કેટલું રાશન મળી રહ્યું છે?:ઘરેબેઠા મળશે રાશનકાર્ડ સાથે જોડાયેલી તમામ માહિતી, બસ ડાઉનલોડ કરો 'Mera Ration' એપ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારે ભારતના લોકોને ઓછામાં ઓછા દરે રાશન આપવા માટે ઘણાં મોટા પગલાં લીધા છે. આ સંદર્ભમાં સરકારે 'વન નેશન વન રાશન કાર્ડ' (ONORC) જેવી સિસ્ટમ પણ શરૂ કરી છે. આ સાથે જ એક શહેરમાંથી બીજા શહેરમાં રોજીરોટી માટે જતાં રાશનકાર્ડધારકો હવે ગમે ત્યાંથી રાશન લઈ શકશે. આ ઉપરાંત 'Mera Ration' એપ દ્વારા કરોડો રેશનકાર્ડધારકો પોતાના રાશન સાથે જોડાયેલી તમામ માહિતી ઘરેબેઠા ફોન પર મેળવી શકે છે. જો તમે પણ ઘરેબેઠા 'Mera Ration' એપથી ફોન પર રાશનકાર્ડ સાથે જોડાયેલી માહિતી જાણવા માંગો છો તો અહીં જણાવેલી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસને ફોલો કરો.

'Mera Ration' એપ
'Mera Ration' એપ દ્વારા તમે રાશનકાર્ડની વિગતો, રાશનનો જથ્થો, છેલ્લાં છ મહિનાની લેવડ-દેવડ અને નજીકની વાજબી ભાવની દુકાનો જેવી માહિતી જોઈ શકો છો. આ એપનો ઉપયોગ કરવા માટે તમારે તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે.

'Mera Ration' એપ કેવી રીતે ડાઉનલોડ કરવી?
સ્ટેપ-1: ગૂગલ પ્લે સ્ટોર પર જઈને 'Mera Ration' એપ ડાઉનલોડ કરો.
સ્ટેપ-2: ત્યારબાદ Mera Ration ટાઇપ કરો અને સર્ચ કરો.
સ્ટેપ-3: હવે સર્ચ રિઝલ્ટમાં Mera Ration પર ક્લિક કરો.
સ્ટેપ-4: ત્યારબાદ ઇન્સ્ટોલ પર ટેપ કરવાથી ફોનમાં આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થશે.

રજીસ્ટ્રેશન
'Mera Ration' એપ પર રિજેક્શનની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. યુઝરે રજીસ્ટ્રેશન કરવા માટે પોતાનો રાશનકાર્ડ નંબર દાખલ કરવો પડશે. તમારો રેશનકાર્ડ નંબર દાખલ કર્યા પછી તમે સબમિટ બટન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરી શકે છે.

નજીકની વ્યાજબી ભાવની દુકાનની માહિતી
હવે તમારે નજીકની સરકારી રાશનની દુકાન શોધવાની તસ્દી લેવાની જરૂર નથી. 'Mera Ration' એપની મદદથી તમે સૌથી નજીકની વાજબી ભાવની દુકાનો શોધી શકો છો. લોકેશન ફીચરના માધ્યમથી આ એપ તમને સૌથી નજીકની વ્યાજબી કિંમતની દુકાનનું એડ્રેસ જણાવશે.

પાછળની લેવડ-દેવડ
જો તમે જોવા માંગતા હોવ કે, છેલ્લાં અમુક મહિનામાં તમે કેટલાં વ્યવહારો કર્યા છે તો તમે આ એપ્લિકેશનની મદદથી જાણી શકો છો. રાશનકાર્ડ નંબર નાખ્યા બાદ તમે છેલ્લાં છ મહિનાની લેવડ-દેવડ જોઈ શકો છો.

રાશનનો જથ્થો
આ એપની મદદથી તમે રાશનના જથ્થા સાથે જોડાયેલી માહિતી પણ મેળવી શકો છો. રાશનકાર્ડ ધારકોને ઘઉં અને ચોખા જેવી વસ્તુઓ આપવામાં આવે છે. આ તમામ સામગ્રી વિશેની માહિતી 'Mera Ration' એપ દ્વારા મેળવી શકાય છે.