તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુટ્યુબર અભિષેક તૈલંગ સાથે Tech Talk:લાઈફને સ્માર્ટ અને સરળ બનાવે છે એમેઝોન ઈકો શો 10, પરંતુ તેને કેમ ખરીદવું જોઈએ? તેના ફાયદા અને ગેરફાયદાને સમજો

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો તમે તમારા ઘરને સ્માર્ટ બનાવવા માગો છો તો આ કામને એમેઝોન ઈકો શો 10ની મદદખી કરી શકો છો. તે સ્માર્ટ સ્પીકર છે, સ્માર્ટ સ્ક્રિન છે અને સ્માર્ટ હોમ ગેજેટ્સને કંટ્રોલ કરવાના હિસાબથી સ્માર્ટ હબ પણ છે. પરંતુ એમેઝોન ઈકો શો 10 કેમ ખરીદવું? અને ઈગ્નોર કરવું તો કેમ કરવું? આજે તેના વિશે વાત કરીએ.

પહેલા વાત કરીએ તેને કેમ ખરીદવું જોઈએ?

  • એમેઝોન ઈકો શો 10ને ખરીદવાનું પહેલું કારણ તેની ડિઝાઈન અને ડિઝાઈન સાથે જોડાયેવા તેના ફીચર્સ છે. અત્યાર સુધી જેટલી પણ સ્માર્ટ સ્ક્રિન બજારમાં છે, એક પણ તેના જેવી નથી. ઈકો શો 10ની સ્ક્રિન તમને ફોલો કરે છે. તમે હરતા ફરતા વીડિયો કોલ્સ કરી શકો છો. હરતા ફરતા વીડિયો જોઈ શકો છો. આ યુનિકનેસ, ઈકો શો 10ને ખરીદવા લાયક બનાવે છે.
  • તેની નીચેની તરફમાં એમેઝોને એક મોટોરાઈઝ્ડ બેઝ આપ્યો છે, જે તેની 10.1 ઈંચની સ્ક્રિનને તમારી મૂવમેન્ટના હિસાબથી 350 ડિગ્રી પર એકદમ સાઈલેન્ટલી રોટેડ કરે છે. પરંતુ આ સ્ક્રિન લેન્ડસ્કેપ અથવા હોરિઝોન્ટલ મોડમાં જ રહે છે, તે ટિકટોક સ્ટાઈલમાં વર્ટિકલ મોડમાં નથી જતી.
  • ઈકો શો 10ની ડિસ્પ્લેનું રિઝોલ્યુશન, ઓનપેપર કંઈ ખાસ નથી, પરંતુ તે કોઈ સ્માર્ટફોન અથવા ટેબલેટ નથી કે હાથમાં લઈને ઉપયોગ કરી શકાય. દૂરથી જોવા પર તેની ડિસ્પ્લે સારી દેખાય છે. માત્ર રિફ્લેક્શન ઈશ્યું છે, તેથી એવી જગ્યાએ ન રાખો જ્યાં રિફ્લેક્શન તેની સ્ક્રિન પર પડે.
  • હવે તેને ખરીદવાનું બીજું કારણ છે એલેક્શન રાની. એમેઝોનનું સ્માર્ટ વોઈસ અસિસ્ટન્ટ, જેના પર એમેઝોને છેલ્લા કેટલાય વર્ષોમાં ઘણું કામ કર્યું છે. એટલી સારી ઈકોસિસ્ટમ તૈયાર કરી દીધી છે કે તેના જેવી લગભગ હશે પણ નહીં. ઘણી થર્ડ પાર્ટી સ્માર્ટ ગેજેટ્સ એલેક્સા સાથે કમ્પેટિબલ છે. સ્માર્ટ હોમ સાથે રિલેટેડ ઘણા ફીચર્સ પણ તેમાં છે, જેમ કે હોમ સિક્યોરિટી સાથે સંબંધિત. તેમજ સ્માર્ટ હોમ સેટઅપ માટે તે બેસ્ટ છે.

હવે વાત કરીએ કે તેને કેમ ન ખરીદવું જોઈએ?

  • તેની સાઈડ ઈફેક્ટ પણ છે. તેને ઈગ્નોર કરવાનું પહેલું કારણ તેની મોશન ટ્રેકિંગ ઘણી વખત ઈરિટેટિંગ લાગે છે અને જો અસમતલ સપાટી પર તેને રાખવામાં આવે તો તે કન્ફ્યુઝ થઈ જાય છે.
  • ઈકો શો 10ને ઈગ્નોર કરવાનું બીજું કારણ તેની મોંઘી પ્રાઈઝ ટેગ છે. ઈકો શો 10 25 હજાર રૂપિયાનું છે. જેના કારણે ઘણા કસ્ટમર્સ માટે તે આઉટ ઓફ બજેટ હશે.
  • એકંદરે, ઈકો શો 10 તે લોકો માટે છે જે યુનિક ટેક્નોલોજી ખરીદવાનું પસંદ કરે છે અને તેની મોંઘી પ્રાઈઝ ટેગથી જેમણે કોઈ ફરક નથી પડતો. ઓવરઓલ તેના જેવું ગેજેટ અત્યારે એકપણ નથી.