ટેક ગાઈડ:આ ટ્રિક અપનાવાથી સ્માર્ટફોન નામ લઈને જણાવશે કે કોનો મેસેજ અથવા ફોન આવ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘણી વખત એમ થાય છે જ્યારે આપણે જરૂરી કામમાં વ્યસ્ત હોઈએ તો ફોન આપણાથી અળગો હોય છે. તેવામાં જો કોઈનો ફોન આવે તો કામ છોડીને ફોન પિકઅપ કરવા જઉં પડે છે. તેવામાં જો ફોન પોતે જ તમને કહી દે કે કોનો ફોન આવી રહ્યો છે તો તમે પ્રાયોરિટી નક્કી કરી શકો છો કે તમારે ફોન પિકઅપ કરવો છે કે તમારું કામ પૂરું કરવું છે.

આ કામને Caller Name Announcer Pro નામની એપ કરે છે. આ એપ ફ્રી છે. તે કોલ સાથે SMS અને વ્હોટ્સએપ કોલરનું પણ નામ લે છે. આ એપ કેવી રીતે કામ કરે છે આવો જાણીએ...

એપનો ઉપયોગ કરવાની પ્રોસેસ

સૌ પ્રથમ સ્માર્ટફોનમાં Caller Name Announcer Pro એપ ઈન્સ્ટોલ કરો. ગૂગલ પ્લે સ્ટોર પર એન્ડ્રોઈડ યુઝર્સ માટે તે ફ્રી છે. પ્રથમ વાર એપ ઓપન કરો ત્યારે માગેલી પરમિશનને ALLOW કરો.

ત્યારબાદ હવે તમારે એપનો સ્પીચ ટેસ્ટ કરવાનો રહેશે. તેના માટે સ્પીચ ટેસ્ટ બટન પર ક્લિક કરો. એક અવાજ આવશે ત્યારબાદ ટેસ્ટ સક્સેસફુલનો મેસેજ આવશે. તેને Yes આપવાનું રહેશે. હવે તમને મેઈન વિન્ડોમાં કોલ, ઓડિયો, SMS, વ્હોટ્સએપ સહિત અનેક ઓપ્શન જોવા મળશે.

આ તમામ ઓપ્શન પર જઈને ચેક કરો. ઓડિયો સેટિંગમાં જઈ સ્પીચ રેટ, પિચ અને વોલ્યુમને સેટ કરો. કેટલીક સેટિંગમાં તમે ફેરફાર નહિ કરી શકો. કોલ સેટિંગમા તમે કેટલી વાર કોલરનું નામ સાંભળવા માગો છો તેની સંખ્યાની પણ પસંદગી કરી શકો છો. તે જ પ્રમાણે SMS માટે પણ પસંદગી કરી શકાશે.

વ્હોટ્સએપ સેટિંગમાં કેટલાક સ્પેશલ એક્સેસ આપવાના રહેશે. ત્યારબાદ ઓકે કરવા પર વ્હોટ્સએપ મેસેજ અનાઉન્સ ઓન થશે.

એપનાં ટેક્નિકલ સ્પેસિફિકેશન
આ એપની સાઈઝ 10MBની છે. જોકે ઈન્સ્ટોલ્ડ થયા બાદ તે ફોનમાં 40MBથી 50MBની સ્પેસ લે છે. એપને અત્યાર સુધી 50 લાખથી વધારે ડાઉનલોડ્સ મળ્યા છે. એપ 5.1 ઓપરેટિંગ સિસ્ટમ અને તેની ઉપરનાં તમામ વર્ઝન પર સપોર્ટ કરે છે. એપને 4.3 સ્ટાર રેટિંગ મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...