• Gujarati News
  • Utility
  • Gadgets
  • Airtel Becomes The First Company In The Country To Trial 5G In Villages, Now It Will Get 10 Times More Downloading Speed Than 4G

5G ટ્રાયલ:એરટેલ ગામડાંમાં 5Gની ટ્રાયલ કરનારી દેશની પહેલી કંપની બની, હવે 4G કરતાં 10 ગણી વધુ ડાઉનલોડિંગ સ્પીડ મળશે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં ઘણા સમયથી 5G આવી રહ્યું છે એ વિશે ચર્ચાઓ ચાલી રહી છે. ઘણી ટેલિકોમ કંપનીઓએ તો 5G પર ટેસ્ટિંગ અને ટ્રાયલ પણ શરૂ કરી દીધાં છે. જો કે, અત્યાર સુધી એક ચર્ચા એવી પણ હતી કે પહેલાં 5G ઇન્ટરનેટ સ્પીડ ફક્ત શહેરમાં રહેતા લોકો માટે જ ઉપલબ્ધ થશે. પરંતુ હવે આ ગેરમાન્યતા એરટેલ ખોટી સાબિત કરી દીધી છે. એરટેલ કંપનીએ ભારતના ગામડાંમાં 5Gની ટ્રાયલ શરૂ કરી છે. કંપનીએ કહ્યું કે, તે દિલ્હી NCRની હદમાં આવેલા ભાઈપુર બ્રાહ્મણ ગામમાં આ ટ્રાયલ કરી રહી છે. એરટેલ આ ટ્રાયલ એરિક્સન કંપની સાથે મળીને કરી રહી છે. આ પહેલીવાર હશે જ્યારે કોઈ ટેલિકોમ કંપની ગામમાં 5Gનું ટેસ્ટિંગ કરી રહી છે. DoTના જણાવ્યા અનુસાર, 5G ટેકનોલોજીમાં 4G ટેકનોલોજી કરતાં 10 ગણી વધુ સારી ડાઉનલોડ સ્પીડ મળશે એવી અપેક્ષા છે.

એરટેલ અને એરિક્સને ભેગાં થઇને ટ્રાયલ કરી
થોડા મહિના પહેલાં ભારતીય એરટેલ અને એરિક્સને પાર્ટનરશીપ કરી હતી. જેથી, 5G નેટવર્કની ઇન્ટરનેટ સ્પીડ 1GB/s કરતાં પણ વધારી શકાય. બંને મળીને દિલ્હી NCRના સાઇબર હબ ગુડગાંવમાં ટ્રાયલ કરી ચૂક્યાં છે. આ ટેસ્ટિંગ 3500 MHz કેપેસિટીવાળી ટ્રાયલ સ્પેક્ટ્રમ પર કરવામાં આવ્યું હતું. એરટેલ ટ્રાયલ દરમિયાન કંપની 1Gbps કરતાં વધુ સ્પીડ મેળવી ચૂકી છે, જે દેશમાં 4G નેટવર્ક પર મળતી સ્પીડ કરતાં વધુ છે.

5G દ્વારા ક્લાઉડથી યુઝર્સ કનેક્ટ થઈ શકશે
5G સેલ્યુલર ટેક્નોલોજીમાં લેટેસ્ટ ટેક્નોલોજી છે. 5G હેઠળ યુઝર્સને વધુ સ્પીડ અને વધુ ફ્લેક્સિબિલિટી મળશે. 5G સેલ્યુલર ટેક્નોલોજીની વાત કરીએ તો આ ક્લાઉડ સાથે યુઝરને કનેક્ટ કરશે. 5G એક નવી પ્રોસેસ દ્વારા વન સિંગલ ડિજિટલ સિગ્નલને અનેક ચેનલ્સમાં મોકલશે. તેનાથી ઇન્ટરનેટની સારી સ્પીડ તો મળશે જ પણ સાથે તેના ઓટોમેશનને પણ નવું રૂપ મળશે.
સ્પીડ સિવાય પણ 5G અનેક જગ્યાએ કામમાં આવશે. તેનાથી કનેક્ટિવિટી તો સારી થશે જ પણ સાથે 5G ટેક્નોલોજીની મદદથી ડ્રાઇવરલેસ કારનું સપનું સાકાર કરવામાં સરળતા રહેશે. આ હેલ્થકેર, વર્ચ્યુઅલ રિયાલિટી, ક્લાઉડ ગેમિંગને પણ ઇઝી બનાવશે.

ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ સર્વિસનો પણ ફાયદો ઉઠાવી શકાશે
આ ટ્રાયલથી એ મર્યાદા તોડવામાં મદદ મળશે જે વિશે માત્ર વિચારવામાં જ આવે છે કે 5G અત્યારે ફક્ત શહેરોમાં જ લાવવામાં આવશે. ગામડાં અને શહેરો વચ્ચે ડિજિટલ ડિવાઇડરની વાત થાય છે, જે દૂર થઈ જશે. 5Gની મદદથી યુઝર્સને સારું મોબાઇલ બ્રાંડ કનેક્શન મળશે અને તે ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ સર્વિસનો પણ ફાયદો ઉઠાવી શકશે. જો કે, ટ્રાયલ દરમિયાન સામાન્ય લોકો 5G ઇન્ટરનેટનો ઉપયોગ નહીં કરી શકે.

અન્ય સમાચારો પણ છે...