તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Airtel Brings Rs. 456 Prepaid Recharge Plan With 50GB Data, Unlimited Calls To Compete With Jio’s Rs. 447 Pack

એરટેલનો નવો 4G પ્લાન:456 રૂપિયાના પ્લાનમાં 50GB ડેટા સાથે એમેઝોન પ્રાઈમનું સબસ્ક્રિપ્શન ફ્રી, જિયોના 447 રૂપિયાના પ્લાનથી ટક્કર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પ્લાનમાં ઓનલાઈન કોર્સ માટે શૉ એકેડેમીના 1 વર્ષનો એક્સેસ પણ મળશે
  • આ પ્લાનની વેલિડિટી 60 દિવસની છે

ભારતી એરટેલે પોતાના પ્રીપેડ પ્લાનનો પોર્ટફોલિયો વધારતાં 456 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં 50GB ડેટા 50 દિવસની વેલિડિટી સાથે મળશે. આ પ્લાનની ટક્કર જિયોના 447 રૂપિયાના પ્લાન સાથે થશે.

એરટેલ પોતાના નવા પ્લાન સાથે એમેઝોન પ્રાઈમ વીડિયો, એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ અને વિન્ક મ્યુઝિક સર્વિસ પણ ઓફર કરે છે. પ્રાઈસબાબાના રિપોર્ટ પ્રમાણે, એરટેલના આ પ્લાનનો બેનિફિટ કંપનીની સાઈટ પરથી લઈ શકાશે. પ્લાનને પેટીએમ, ગૂગલ પે સહિતની થર્ડ પાર્ટી એપ્સ પરથી પણ ખરીદી શકાશે.

એરટેલના 456 રૂપિયાના પ્લાનના બેનિફિટ્સ

  • એરટેલના આ પ્લાનમાં 50GBનો ડેટા 60 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ પણ મળે છે. પ્લાનનો ડેટા પૂરો થઈ ગયા બાદ યુઝરે 50 પૈસા પ્રતિ MB ખર્ચવા પડશે. તો 1 રૂપિયા લોકલ અને 1.5 રૂપિયા નેશનલ SMS માટે આપવા પડશે.
  • પ્લાન સાથે 30 દિવસનું એમેઝોન પ્રાઈમ વીડિયો મોબાઈલ એડિશનનું ફ્રી ટ્રાયલ સાથે એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ અને વિન્ક મ્યુઝિકનું સબસ્ક્રિપ્શન પણ મળશે. પ્લાન પર કંપની ફ્રી કોલર ટ્યુન પણ ઓફર કરી રહી છે. ફાસ્ટેગ માટે 1000 રૂપિયાનું કેશબેક મળશે. ઓનલાઈન કોર્સ માટે શૉ એકેડેમીના 1 વર્ષનો એક્સેસ પણ મળશે.

જિયોના 447 રૂપિયાના પ્લાનથી ટક્કર
એરટેલના 456 રૂપિયાના પ્લાનની સરખામણી જિયોના 447 રૂપિયાના પ્લાનથી થઈ રહી છે. આ પ્લાનમાં જિયો 50GB હાઈ સ્પીડ ડેટા સાથે અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ડેઈલી 100 SMS આપે છે. આ પ્લાનની વેલિડિટી 60 દિવસની છે. તેમાં યુઝરને જિયો ટીવી, જિયો સિનેમા, જિયો ન્યૂઝ, જિયો સિક્યોરિટી, જિયો ક્લાઉડનો એક્સેસ મળે છે.