• Gujarati News
  • Utility
  • Gadgets
  • Amazfit GTS 2 With OxygenBeats AI Engine Launched In India, Pre Orders Begin With Deliveries From December 21

અફોર્ડેબલ વિયરેબલ ગેજેટ:સ્ક્રેચ રેઝિસ્ટન્સ અને AMOLED ડિસ્પ્લે સાથે લોન્ચ થઈ અમેઝફિટ GTS 2 સ્માર્ટવોચ, જાણો વોચ કયા સ્પેસિફિકેશન્સ અને ફીચર્સથી સજ્જ છે

2 વર્ષ પહેલા
  • સ્માર્ટવોચનો પ્રી-ઓર્ડર કરનારા ગ્રાહકોને 1799 રૂપિયાની સ્ટ્રેપ ફ્રીમાં મળશે
  • સ્માર્ટવોચની ડિલિવરી 21 ડિસેમ્બરથી શરૂ થશે

ભારતમાં અમેઝફિટ GTS 2 સ્માર્ટવોચ લોન્ચ થઈ છે. હવે તે પ્રી ઓર્ડર માટે અવેલેબલ છે. શાઓમી સમર્થિત ચાઈનીઝ કંપની હુઆમીએ કહ્યું કે સ્માર્ટવોચની ડિલિવરી 21 ડિસેમ્બરથી શરૂ થશે. સ્માર્ટવોચને ચીન સહિત અન્ય યુરોપીય દેશોમાં પહેલાંથી લોન્ચ કરવામાં આવી છે. સ્માર્ટવોચ કંપનીના PAI હેલ્થ અસેસમેન્ટ સિસ્ટમ સાથે આવે છે અને બ્લડ ઓક્સીજન સેચ્યુરેશન મેઝરમેન્ટ માટે તેમાં ઓક્સીજન બીટ AI એન્જિન મળે છે. કંપનીએ તાજેતરમાં જ 90 સ્પોર્ટ્સ મોડ સપોર્ટ કરાનારી અમેઝફિટ GTS 2e અને GTR 2e સ્માર્ટવોચ પણ લોન્ચ કરી છે.

અમેઝફિટ GTS 2 સ્માર્ટવોચ: ભારતમાં કિંમત અને ઉપલબ્ધતા

  • અમેઝફિટ GTS 2 સ્માર્ટવોચ હવે 12,999 રૂપિયાની કિંમત પર અમેઝફિટની ઓફિશિયલ વેબસાઈટ પર પ્રી ઓર્ડર માટે અવેલેબલ છે.
  • સ્માર્ટવોચના પ્રી ઓર્ડર કરનારા ગ્રાહકનો 1799 રૂપિયાની સ્ટ્રેપ ફ્રીમાં મળશે.
  • સ્માર્ટવોચની ડિલિવરી 21 ડિસેમ્બરથી શરૂ થશે.
  • હાલ સ્માર્ટવોચનું બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયું છે. ત્યારબાદ ડેઝર્ટ રોઝ અને ગ્રે કલર વેરિઅન્ટ પણ લોન્ચ કરવામાં આવે છે.

અમેઝફિટ GTS 2 સ્માર્ટવોચ: બેઝિક સ્પિસિફિકેશન

  • આ વોચમાં 1.65 ઈંચની AMOLED ડિસ્પ્લે મળે છે. તેમાં 341ppi પિક્સલ ડેન્સિટી અને 450 નિટ્સ બ્રાઈટનેસ મળે છે.
  • સ્માર્ટવોચને સ્ક્રેચ અને વિયર રેઝિસ્ટન્ટસ બનાવવા માટે ડાયમંડ જેવા કાર્બન (DLC) કોટિંગ આપવામાં આવ્યું છે.
  • વોઈસ કમાન્ડ માટે તેમાં એમેઝોન એલેક્સા સપોર્ટ મળે છે.
  • વોચ એક ઓલવેઝ ઓન ડિસ્પ્લે સાથે આવે છે અને યુઝર્સ પોતાની પસંદની ઈમેજ સાથે વોચ ફેસિસ કસ્ટમાઈઝ કરી શકે છે.
  • બ્લડ ઓક્સીજન સેચ્યુરેશન લેવલ મેઝરમેન્ટ માટે વોચમાં OxygenBeats AI એન્જિન મળે છે.
  • તે 24 કલાક હાર્ટ રેટ ટ્રેકિંગ, પર્સનલ એક્ટિવિટી ઈન્ટેલિજન્સ હેલ્થ અસેસમેન્ટ સિસ્ટમ, સ્લીપ ક્વોલિટી મોનિટરિંગ અને સ્ટ્રેસ ડિટેક્શન જેવાં ફીચર્સ મળે છે.
  • સ્માર્ટવોચ 12 બિલ્ટ ઈન સ્પોર્ટ્સ મોડ સપોર્ટ કરે છે. તેને 5 ATM વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ મળ્યું છે.
  • વોચનાં માધ્યમથી મોબાઈલ મ્યુઝિક પ્લેબેક કન્ટ્રોલ કરી શકાય છે. તે 3GB લોકલ મ્યુઝિક સ્ટોરેજ સાથે આવે છે.
  • યુઝર અમેઝફિટ પાવર બડ્સ વાયરલેસ હેડફોનને ડાયરેક્ટ વોચનાં માધ્યમથી મ્યુઝિક સાંભળવા કનેક્ટ કરી શકે છે.
  • વોચમાં 246mAhની બેટરી મળે છે. કંપનીનો દાવો છે કે રેગ્યુલર યુઝરમાં તે 1 અઠવાડિયાં અને પાવર સેવિંગ મોડમાં 20 દિવસનું બેકઅપ આપે છે.