તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોલ્ડ આઉટ:‘રેડમી નોટ 9 પ્રો મેક્સ’નો સેલ શરૂ થતાંની સાથે જ ગણતરીની મિનિટોમાં તમામ યુનિટ્સ વેચાઈ ગયાં

9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કંપનીના MD મનુકુમાર જૈને ટ્વીટ કરી તમામ યુનિટ્સનુ વેચાણ થયા હોવાની માહિતી શેર કરી
 • કંપની આવતા અઠવાડિયે ફોનને બીજો સેલ શરૂ કરશે
 • ફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 16,499 રૂપિયા છે
 • ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને કવૉલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર આપવામાં આવ્યું
 • ફોનમાં 64MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળે છે

ચાઈનીઝ ટેક કંપની શાઓમીના ‘રેડમી નોટ 9’ સિરીઝનાં સ્માર્ટફોન ‘રેડમી નોટ 9 પ્રો મેક્સ’નો પ્રથમ સેલ મંગળવારે બપોરે 12 વાગ્યે શરૂ થયો હતો. સેલ શરૂ થતાંની ગણતરીની મિનિટોમાં જ કંપનીના તમામ યુનિટ્સનું વેચાણ થઈ ચૂક્યું છે. જોકે આ યુનિટ્સનાં આંકડાઓ વિશે કંપનીએ કોઈ ખુલાસો કર્યો નથી. કંપનીના MD મનુકુમાર જૈને ટ્વીટ કરી આ માહિતી આપી છે.

ટ્વીટમાં મનુએ  ‘રેડમી નોટ 9 પ્રો મેક્સ’નો બીજો સેલ આવતાં અઠવાડિયે શરૂ થશે તેમ જણાવ્યું છે. આ ફોનનું લોન્ચિંગ માર્ચ મહિનામાં થયું હતું. લોન્ચિંગ કરતાં ફોનની કિંમતમાં વધારો થયો હોવા છતાં ગણતરી મિનિટોમાં ફોનનાં તમામ યુનિટ્સ વેચાઈ ગયા હતાં. ફોનમાં 64MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને કવૉલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ટેક રિસર્ચ ફર્મ કાઉન્ટ પોઈન્ટના રિસર્ચ અનુસાર, શાઓમી કંપની ભારતની નંબર 1 બ્રાન્ડ છે. કંપની સ્માર્ટફોન માર્કેટ શેરિંગમાં 30%થી વધારે શેરિંગ ધરાવે છે.

રેડમી નોટ 9 પ્રો મેક્સનાં વેરિઅન્ટ અને કિંમત

વેરિઅન્ટનવી કિંમત (રૂપિયામાં)જૂની કિંમત (રૂપિયામાં)
6 GB  + 64 GB16,49914,999
6 GB + 128 GB17,99916,999
8 GB  + 128 GB19,99918,999

‘રેડમી નોટ 9 પ્રો મેક્સ’નાં બેઝિક  સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.67-ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ 1080x2400 પિક્સલ

OS

એન્ડ્રોઈડ 10  વિથ MIUI11

પ્રોસેસર

કવૉલકોમ સ્નેપડ્રેગન 720G

રિઅર કેમેરા

64 MP+ 8 MP + 5 MP+ 2 MP

ફ્રન્ટ કેમેરા  

32 MP

રેમ

6GB/8GB

સ્ટોરેજ

64GB/128GB

બેટરી 

5020mAh વિથ ફાસ્ટ વૉટ ચાર્જિંગ

 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો