એમેઝોન પ્રાઈમ ડેઝ સેલ:દુનિયાભરના 20 દેશોમાં 21 અને 22 જૂને સેલ યોજાશે, ગ્લોબલ સેલમાં આ વર્ષે ભારત અળગું રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2 દિવસમાં પ્રાઈમ મેમ્બર્સને ફેશન, ઈલેક્ટ્રોનિક્સ, રમકડાં, હોમ ડેકોર, ઓટોમેટિવ અને અન્ય કેટેગરી સહિત 20 લાખથી વધારે ડીલ્સ ઓફર કરવામાં આવશે
  • એમેઝોનનો આ સેલ અમેરિકા, યુકે, UAE,તુર્કી, સ્પેન, સિંગાપોર, સઉદી અરબ સહિત કુલ 20 દેશમાં યોજાશે

ઈ કોમર્સ કંપની એમેઝોને પોતાના પ્રાઈમ ડેઝ સેલની જાહેરાત કરી છે. કંપની 21 અને 22 જૂને સેલનું આયોજન કરશે. કંપની કહ્યું કે મહામારી દરમિયાન તે નાના વેપારીને સપોર્ટ કરશે. આ 2 દિવસમાં પ્રાઈમ મેમ્બર્સને ફેશન, ઈલેક્ટ્રોનિક્સ, રમકડાં, હોમ ડેકોર, ઓટોમેટિવ અને અન્ય કેટેગરી સહિત 20 લાખથી વધારે ડીલ્સ ઓફર કરવામાં આવશે.

એમેઝોનનો આ સેલ અમેરિકા, યુકે, UAE,તુર્કી, સ્પેન, સિંગાપોર, સઉદી અરબ, પોર્ટુગલ, નેધરલેન્ડ, મેક્સિકો, જાપાન, ઈટાલી, જર્મની, ફ્રાન્સ, ચીન, બ્રાઝિલ, બેલ્ઝિયમ, ઓસ્ટ્રિયા અને ઓસ્ટ્રેલિયા સહિતના 20 દેશમાં યોજાશે. જોકે ભારતીય યુઝર્સ આ સેલ્સમાં અળગા રહેશે. કંપનીએ આ વર્ષે ભારતમાં સેલની જાહેરાત કરી નથી.

ગ્રાહકોને 10 ડોલરનું ક્રેડિટ મળશે

સેલર્સ આ પ્રાઈમ ડે પર 10 લાખથી વધારે ડીલ્સ રજૂ કરશે. 2 અઠવાડિયાંની શોપિંગ ઈવેન્ટ યથાવત રાખશે. કંપની એમેઝોન સ્ટોર પરથી બ્રાન્ડ્સ અને સ્મોલ બિઝનેસ પ્રોડક્ટ્સ પર 10 ડોલરનાં ખર્ચા પર 10 ડોલરનું ક્રેડિટ આપશે. ગ્રાહકોને ક્રેડિટ અર્ન કરવાનો અવસર 7થી 20 જૂન સુધી મળશે. થર્ડ પાર્ટી સેલર એમેઝોન પર 60% સેલ્સને રિપ્રેઝન્ટ કરશે.

નાના બિઝનેસને મજબૂત કરવાનું લક્ષ્ય

ગત વર્ષે એમેઝોને પોતાના લોજિસ્ટિક નેટવર્ક, ટૂલ્સ, સર્વિસિસ, પ્રોગ્રામ, ટીમ અને સેલરની મદદથી 18 બિલિન ડોલર (આશરે 1.4 લાખ કરોડ રૂપિયા)થી પણ વધારે ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. કંપનીએ કહ્યું કે પ્રાઈમ ડે પર નાના વેપારીઓ સાથે પોતાની પાર્ટનરશિપનો જશ્ન મનાવવા ઈચ્છે છે. તેમને વધારે ગ્રાહકો સુધી પહોંચાડવા અને એમેઝોન સાથે ઝડપથી આગળ વધારવા મજબૂત કરવા માગીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...