તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અફોર્ડેબલ સ્માર્ટ ટીવી:ચાઈનીઝ બ્રાન્ડ્સને મળશે ટક્કર, અકાઈએ લોન્ચ કર્યું 43 ઈંચનું સસ્તું સ્માર્ટ ટીવી, જાણો કિંમત અને ફીચર્સ

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકાઈ ટીવી ફાયર ટીવી સોફ્ટવેર પર કામ કરે છે
  • આ ટીવી માત્ર એમેઝોન પર અવેલેબલ છે

અકાઈએ ભારતમાં 43 ઈંચનું ફુલ HD+ ફાયર ટીવી એડિશન લોન્ચ કરી છે. જાપાનની કંપનીનું આ નવું સ્માર્ટ ટીવી ફાયર ટીવી એડિશનનો ભાગ છે, જેમાં ભારતીય બ્રાન્ડ ઓનિડાના ટીવી પણ સામેલ છે. ઈનબિલ્ટ ફાયર ટીવી સપોર્ટ સાથે નવું અકાઈ સ્માર્ટ ટીવી એમેઝોનના મેડ ફોર ટીવી યુઝર ઈન્ટરફેસ પર રન કરે છે, જેમાં એમેઝોન પ્રાઈમ વીડિયો, નેટફ્લિક્સ અને યુટ્યુબ સહિતની એપ સપોર્ટ કરે છે.

અકાઈ 43 ઈંચ FHD ફાયર ટીવી એડિશન: ભારતમાં કિંમત

  • આ ટીવીની કિંમત 23,999 રૂપિયાનું છે. તે માર્કેટમાં અવેલેબલ શાઓમી, વનપ્લસ અને રિયલમી જેવી બ્રાન્ડના ટીવીને ટક્કર આપશે.
  • આ સેગમેન્ટમાં મોટે ભાગે ટીવી એન્ડ્રોઈડ સિસ્ટમ પર રન કરે છે. અકાઈ ટીવી ફાયર ટીવી સોફ્ટવેર પર રેન કરે છે. ટીવીની ખરીદી માત્ર એમેઝોન પરથી કરી શકાશે.
  • અકાઈએ જાહેરાત કરી છે કે આગામી મહિનાઓમાં વધારે સાઈઝના ઓપ્શનમાં પણ ફાયર ટીવી એડિશન રેન્જ અવેલેબલ થશે, જેમાં 32 ઈંચના મોડેલની કિંમત 14,999 રૂપિયા હશે.

અકાઈ 43 ઈંચ FHD ફાયર ટીવી એડિશન: સ્પેસિફિકેશન અને ફીચર્સ

  • 43 ઈંચના ફુલ HD (1920x1080 પિક્સલ) LED સ્ક્રીન સાથે ભારતમાં વોલ્યુમ ડ્રિવન નાની સ્ક્રીન સેગમેન્ટમાં સ્થિત છે. ટીવી એમેઝોનની ફાયરOS પર રન કરે છે, જે એમેઝોન પ્રાઈમ વીડિયો પર કેન્દ્રિત છે. આ ટીવી નેટફ્લિક્સ, યુટ્યુબ, હોટસ્ટાર અને એપલ ટીવી જેવાં OTT પ્લેટફોર્મ સપોર્ટ કરે છે.
  • ટીવીમાં 60Hz રિફ્રેશ રેટ, 178-ડિગ્રી વ્યૂ એંગલ અને 20 વૉટના સ્પીકર સાથે ડોલ્બી ઓડિયો અને DTS ટ્રુ સરાઉન્ડ સપોર્ટ મળે છે. કનેક્ટિવિટી માટે તેમાં 3 HDMI પોર્ટ અને 1 USB પોર્ટ મળે છે. ટીવીનું વોઈસ રિમોટ કમાન્ડ માટે ફાયર ટીવી યુઝર ઈન્ટરફેસ પર એલેક્સા સાથે કામ કરે છે. તેમાં એમેઝોન પ્રાઈમ વીડિયો, એમેઝોન મ્યુઝિક અને નેટફ્લિક માટે હૉટ કી પણ છે.