એમેઝોનનું નવું પ્લાનિંગ:કંપની આવતા મહિને ટીવી સિરીઝ લોન્ચ કરી શકે છે, ડિસ્પ્લે સાઈઝ 55થી 75 ઇંચની હશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈ-કોમર્સ કંપની ભારતમાં એમેઝોન બેઝિક (Amazon Basics) બ્રાન્ડના ટીવી વેચે છે

એમેઝોન કંપની હવે ટૂંક સમયમાં ટીવી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવાની છે. ઈનસાઈડરના રિપોર્ટ પ્રમાણે, કંપની ઓક્ટોબર મહિના સુધીમાં ટીવી લોન્ચ કરી શકે છે. તેમાં અલગ-અલગ સાઈઝના ટીવી લોન્ચ કરવામાં આવશે. ચર્ચાઓ થઇ રહી છે કે, તેની ડિઝાઇન અને મેન્યુફૅક્ચરિંગ થર્ડ પાર્ટી પ્લેટફોર્મ TCL સાથે કરવામાં આવશે.

રિપોર્ટ પ્રમાણે, ટીવીની સાઈઝ 55થી 75 ઇંચ હશે. એમેઝોન કંપની છેલ્લા 2 વર્ષથી અમેરિકન માર્કેટમાં ટીવી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

ભારતમાં કંપનીના ટીવી મળે છે
ઈ-કોમર્સ કંપની ભારતમાં એમેઝોન બેઝિક (Amazon Basics) બ્રાન્ડના ટીવી વેચે છે. કંપનીએ તોશિબા અને ઈન્સિગ્નિયા ટીવી વેચવા માટે બેસ્ટબાયની સાથે ભાગીદારી કરી છે. તે એમેઝોન ફાયર ટીવી સોફ્ટવેર પર રન કરે છે. અમેઝોન એક નવું ફીચર અડેપ્ટિવ વોલ્યુમ રજૂ કરી રહ્યું છે, તે એલેક્સાને પણ રિસ્પોન્સ આપશે.

ભારતમાં એમેઝોનની ઘણી પ્રોડક્ટ અવેલેબલ
એમેઝોન ઈન્ડિયા પર એમેઝોન બેઝિકની પ્રોડક્ટમાં રેફ્રિજરેટર, ટીવી, વૉશિંગ મશીન, માઇક્રોવેવ, બેટરી, વેક્યુમ ક્લિનર, રિચાર્જેબલ લેમ્પ, માઉસ, ટ્રાઈપૉડની સાથે અન્ય બીજા ગેજેટ્સ અને એક્સેસરીઝ અવેલેબલ છે. આ ઉપરાંત કંપની હોમ અપ્લાયન્સ, યુટિલિટી એક્સેસરીઝ, કિચન અપ્લાયન્સ જેવી આઈટમ પણ વેચે છે.