ન્યૂ સ્માર્ટવોચનું લોન્ચિંગ:18 ડિસેમ્બરે અમેઝફિટ GTR 2, GTS 2 અને GTS 2 મિની લોન્ચ થશે, ઘણા એડવાન્સ ફીચર્સથી સજ્જ હશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વોચ GPS, SpO2 મોનિટર ફીચર્સ સાથે આવે છે
  • તમામ વોચ 50 મીટર સુધી વોટર રેઝિસ્ટન્ટ છે

ચાઈનીઝ કંપની હુઆમી તેની અમેઝફિટ GTR 2, GTS 2 અને GTS 2 મિની સ્માર્ટવોચ આ મહિને લોન્ચ કરશે. આ તમામ વોચને ભારતીય માર્કેટમાં 17 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે. કંપનીએ GTS 2 મિનીને કેટલાક દિવસ પહેલાં જ ચીનમાં લોન્ચ કરવામાં આવી છે. તો GTR 2 અને GTS 2એ ઓક્ટોબરમાં ગ્લોબલી લોન્ચ થઈ છે. આ વોચ GPS અને SpO2 મોનિટરિંગ ફીચર્સ સાથે આવે છે.

કંપનીએ બ્લોગ પર તેનાં લોન્ચિંગની ડિટેલ શેર કરી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ સ્માર્ટવોચને યુઝર્સ અમેઝફિટ ઈન્ડિયાની વેબસાઈટ, ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી ખરીદી શકાશે. ફ્લિપકાર્ટે અમેઝફિટ GTR 2નું ટીઝર પણ રિલીઝ કર્યું છે.

આ ત્રણેય સ્માર્ટવોચને અન્ય માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. અમેઝફિટ GTR 2 અને અમેઝફિટ GTS 2 બંનેની કિંમત 179 ડોલર (આશરે 13 હજાર રૂપિયા) અથવા GBP 159 (આશરે 15,200 રૂપિયા) નક્કી કરવામાં આવી છે. તો અમેઝફિટ GTS 2 મિનીની કિંમત CNY 699 (આશરે 7,800 રૂપિયા) રાખવામાં આવી છે. ભારતમાં પણ તેની કિંમતો ગ્લોબલ માર્કેટની આસપાસ હોઈ શકે છે.

અમેઝફિટ GTR 2, GTS 2નાં સ્પેસિફિકેશન

  • અમેઝિફિટ GTR 2માં 1.39 ઈંચની AMOLED ડિસ્પ્લે 3D ગ્લાસ પ્રોટેક્શન સાથે આવે છે. તેમાં હાર્ટ રેટ સેન્સર અને બ્લડ ઓક્સીજન મોનિટરિંગ મળે છે. વોચમાં 12 પ્રોફેશનલ સ્પોર્ટ્સ મોડ્સ, 3GB ઓનબોર્ડ સ્ટોરેજ (600 સોન્ગ્સનું સ્ટોરેજ) મળે છે. તેમાં વાઈફાઈ, બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે ડ્યુઅલ સેટેલાઈટ પોઝિશન GPS અને NFCના ઓપ્શન પણ મળે છે. વોચમાં 417mAhની બેટરી મળે છે. કંપનીનું કહેવું છે કે સિંગલ ચાર્જ પર તે 14 દિવસનું બેકઅપ મળે છે.
  • અમેઝફિટ GTS 2માં 1.65 ઈંચની ડિસ્પ્લે મળે છે. તેમાં 246mAhની બેટરી છે, જે પાવર સેવિંગ મોડમાં 20 દિવસનું બેકઅપ આપે છે. તે 9.7mm પાતળી અને 24.7 ગ્રામ વજન ધરાવે છે. આ બંને સ્માર્ટવોચ એન્ડ્રોઈડ અને iOS ડિવાઈસ સાથે કનેક્ટ થઈ જાય છે.

અમેઝફિટ GTS 2 મિનીનાં સ્પેસિફિકેશન
અમેઝફિટ GTS 2 મિનીમાં 1.55 ઈંચ AMOLED ડિસ્પ્લે મળે છે. તેમાં બ્લુટૂથ v5.0, GPS/ગ્લોનેસ અને NFC કનેક્ટિવિટી આપવામાં આવી છે. તે 50 મીટર પાણીમાં વોટર રેઝિસ્ટન્ટ છે. વોચમાં બિલ્ટ ઈન માઈક્રોફોન આપવામાં આવ્યો છે. આ વોચ એન્ડ્રોઈડ અને iOS સાથે કમ્પિટિબલ છે. એમેઝોન GTS 2 મિનીમાં બાયોટ્રેકર અને 24 કલાક હાર્ટ રેટ માટે 2 PPG, SpO2 અને સ્લીપ એક્ટિવિટી ટ્રેકિંગ આપવામાં આવ્યું છે. તેમાં 70થી વધારે સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે. વોચમાં 220mAhની બેટરી આપવામાં આવી છે, જે બેઝિક વોચ મોડ પર 21 દિવસનું બેકઅપ મળે છે.