યુટ્યુબર તેલંગ સાથે Tech Talk:એક્સપર્ટ પાસેથી જાણો એવા SB-X350J બ્લુટૂથ સ્પીકરનો રિવ્યૂ, ક્લિયર સાઉન્ડ અને શાનદાર મ્યુઝિક એક્સપિરિઅન્સ મળશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે બ્લુટૂથ સ્પીકરની ખરીદી કરવાનો વિચાર કરી રહ્યા હો તો SB-X350J છોટા પેકેટ બડા ધમાકા સાબિત થશે. આ સ્પીકરની બોડી ભલે નાની હોય પરંતુ તે જબરદસ્ત સાઉન્ડ આપે છે. આવો જાણીએ તમારે આ સ્પીકર ખરીદવું જોઈએ કે નહિ.

ડિઝાઈન અને બિલ્ટ ક્વોલિટી
એવા SB-X350J ક્લાસી અને પ્રીમિયમ લુક આપે છે. તેની પિલ શૅપ બોડી ફુલી મેટાલિક છે. તેની ઉપર LED ડિસ્પ્લે છે. સાથે પાવર ઓન ઓફ સ્વિચ પણ મળે છે. તેમાં વોલ્યુમ કન્ટ્રોલર પણ મળે છે.

ઓડિયો આઉટપુટ અને પર્ફોર્મન્સ

આ સ્પીકર તમને ઘણા સરપ્રાઈઝ આપશે. તેની ઓડિયો ક્વોલિટી લાઉડ અને ક્લિયર છે. તેમાં ક્વૉલકોમ aptX HD સપોર્ટ મળે છે. તે ઘરની નાની મોટી પાર્ટી માટે સારો ઓપ્શન છે. જોકે આ સ્પીકરનું બેટરી પર્ફોર્મન્સ એટલું સારું નથી તે માત્ર 3-4 કલાકનું બેટરી બેકઅપ આપે છે. તેની ચાર્જિંગ સ્પીડ પણ સ્લો છે. ફુલ ચાર્જ થવામાં તે 15 કલાકનો ટાઈમ લે છે.

આ સ્પીકર કોના માટે બેસ્ટ?
એવા X350J પ્રીમિયમ લુકિંગ બ્લુટૂથ સ્પીકર છે. તેમાં બ્લુટૂથ 5.0નો સપોર્ટ મળે છે. તમારા લેપટોપ કે ડેસ્કટોપ માટે કે હાઉસ પાર્ટી માટે આ સારો ઓપ્શન બની શકે છે. તમારે આઉટરડોર લોકેશન પર મ્યુઝિકની મજા લેવી હોય તો આ સ્પીકર સારો ઓપ્શન નથી. કારણ કે 17,990 રૂપિયામાં તમને આનાથી ઘણાં સારા સ્પીકર્સ મળી જશે.