રિમાઈન્ડર:એમેઝોન પર 18 હજાર રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે ઈલેક્ટ્રોનિક ગેજેટ ખરીદી કરવાની છેલ્લી તક; 3990 રૂપિયાનું ટ્રાઈપોડ 579 રૂપિયામાં ખરીદી શકાશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોની ડિજિટલ વ્લોગ કેમેરા ZV-1ની ખરીદી 18,000 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે કરી શકાય છે

તહેવારની શરૂઆતની સિઝનમાં શરૂ થયેલો એમેઝોનનો 'ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ' સેલ હવે તેની પૂર્ણાહુતિ તરફ છે. 2 નવેમ્બરે આ સેલ પૂરો થવાનો છે. સેલના છેલ્લાં વીકમાં કંપની ગ્રાહકો માટે વ્લોગિંગ અને રેકોર્ડિંગનાં ગેજેટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. અર્થાત તમે નવો કેમેરા, ગિંબલ, ટ્રાઈપોડ, ફોકસ લાઈટ સહિતના ગેજેટ્સ ખરીદવા માગો છો તો આ સારો અવસર છે. અમે તમને એવી પ્રોડક્ટ્સ જણાવીશું જે તમારા માટે બેસ્ટ ડીલ સાબિત થઈ શકે છે...

સોની ડિજિટલ વ્લોગ કેમેરા ZV-1
કિંમત: 77,990 રૂપિયા
ઓફર પ્રાઈઝ: 59,990

સોનીનો આ કેમેરા વ્લોગિંગ પર્પઝનો છે. 4K સપોર્ટ કરતો આ કેમેરા ગિંબલ ફીચર્સ સપોર્ટ કરે છે. આ કેમેરામાંથી રેકોર્ડ કરેલો વીડિયો ડાયરેક્ટ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી શકાય છે. આ કેમેરામાં 1 ઈંચ સાઈઝનો 20.1MP બેક ઈલ્યુમિનિટેડ એક્સમોર RS CMOS સેન્સર મળે છે. તેનું અપર્ચર f/1.8-2.8 ZEISS છે. કેમેરમાં ઈન બિલ્ટ માઈક, વિંડ શિલ્ડ, LCD સ્ક્રીન મળે છે. તેનાથી ટાઈમ લેપ્સ વીડિયો પણ શૂટ કરી શકાય છે. સેલમાં તેની ખરીદી પર 18000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

DJI ઓસ્મો ગિંબલ
કિંમત: 29,990 રૂપિયા
ઓફર પ્રાઈસ: 11,989

તમને ગિંબલ ડિવાઈસથી વીડિયો રેકોર્ડિંગ પસંદ હોય તો એમેઝોન DJI ઓસ્મો ગિંબલ પર બેસ્ટ ડીલ આપી રહી છે. પોકેટ હેન્ડહેલ્ડ 3 એક્સેસ ગિંબલ પર 18 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિવાઈસમાં 1/2.3- ઈંચ 12MPનો લેન્સ મળે છે. કેમેરા 80 ડિગ્રી સુધી ફીલ્ડ કવર કરે છે. તેની મેક્સિમમ કન્ટ્રોલ સ્પીડ 120 ડિગ્રી પ્રતિ સેકન્ડની છે. તેમાં ઓબ્જેક્ટ ટ્રેક કરવાનું ફીચર મળે છે.

પેનાસોનિક લુમિક્સ DC-GH5
કિંમત: 1,32,800 રૂપિયા
ઓફર પ્રાઈસ: 97,990 રૂપિયા

સેલમાં પેનાસોનિકના આ કેમેરાની ખરીદી 34,810 રૂપિયામાં કરી શકાશે. તેમાં 20.3MPનું ફોર થ્રિડ સેન્સર મળે છે. તે 5 એક્સિસ હાઈબ્રિડ ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન સપોર્ટ કરે છે. તેમાં 480fps DFD ફોકસિંગ સિસ્ટમ અને વીનસ એન્જિન 10ની મદદથી સચોટ ફોકસિંગ કરી શકાય છે. કેમેરા ડ્યુરેબલ બનાવવા માટે મેગ્નેશિયમ અલોય બોડીનો ઉપયોગ થયો છે. તે 60fps પર 4K રેકોર્ડિંગ સપોર્ટ કરે છે.

Syvo WT 3130
કિંમત: 3990 રૂપિયા
ઓફર પ્રાઈસ: 579 રૂપિયા

જો તમને સ્માર્ટફોનથી વીડિયો રેકોર્ડ કરવાનું પસંદ છે તો આ ડિવાઈસ તમારા માટે છે. આ ફોલ્ડિંગ ટ્રાઈપોડ 16 ઈંચથી 50 ઈંચ સુધી ઓપન થાય છે. ટ્રાઈપોડ સાથે મોબાઈલ હોલ્ડર પણ મળે છે. તેના પર DSLR પર સેટઅપ કરી શકાય છે. સેલમાં આ ટ્રાઈપોડ પર 3411 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Tygot રિંગ લાઈટ
કિંમત: 1,999 રૂપિયા
ઓફર પ્રાઈસ : 373 રૂપિયા

આ ગેજેટનો ઉપયોગ મોટા ભાગના વ્લોગર્સ કરતાં હોય છે. સાથે જ મેકઅપ અને સ્ટડી માટે પણ તે કામ લાગે છે. તેમાં 10 ઈંચની LED લાઈટ મળે છે. તેમાં વ્હાઈટ, બ્લેન્ડેડ અને વૉર્મ એમ 3 ઓપ્શન મળે છે. તેની બ્રાઈટનેસ કન્ટ્રોલ કરવા માટે 10 લેવલ્સ મળે છે. તેને કમ્પ્યુટર અને લેપટોપથી પણ કનેક્ટ કરી શકાય છે. તેને પાવરબેંક સાથે USB અડોપ્ટરથી પણ ઓન કરી શકાય છે. તેની લાઈટ 120 ડિગ્રીના એંગલે પ્રકાશ આપે છે.