એમેઝોન ક્રિસમસ ડિસ્કાઉન્ટ:સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ, હેડફોન અને સ્માર્ટવોચ પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ; 2799 રુપિયામાં મળી રહ્યો છે ડિજિટલ કેમેરા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ક્રિસમસ ટ્રી, હોમ ડેકોર અને સેન્ટા ડ્રેસ પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
  • મોબાઈલ એસેસરીઝ પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

ઈ કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન ઈન્ડિયા પર ક્રિસમસ સેલ લાઈવ થયો છે. આ સેલમાં ક્રિસમસ ડ્રેસ, ટ્રી અને અન્ય ડેકોરેશન આઈટેમ્સ પર 70% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો કંપની સ્માર્ટફોન, એસેસરીઝ, લેપટોપ, કેમેરા, હેડફોન, ઈયરબડ્સ, સ્માર્ટ વિયરેબલ્સ જેવી પ્રોડક્ટ પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આવો જાણીએ આ ઓફર્સ વિશે વિસ્તૃત માહિતી.

ક્રિસમસ ડેકોરેશન આઈટેમ્સ પર ડિસ્કાઉન્ટ

  • ક્રિસમસ ટ્રી અને ડેકોરેશન પર 70% સુધીનું ડિસ્કાઉન્ટ
  • હોમ ડેકોર આઈટેમ્સ પર 70% સુધીનું ડિસ્કાઉન્ટ
  • ક્રિસમેસ સેન્ટા ડ્રેસ પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ

ગેજેટ્સ અને એસેસરીઝ પર પણ ડિસ્કાઉન્ટ

સ્માર્ટફોન પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ

  • એમેઝોન પર સ્માર્ટફોનની 4 કેટેગરી છે. તેમાં બજેટ, મિડરેન્જ, પ્રીમિયમ અને અલ્ટ્રા પ્રીમિયમ સ્માર્ટફોનની રેન્જ સામેલ છે. બજેટ કેટેગરીમાં 28 સ્માર્ટફોન, મિડ રેન્જમાં 21 સ્માર્ટફોન, પ્રીમિયમમાં 33 તો અલ્ટ્રા પ્રીમિયમમાં 21 સ્માર્ટફોન અવેલેબલ છે. અલ્ટ્રા પ્રીમિયમમાં વનપ્લસ, એપલ, સેમસંગ, LGના મોંઘા સ્માર્ટફોન્સ સામેલ છે.
  • સેલમાં મોબાઈલ એસેસરીઝની કેટેગરી પણ છે. તેમાં પાવરબેંક, હેડસેટ, કવર્સ, કેબલ, સ્ક્રીન પ્રોટેક્ટર અને મોબાઈલ હોલ્ડર સામેલ છે. આ આઈટેમ પર પણ કંપની 40% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
  • લેપટોપ અને ટેબ્લેટ કેટેગરીમાં કંપનીએ 20 લેપટોપ લિસ્ટ કર્યાં છે. તેમાં ડેલ, hp, લેનોવો, અવિટા જેવી બ્રાન્ડ્સના લેપટોપ સામેલ છે. તો ટેબ્લેટ કેટેગરીમાં કુલ 161 આઈટેમ્સ છે. અર્થાત ગ્રાહકોને ટેબ્લેટની ખરીદીમાં ઘણા ઓપ્શન મળશે. તમામ પ્રોડક્ટ ડિસ્કાઉન્ટ સાથે મળી રહી છે. લેપટોપની પ્રારંભિક કિંમત 23 હજાર અને ટેબ્લેટની પ્રારંભિક કિંમત 5500 રૂપિયા છે.
  • ડિજિટલ કેમેરા 2799 રૂપિયાની પ્રારંભિક કિંમત સાથે અવેલેબલ છે. આ કેટેગરીમાં 20 કેમેરા સામેલ છે. અહીં કેમેરા એસેસરીઝ પણ મળી રહી છે. હેડફોન અને ઈયરબડ્સ પર 40% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અહીં અલગ-અલગ ઓડિયો ડિવાઈસને 20-20 સાથે લિસ્ટ કરવામાં આવ્યા છે. તો સ્માર્ટ વિયરેબલ્સ પર પણ 40% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ કેટેગરીમાં 25 વિયરેબલ્સ લિસ્ટેડ છે.