યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:આઈફોન 12ની ખરીદી પર 13 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ, ટીવી અને ઈયરબડ્સની ખરીદી પણ સસ્તાંમાં કરી શકાશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

શૉપિંગની મજા ફેસ્ટિવ સિઝનમાં આવતી હોય છે. આ દરમિયાન ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર મોટી રેન્જમાં ભારે ડિસ્કાઉન્ટ સાથે પ્રોડક્ટ્સ અવેલેબલ હોય છે. ઈલેક્ટ્રોનિક્સ કે ગેજેટ્સની ખરીદી માટે આ સમય બેસ્ટ હોય છે. ચોતરફે ઓફર્સ અને ડિસ્કાઉન્ટની વણજાર હોય છે.

ઓફર્સની લિસ્ટમાં સૌથી ઉપર ફ્લિપકાર્ટ છે. આવો જાણીએ ફ્લિપકાર્ટ પર ડિસ્કાઉન્ટ સાથે કઈ પ્રોડક્ટ વેલ્યુ ફોર મની સાબિત થશે.

ડીલ નંબર 1: આઈફોન 12 અને આઈફોન 12 મિની

ફ્લિપકાર્ટના સેલમાં આઈફોન 12 મિની 40,999 રૂપિયાથી લઈને 55,999 રૂપિયામાં મળી રહ્યો છે. આઈફોન 12ની કિંમત 52,999 રૂપિયાથી 66,999 સુધીની છે. સેલમાં આઈફોનની ખરીદી કરવા પર તમને 12થી 13 હજાર રૂપિયાનો ફાયદો થશે. આ સાથે જ કંપની ICICI અને એક્સિસ બેંકના ગ્રાહકોને એડિશનલ ડિસ્કાઉન્ટ આપી રહી છે.

ડીલ નંબર 2: વનપ્લસ 9 5G
સેલમાં ફોનની કિંમત 52,000થી ઘટી 39,999 રૂપિયા થઈ ગઈ છે. અર્થાત 12,001 રૂપિયાનો ફાયદો મળે છે.

એમેઝોનનું ડિસ્કાઉન્ટ
સેમસંગ M12

એમેઝોનના આ સેલમાં સેમસંગના આ ફોનની ખરીદી 2501 રૂપિયાના ફાયદા સાથે કરી શકાશે. ફોનની એક્ચ્યુઅલ કિંમત 12,000 રૂપિયા છે. સેલમાં તેની ખરીદી 9,499 રૂપિયામાં કરી શકાશે.

જો તમે ટીવી અથવા ઈયરબડ્સની ખરીદી કરવાના હો તો તેનાં પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

ટીવી પર મળતી બેસ્ટ ડીલ

સાઈઝબ્રાન્ડ/મોડેલકિંમત (રૂપિયામાં)
32-ઈંચરિયલમી સ્માર્ટ ટીવી14,999

43-ઈંચ​​​​​​​

વનપ્લસ Y સિરીઝ25,999
55-ઈંચસેમસંગ ક્રિસ્ટલ 4K અલ્ટ્રા51,990

ઈયરબડ્સ પર મળતી ઓફર

મોડેલકિંમત (રૂપિયામાં)
રિયલમી 2C899
સ્કલકેન્ડી જિબ2,499
જેબરા ઈલાઈટ 75t7,999
અન્ય સમાચારો પણ છે...