ઇલોન મસ્ક અને પરાગ અગ્રવાલ વચ્ચે વાકયુદ્ધે 44 અબજ ડોલરની ટ્વિટર ડીલને અટકાવી દીધી છે. મસ્કે ટ્વિટરના CEO પરાગ અગ્રવાલ પાસે પુરાવા માંગ્યા છે. પરાગે દાવો કર્યો છે કે, સ્પામ એકાઉન્ટ્સની સંખ્યા ટ્વિટરના કુલ યુઝર્સના 5 ટકાથી ઓછી છે. મસ્કે કહ્યું કે, જ્યાં સુધી પુરાવા નહીં મળે ત્યાં સુધી સોદો આગળ વધશે નહીં. વાસ્તવમાં પરાગ અગ્રવાલે એક ડઝનથી વધુ ટ્વિટ કર્યા હતા. તેમાં, તે સમજાવી રહ્યો હતો કે કેવી રીતે ટ્વિટર સંભવિત સ્પામની 'હ્યુમન રિવ્યૂઝ' કરે છે. આ ટ્વીટ્સના જવાબમાં મસ્કે માત્ર 'પાઈલ ઓફ પૂ' ઈમોજી ટ્વિટ કરી હતી.
ફરી એકવાર ઇલોન મસ્ક અને CEO પરાગ અગ્રવાલ વચ્ચેના મતભેદ છાપરે ચડીને બહાર આવ્યા છે. ટ્વિટરના CEO પરાગ અગ્રવાલે સોમવારે એક લાંબી પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં પરાગ મસ્કને સમજાવી રહ્યા હતા કે ટ્વિટર સ્પામ અકાઉન્ટ્સને કઈ રીતે વ્યક્તિગત રીતે રિવ્યૂ કરે છે. મસ્ક સાથેના આ શાબ્દિક યુદ્ધમાં તેમણે લગભગ 13 ટ્વીટ કર્યાં હતાં, જેના જવાબમાં મસ્કે 'પાઈલ ઓફ પૂ' (‘છી’વાળું) ઈમોજી ટ્વીટ કર્યું હતું. યાને કે મસ્કે પરાગ અગ્રવાલની વાતને સદંતર નકારી કાઢી હતી. થોડીવાર પછી મસ્કે પોસ્ટના જવાબમાં પૂછ્યું કે પછી જાહેરાતકર્તાને કેવી રીતે ખબર પડશે કે તેમના પૈસાના બદલામાં તેમને શું મળી રહ્યું છે? આ ટ્વિટરના ફાઇનાન્શિયલ હેલ્થ માટે ફંડામેન્ટલ છે. ટેસ્લાના CEO પરાગની આખી પોસ્ટના જવાબમાં એટલું જ ઇચ્છે છે કે ટ્વિટર પરથી બોટ્સ દૂર થાય.
વાસ્તવમાં પરાગ અગ્રવાલે મસ્કના સ્પામ અથવા બોટ એકાઉન્ટ વિશેની એક ટ્વીટનો જવાબ આ્યો હતો. મસ્કે હાલના સમયમાં ટ્વિટરમાં ઘણા ફેરફારોની વાત કરી છે. મસ્ક તેમની સૂચના મુજબ કંપની ખરીદ્યા પછી માઇક્રોબ્લોગિંગ વેબસાઇટમાં ફેરફાર કરવા માગે છે. અત્યારે આ સોદો એટલા માટે સ્થગિત થયો છે, કારણ કે સ્પામ/બોટ્સ અંગે ટ્વિટર મેનેજમેન્ટનું વલણ ઇલોન પાસે આવતું હોય એવું લાગતું નથી.
મસ્કને ટ્વિટર મેનેજમેન્ટનો એટિટ્યુડ પસંદ આવી રહ્યો નથી
મસ્કે તાજેતરમાં જ ટ્વિટરમાં ફેરફાર અંગે વાત કરી હતી. મસ્ક ઈચ્છે છે કે કંપની ખરીદ્યા બાદ માઈક્રોબ્લોગિંગ વેબસાઈટમાં તેના કહેવા પ્રમાણે જ ફેરફાર થાય. આ કારણોસર અત્યારે આ ડીલ અટકી પડી છે કારણ કે સ્પામ/બોટ્સ અંગે ટ્વિટર મેનેજમેન્ટનું વલણ એલનને પસંદ હોય તેમ જણાતું નથી.
પરાગ અગ્રવાલે શું લખ્યું હતું?
ટ્વિટરના CEOએ ‘ડેટા, ફેક્ટ્સ અને કોન્ટેક્ટ્સ’ની મદદથી એક ડઝનથી વધુ ટ્વીટ્સમાં સ્પામ વિશે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કંપની દરરોજ 5 લાખથી વધુ સ્પામ એકાઉન્ટ સસ્પેન્ડ કરે છે. દર અઠવાડિયે કરોડો એકાઉન્ટ્સ લોક કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, ‘અમે સ્પામને પકડવામાં પર્ફેક્ટ નથી.’ અગ્રવાલના જણાવ્યા અનુસાર, છેલ્લાં ચાર ક્વાર્ટરના આંતરિક અહેવાલો દર્શાવે છે કે સ્પામ એકાઉન્ટ્સની સંખ્યા કુલ યુઝરબેઝના 5 ટકાથી વધુ નથી.
મસ્કે કેવો જવાબ આપ્યો?
અગ્રવાલે એક ટ્વીટમાં લખ્યું છે કે એકાઉન્ટના હ્યુમન રિવ્યૂમાં પબ્લિક અને પ્રાઇવેટ એમ બંને ડેટા (IP, ફોનનંબર, લોકેશન, બ્રાઉઝર, ઓનલાઇન એક્ટિવિટી)નો ઉપયોગ કરવામાં આવે છે. આના પર મસ્કે પૂછ્યું, ‘શું તમે તેમને (યુઝર્સને) કૉલ કરવાનો પ્રયાસ કર્યો છે?’ અગ્રવાલે કહ્યું હતુું કે ટ્વિટર પર ઘણાં બધાં સ્પામ એકાઉન્ટ્સ છે અને એનો અંદાજ બહારથી લગાવી શકાતો નથી, પરંતુ મસ્કે 'પાઇલ ઓફ પૂ' ઇમોજી ટ્વીટ કર્યું છે. જાણે તેઓ અગ્રવાલને એમ કહી રહ્યા હોય કે તમે બધું જ બગાડી રહ્યા છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.