મોબાઈલ યુઝર્સને ઝટકો:એરટેલના ગ્રાહકોએ હવે વધારે ખિસ્સું ખાલી કરવું પડશે, કંપની ટૂંક સમયમાં પ્રીપેઈડ પ્લાનની કિંમત વધારશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે એરટેલના ગ્રાહક છો તો તમારા માટે એક માઠા સમાચાર છે. કંપનીના એક ટોપ લેવલના અધિકારીએ જણાવ્યું કે કંપની ફરી ટેરિફ પ્લાન મોંઘા કરી શકે છે. કંપનીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે કંપની કિંમત વધારવામાં જરાય સંકોચ નહીં દર્શાવે. કંપનીનો હેતુ ARPU (એવરેજ રેવન્યૂ પર યુઝર)ને 200 રૂપિયા સુધી પહોંચાડવાનો છે.

જૂન મહિના પછી મોંઘા થઈ શકે છે પ્લાન
ભારતી એરટેલના ભારત અને દક્ષિણ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO ગોપાલ વિઠ્ઠલે જણાવ્યું કે, 'મને લાગે છે કે 2022માં ભાવ વધશે જોકે તેના અમલમાં 3-4 મહિના લાગી શકે છે.'

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ભાવવધારો કર્યો હતો
એરટેલે 26 નવેમ્બરે તેના પ્રીપેડ પ્લાન્સની કિંમતમાં 25%નો ભાવવધારો અમલી કર્યો હતો. ગયા વર્ષે જુલાઈ મહિનામાં કંપનીએ પોસ્ટપેઈડ પ્લાનની કિંમત વધારી હતી.

વાર્ષિક આધારે 18.1% યુઝર વધ્યા
વિઠ્ઠલે જણાવ્યું કે, આશા છે કે કંપનીનો ARPU 2022માં જ વધીને 200 રૂપિયાનો થાય. આગામી વર્ષોમાં આ આંકડો 30 રૂપિયાએ લઈ જવાનું કંપનીનું લક્ષ્ય છે. 2021ના છેલ્લા ક્વાર્ટરમાં એરટેલના 4G ગ્રાહકોમાં 18.1%નો વાર્ષિક વધારો થયો છે.

દેશમાં એરટેલ નેટવર્ક પર પ્રતિ યુઝર ડેટાનો ઉપયોગ 11.7% વધી 18.28GB પહોંચ્યો છે. કંપની તેના ડિવાઈસ અપડેટ કરવા, નેટવર્ક અને ક્લાઉડ બિઝનેસ માટે 30 કરોડ ડોલર (આશરે 2250 કરોડ રૂપિયા)નો ખર્ચો કરશે.

Viના પ્લાન પણ મોંઘા થશે
કંપનીના ટોપ લેવલના અધિકારીએ Viના પ્લાન મોંઘા થવાની હિન્ટ આપી હતી. જોકે ભાવવધારો ગયા વર્ષનો ટેરિફ હાઈક અને માર્કેટ રિએક્શન પર આધાર રાખશે. કંપનીએ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં તેના પ્રીપેઈડ પ્લાન્સમાં 20થી 25%નો વધારો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...