તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ સ્માર્ટવોચ:ચીનની સરખામણીએ ભારતમાં સસ્તી મળશે અમેઝફિટ GTS 2 મિની, 26 ડિસેમ્બરે શરૂ થશે પ્રી બુકિંગ; જાણો કિંમત અને ફીચર્સ

4 મહિનો પહેલા
 • સ્માર્ટવોચ ફ્લેમિંગો પિન્ક, મિડનાઈટ બ્લેક અને સેઝ ગ્રીન કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે
 • ચીનમાં અમેઝફિટ GTS 2 મિનીની કિંમત આશરે 8000 રૂપિયા છે

ભારતમાં અમેઝફિટ GTS 2 મિનીની કિંમત અને અવેલેબિલિટીની ડિટેલ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર લિસ્ટ થઈ છે. નવી સ્માર્ટવોચનું પ્રી બુકિંગ 26 ડિસેમ્બરથી શરૂ થશે. હુઆમી સબ બ્રાન્ડ અમેઝફિટે તેની જાહેરાત કરી છે. અમેઝફિટ GTS 2 મિનીને આ મહિનાની શરૂઆતમાં ચીનમાં લોન્ચ કરવામાં આવી હતી. આ ઓલવેઝ ઓન AMOLED ડિસ્પ્લે સાથે આવે છે અને તે સતત હાર્ટ રેટ મોનિટરિંગ કરવા માટે PPG ઓપ્ટિકલ સેન્સરથી સજ્જ છે. આ સિવાય વોચ સ્ટ્રેસ લેવલ, મેન્સ્ટ્રુયલ સાયકલ અને સ્લીપ ક્વોલિટી પણ મોનિટરિંગ કરે છે. સ્માર્ટવોચ 50 થી વધારે વોચ ફેસિસ સાથે આવે છે.

અમેઝફિટ GTS 2 મિની: ભારતમાં કિંમત અને અવેલેબિલિટી

 • ભારતમાં આ વોચની કિંમત 6999 રૂપિયા છે.
 • સ્માર્ટવોચના ફ્લેમિંગો પિન્ક, મિડનાઈટ બ્લેક અને સેઝ ગ્રીન કલર વેરિઅન્ટ અવેલેબલ છે.
 • 26 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યાથી એમેઝોન અને કંપનીની વેબસાઈટ પરથી વોચનું પ્રી બુકિંગ કરાવી શકાશે.
 • આ વોચને ચીનમાં CNY 699 (આશરે 8000 રૂપિયા)ની કિંમત સાથે લોન્ચ કરવામાં આવી છે.

અમેઝફિટ GTS 2 મિની: સ્પેસિફિકેશન

 • આ વોચમાં 1.55 ઈંચ (306x354 પિક્સલ) AMOLED ડિસ્પ્લે મળે છે, જે ppi પિક્સલ ડેન્સિટી આપે છે.
 • સ્માર્ટવોચની બોડી એલ્યુમિનિયમ અલોયથી બની છે, તે 8.95mm થિક અને 19.5 ગ્રામ વજન ધરાવે છે.
 • ફિટનેસના શોખીનો માટે તેમાં 24X7 હાર્ટ રેટ મોનિટરિંગ માટે હુઆમી બાયો ટ્રેકર 2 સાથે એક PPG ઓપ્ટિકલ સેન્સર મળે છે.
 • સ્માર્ટવોચ રેસ્ટિંગ હાર્ટ રેટ ટ્રેકિંગ, હાર્ટ રેટ ઝોન અને હાઈ હાર્ટ રેટ અલર્ટ પણ આપે છે.
 • હાર્ટ રેટ મોનિટરિંગ સાથે આ વોચ બ્લડ ઓક્સીજન સેચ્યુરેશન લેવલ (SpO2) માપવામાં પણ સક્ષમ છે.
 • તે હુઆમીના ઓનરશિપવાળા ઓક્સીજન ડેટા AI એન્જિન પર આધારિત છે.
 • વોચ સ્લીપ ક્લોલિટી, મેન્સ્ટ્રુયલ સાયકલ અને સ્ટ્રેસ મોનિટરિંગ પણ કરે છે.
 • આ સિવાય સ્માર્ટવોચ 70થી વધારે પ્રી લોડેડ સ્પોર્ટ્સ મોડ સપોર્ટ કરે છે. તેમાં લોકપ્રિય ઈન્ડોર અને આઉટડોર ગેમ્સ સાથે, રનિંગ, સાયકલિંગ અને સ્વીમિંગ સામેલ છે.
 • એક્સર્સાઈઝ સ્ટેજ, કન્ડિશન અને હાર્ટ રેટ ઝોન વિશે પણ તે નોટિફિકેશન આપે છે.
 • વોચ એન્ડ્રોઈડ 5.0 અને તેની ઉપરના તમામ વર્ઝન તેમજ iOS 10.0 અને તેની ઉપરના તમામ વર્ઝન સપોર્ટ કરતા ડિવાઈસ પર તે કમ્પેટિબલ છે. તેમાં કનેક્ટવિટી માટે બ્લુટૂથ મળે છે.
 • વોચમાં 220mAhની બેટરી છે. તે સિંગલ ફુલ ચાર્જમાં 14 દિવસનું બેકઅપ આપે છે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો