તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિયોની શાન જોખમમાં:એરટેલે સતત 5મા મહિને સૌથી વધુ ગ્રાહકો પોતાના કર્યા, તો Viએ 56.9 લાખ સબસ્ક્રાઈબર્સ ગુમાવ્યા

9 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભારતી એરટેલ સતત પાંચમા મહિને સૌથી વધારે વાયરલેસ યુઝર્સ કનેક્ટ કરનાર ટેલિકોમ કંપની બની છે. ડિસેમ્બરમાં 40.5 લાખ વાયરલેસ સબસ્ક્રાઈબર્સ કંપની સાથે જોડાયા છે. તેનાથી કંપનીનો યુઝરબેઝ 33.87 કરોડ થયો છે. આ ક્રમમાં એરટેલ પછી રિલાયન્સ જિયો આવે છે. તેના નવા 4,78,917 સબસ્ક્રાઈબર્સ જોડાયા છે આ સાથે જ કંપનીનો યુઝરબેઝ 40.877 કરોડ થયો છે.

આટલી મોટી સંખ્યામાં નવા યુઝરને પોતાની તરફ કરી એરટેલે રિલાયન્સ જિયો સાથેનું પોતાનું અંતર ઓછું કર્યું છે. રિલાયન્સ જિયોનો વાયરલેસ માર્કેટ શેર ડિસેમ્બરમાં 35.43% હતો અને ત્યારબાદ 29.36% માર્કેટ શેર એરટેલનો છે.

vi અને BSNLના ગ્રાહકોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે
ડિસેમ્બરમાં વોડાફોન આઈડિયાના 56.9 લાખ યુઝર્સે કંપની છોડવાનું નક્કી કર્યું. Viનો યુઝરબેસ ઘટીને 28.425 કરોડ થયો છે. BSNLએ પણ ડિસેમ્બરમાં તેના 2,53,330 ગ્રાહકો ગુમાવ્યા છે. આ સાથે જ કંપનીનો યુઝરબેઝ 11.861 કરોડ થયો છે.

2G યુઝર્સને આકર્ષિત કરી રહી છે કંપનીઓ

 • વાયરલેસ બ્રોડબેન્ડ યુઝર્સ (4G)ના સંદર્ભમાં, જિયોનો યુઝરબેસ 40.877 કરોડ છે. ત્યારબાદ 17.619 કરોડ સાથે એરટેલ અને 12.077 કરોડ સાથે વોડાફોન આઈડિયા છે.
 • 4G યુઝર્સને પોતાની તરફ આકર્ષવા માટે કંપનીઓમાં હવે કોમ્પિટિશન વધ્યું છે. કારણ કે મોબાઈલ ઓપરેટર વધારેમાં વધારે યુઝર્સને પોતાની તરફ કરવા માટે અપગ્રેડેશન કરતાં રહે છે. હાલ આશરે 30 કરોડ 2G યુઝર્સ છે, જે મુખ્ય રીતે એરટેલ, BSNL અને વોડાફોન આઈડિયાના નેટવર્ક પર છે.
 • જિયોના ઓછી કિંમતવાળા 4G સ્માર્ટફોન લોન્ચ થવાના અહેવાલો આવ્યા હતા, પરંતુ હવે તેના વિશે કોઈ વધુ જાણકારી નથી મળી. એરટેલે પોતાના 2G યુઝર્સને આકર્ષવા ટેરિફ પ્લાન આપીને 4Gમાં અપગ્રેડ કરી રહ્યું છે.
 • એટરટેલના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર-ડિસેમ્બરમાં 1.42 કરોડ 4G યુઝર્સ જોડાયા હતા. અમે પોતાના 2G બેઝને અપગ્રેડ કરી રહ્યા છીએ. ભારતીય એરટેલના CEO ગોપાલ વિટ્ટલના જણાવ્યા પ્રમાણે, કોમ્પિટશનથી મૂવમેન્ટ થાય છે, થોડું પોર્ટિંગ થાય છે અને કેટલાક એવા ગ્રાહક હોય છે જે નવી શ્રેણીમાં પણ આવે છે.

નેટવર્ક બદલી રહ્યા છે ગ્રાહક, ડિસેમ્બરમાં MNP રિક્વેસ્ટ 82 લાખ હતી
વોડાફોન, આઈડિયા, જે સતત 2G ગ્રાહકો ખોઈ રહ્યા છે, ડિસેમ્બરમાં બંને કંપનીઓએ લગભગ 1.90 લાખ વાયરલેસ બ્રોડબેન્ડ યુઝર્સને ગુમાવ્યા. જોકે હાલ ગ્રાહકોની વધારે મૂવમેન્ટ છે, છેલ્લા કેટલાક મહિનાથી MNP (મોબાઈલ નંબર પોર્ટબિલિટી) રિક્વેસ્ટ પણ સતત વધી રહી છે. MNP રિકવેસ્ટ ડિસેમ્બરમાં 82 લાખ હતી. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, વધતી જતી રિક્વેસ્ટથી અંદાજ લગાવી શકાય છે કે ગ્રાહક સારી ડિલ મેળવવા માટે ઝડપથી ટેલિકોમ નેટવર્ક બદલી રહ્યા છે.

વાયરલાઈન બ્રોડબેન્ડ ગ્રાહકોમાં જિયો સૌથી આગળ
રિલાયન્સ જિયોના વાયરલાઈન બ્રોડબેન્ડ ગ્રાહકો સૌથી વધારે છે. જિયોએ ડિસેમ્બરમાં લગભગ 2 લાખ વાયરલાઈન બ્રોડબ્રેન્ડ યુઝર્સને પોતાની તરફ કર્યા હતા અને ત્યારબાદ એરટેલ છે, જેના 80,000 વાયરલાઈન બ્રોડબેન્ડ યુઝર્સ છે. ડિસેમ્બર સુધી BSNLનો વાયરલાઈન બ્રોન્ડબેન્ડ બેઝ 77 લાખ, એરટેલનો 28.1 લાખ અને રિલાયંસ જિયોનો વાયરલાઈન બ્રોડબ્રેન્ડ બેઝ 20.7 લાખ હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો