તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હેકર્સના એક ગ્રુપે જમ્મુ કાશ્મીરમાં ભારતી એરટેલના નેટવર્કનો ઉપયોગ કરી રહેલા સૈનિકોનો ડેટા લીક કર્યો છે. જોકે કંપની પોતાની સિસ્ટમમાં કોઈ પણ પ્રકારના હેકિંગથી ઈનકાર કરી રહી છે. આ હેકર્સ ગ્રુપનું નામ રેબિટ ટીમ છે.
હેકર્સે સાયબર સિક્યોરિટી રિસર્ચર રાજશેખર રાજહરિયાના એક ટ્વીટના જવાબમાં આ વેબ પેજની કેટલીક લિંક શેર કરી છે અને કેટલાક મીડિયા ફર્મને પણ ટેગ કર્યા છે. આ વિશે ભારતીય સેનાને મોકલેલા સવાલનો જવાબ મળ્યો નથી. જોકે સેનાના એક અધિકારીએ કહ્યું કે, અમને આ પ્રકારની સૂચના મળી નથી, પરંતુ એવું લાગી રહ્યું છે કે કેટલાક સ્વાર્થી તત્વોએ ખોટા ઈરાદાથી આ કામ કર્યું છે.
એરટેલે હેકિંગનો ઈનકાર કર્યો
આ વિશે ભારતી એરટેલના પ્રવક્તાએ પોતાના સર્વરમાં કોઈ પણ પ્રકારના હેકિંગથી ઈનકાર કર્યો છે. પ્રવક્તાએ કહ્યું કે, અમે એ વાતની પુષ્ટિ કરી શકીએ છીએ કે એરટેલ સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનું હેકિંગ થયું નથી, જેની આ હેકર્સ ગ્રુપ દાવો કરી રહ્યું છે.
રેગ્યુલેટરી જરૂરિયાતો પ્રમાણે, એરટેલના બહારના ઘણા સ્ટેકહોલ્ડર્સની ડેટા સુધી પહોંચ હોય છે. અમે સંબંધિત અધિકારીઓને આ વિશે માહિતી આપી દીધી છે અને તેમણે તપાસ શરૂ કરી છે. પ્રવક્તાએ કહ્યું કે, આ ગ્રુપ છેલ્લા 15 મહિનાથી અમારી ટીમના સંપર્કમાં છે અને સતત વિરોધાભાસી દાવા કરી રહ્યું છે. ગ્રુપ ખોટા ડેટા પોસ્ટ કરી રહ્યું છે. હેકર દ્વારા શેર કરવામાં આવેલી લિંકમાં ગ્રાહકોના નામ, મોબાઈલ નંબર અને એડ્રેસ છે. જોકે થોડા સમય બાદ આ લિંકે કામ કરવાનું બંધ કર્યું છે.
વિશ્વસનીય પ્રમાણ આપવામાં હેકર્સ સફળ રહ્યા નથી: રાજહરિયા
રેડ રેબિટ ટીમે એક મીડિયા ફર્મને મોકલેલા પોતાના મેસેજમાં દાવો કર્યો કે તેની આખા ભારતના એરટેલ ડેટાબેઝ સુધી પહોંચ છે અને જલ્દી તે આ તમામ ડેટા લીક કરશે. રાજહરિયાએ કહ્યું કે હેકર ગ્રુપ પૂરાવા આપવામાં વિફળ રહ્યું છે કે તેની પાસે એરટેલના પેન ઈન્ડિયા લેવલનો ડેટાબેઝ છે અને તે પણ સ્પષ્ટ નથી કે સબસ્ક્રાઈબર્સનો ડેટા મળ્યો છે કે કેમ. તેમના શેલ અપલોડનો દાવો પણ ખોટો હોઈ શકે છે. SDR પ્રોર્ટલનો વીડિયો અસલ લાગે છે, પરંતુ ડેટાનો નાનકડો ભાગ આ માધ્યમથી લીક થઈ શકે છે. તે હજુ પણ સ્પષ્ટ નથી કે આ ગ્રુપે જમ્મુ કાશ્મીરના સબસ્ક્રાઈબર્સ સુધીની પહોંચ હાંસલ કરી છે. રાજહરિયાએ કહ્યું કે, હેકર પાકિસ્તાનના પણ હોઈ શકે છે.
શું હોય છે SDR?
ટેલિકોમ ઓપરેટર્સને સબસ્ક્રાઈબર ડેટા રજિસ્ટ્રેશન (SDR) પોર્ટલની સરકાર અને કાયદા પ્રવર્તન એજન્સીઓને એક્સેસ આપવાની આવશ્યકતા હોય છે. તેનાં માધ્યમથી ફોન નંબર અને સબસ્ક્રાઈબર્સ ડિટેલ્સને વેરિફાઈ કરવામાં આવે છે.
આ પહેલાં પણ એરટેલ સબસ્ક્રાઈબર્સના ડેટા લીક થઈ ચૂક્યા છે
ફેબ્રુઆરીની શરૂઆતમાં રાજશેખર રાજહરિયાએ કહ્યું હતું કે એરટેલના 25 લાખ યુઝર્સનો ડેટા લીક થયો છે. તેમાં યુઝર્સનો નંબર, નામ, એડ્રેસ, શહેર, આધાર કાર્ડ નંબર અને જાતિ સહિતની માહિતી સામેલ છે. રાજહરિયા અનુસાર, હેકર્સ એ કહેવા માગતા હતા કે તેમની પાસે ભારતના તમામ એરટેલ યુઝર્સનો ડેટા છે અને તેને ગ્રુપ વેચવા માગે છે. હેકર્સે એરટેલ સિક્યોરિટી ટીમ સાથે વાતચીત કહી તેમને બ્લેકબેક કરવાનો પ્રયાસ કર્યો છે. હેકર્સે 3500 ડોલર્સના બિટકોઈનની માગણી કરી હતી. જોકે વાત ન માનવા પર હેકર્સે યુઝર્સનો ડેટા ડાર્ક વેબ પર વેચવા માટે મૂક્યો હતો. તેમણે તેના માટે એક વેબસાઈટ પણ બનાવી હતી. અહીં તેમણે યુઝર્સ ડેટાના સેમ્પલ પણ બતાવ્યા હતા..
રાજહરિયાનું ટ્વીટ
Another Big Data Breach? A Hacker Group alleged uploaded "shell" in @airtelindia Server. Now selling all India Airtel subscribers data including Aadhaar Number. Posted 2.5 Million as sample data. (in Jan 2021)#InfoSec #DataLeak #GDPR #databreaches #dataprotection #DataPrivacyDay pic.twitter.com/uxWopfKU0M
— Rajshekhar Rajaharia (@rajaharia) February 2, 2021
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.