લોગ ઈનની ગડમથલ:ભૂલથી પાસવર્ડ રીસેટ કરવાના ચક્કરમાં નવું એમેઝોન અકાઉન્ટ બની ગયું? આ પ્રોસેસ ફોલો કરી રિકવર કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

10 કરોડથી વધારે યુઝર્સ ધરાવતાં ઈ કોમર્સ પ્લેટફોર્મ એમેઝોનનો એક નવો કેસ સામે આવ્યો છે. એક યુઝર તેનો લોગ ઈન પાસવર્ડ ભૂલી ગયો અને અકાઉન્ટ રીસેટ કરી દીધું. તેના માટે તેણે ઈમેલ એડ્રેસ સબમિટ કર્યો. જોકે પાસવર્ડ રીસેટ તો થયો પરંતુ અકાઉન્ટ નવું નકોર બની ગયું અને જૂનું અકાઉન્ટ બંધ થઈ ગયું.

શું આ શક્ય પણ છે? જી હા આ થયું છે અને તે તમારી સાથે પણ થઈ શકે છે. આવું શા માટે થયું અને આવું તમારી સાથે થાય તો તમે કેવી રીતે તમારું અકાઉન્ટ રિકવર કરશો જાણી તેની પ્રોસેસ...

યુઝરની એક ભૂલે નવું અકાઉન્ટ બનાવ્યું
એક યુઝરે નવો સ્માર્ટફોન ખરીદ્યો. તેમાં એમેઝોન એપ ડાઉનલોડ કરી. તેમાં લોગ ઈન કર્યું તો પાસવર્ડ ખોટો હોવાનો મેસેજ મળ્યો. યુઝરે પાસવર્ડ રીસેટ કર્યો અને તે સમયે તેનું ઈમેલ ID સબમિટ કર્યું. તેના ઈમેલ પર OTP આવ્યો. OTPની મદદથી નવો પાસવર્ડ જનરેટ કરી તેણે અકાઉન્ટ લોગ ઈન કર્યું. લોગ ઈન કર્યા બાદ યુઝરે ફોન નંબર નાખી ફરી OTP સબમિટ કર્યો. આ નંબરથી અકાઉન્ટ લિંક થઈ ગયું.

નવું અકાઉન્ટ ઓપન થયા બાદ યુઝર ઓર્ડર સેક્શન તેની ખાલી ખમ જોવા મળ્યો. આમ થવા પાછળનું કારણ તેનું ઈમેલ ID છે. કારણ કે તેનું જૂનું અકાઉન્ટ મોબાઈલ નંબર સાથે લિંક હતું ઈમેલ IDથી નહિ. તેણે પાસવર્ડ રિસેટ ઈમેલ IDથી કર્યો અને નવું અકાઉન્ટ બની ગયું. તે દરમિયાન સબમિટ કરેલો નંબર લિંક થઈ ગયો.

આ રીતે જૂનું અકાઉન્ટ રિકવર કરો
યુઝરની ભૂલને કારણે એક જ નંબરથી તેના 2 અકાન્ટ જનરેટ થઈ ગયા. જૂનાં અકાઉન્ટમાં ઈમેલ ID નહોતું અને નવાં અકાઉન્ટ સાથે જૂનું અકાઉન્ટ એક્સેસ નહોતું થતું. જૂનું અકાઉન્ટ રિકવર કરવા માટે યુઝરે એમેઝોન કસ્ટમર કેરની મદદ લીધી. કસ્ટમર કેર સાથે સંપર્ક કરવા તમે www.amazon.in/hz/contact-us પર જઈને Call Me પર ક્લિક કરી શકો છો.

કંપનીના એક્ઝેક્યુટિવે સમસ્યા વિગત વાર જાણવા જૂનાં અકાઉન્ટની ડિટેલ, લાસ્ટ શોપિંગ, શિપિંગ એડ્રેસ, લિંક્ડ મોબાઈલ નંબરની ડિટેલ લીધી. એક્ઝેક્યુટિવે એવો ઈમેલ ID આપવા માટે કહ્યું જે એમેઝોન અકાઉન્ટથી કનેક્ટેડ ન હોય. ત્યારબાદ તે ઈમેલ IDને જૂનાં નંબર સાથે અટેચ કર્યો. ત્યારબાદ આ ઈમેલ IDથી લોગ ઈન કર્યા બાદ પાસવર્ડ રીસેટ કર્યો. તેનો OTP નવા ઈમેલ ID પર કર્યો. પાસવર્ડ રીસેટ કર્યા બાદ જૂનાં અકાઉન્ટમાં લોગ ઈન થયું.

જૂનાં અકાઉન્ટ સાથે જૂનો નંબર આ રીતે લિંક થયો
જૂનાં અકાઉન્ટ સાથે જૂનો નંબર લિંક કરવા માટે સૌ પ્રથમ તેમાં લોગ ઈન કરો. હવે સેટિંગમાં માય અકાઉન્ટ પર ક્લિક કરો. હવે લોગ ઈન એન્ડ સિક્યોરિટી પર જાઓ. અહીં મોબાઈલ નંબરના ઓપ્શનમાં જૂનો લિંક્ડ નંબર સબમિટ કરો. આ નંબર તમારાં નવાં અકાઉન્ટ સાથે પણ લિંક્ડ હોવો જોઈએ. હવે આ નંબર પર OTP આવશે તે સબમિટ કર્યા બાદ નંબર લિંક્ડ થઈ જશે. આ રીતે તમે ઈમેલ એડ્રેસ પણ લિંક્ડ કરી શકો છો.