સેલિબ્રેશનના સાઈડ ઈફેક્ટ્સ:દિવાળીની રાતે ફોડેલા ફટાકડાએ નવાં વર્ષે પ્રદૂષણ વધાર્યું, ઘરની બહાર નીકળતા પહેલાં આ રીતે તમારાં શહેરનું પોલ્યુશન લેવલ ચકાસો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફટાકડાને કારણે હવા અશુદ્ધ બનવાથી તમારાં સ્વાસ્થ્યને નુક્સાન થાય છે
  • AQI લેવલ ચેક કરી તમે હવાની શુદ્ધતા જોઈ શકો છો

દિવાળીની રાતે તમે મનભરીને ફટાકડા ફોડ્યા હશે. તમારા ફોડેલા ફટાકડાથી આકાશ ભલે થોડી સેકન્ડ્સ માટે ઝગમગતું બન્યું હોય પરંતુ તેની સાથે તમારા શહેરની હવા પણ પ્રદૂષિત બની છે. દેશમાં દિવાળીની રાતે એટલું બઘુ પ્રદૂષણ હોય છે કે આગલા દિવસે બેસતાં વર્ષનો દિવસ તમને બીમાર કરી શકે છે. જો તમે આજે ઘરની બહાર નીકળી રહ્યા હો તો તમારે પહેલાં AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) તપાસવો જરૂરી છે. આ કામ તમે તમારા સ્માર્ટફોનથી ગણતરીની સેકન્ડ્સમાં કરી શકો છો.

ફટાકડામાં વિવિધ રંગોની રોશની માટે તેમાં અલગ અલગ પ્રકારના કેમિકલ ઉમેરાય છે. આ કેમિકલને કારણે પર્યાવરણની સાથે આપણાં સ્વાસ્થ્યને પણ નુક્સાન થાય છે. ફટાકડાનો ધૂમાડો વત્તા હવામાં રહેલી ધૂળ તમારા શ્વાસમાં જાય તો તમને નુક્સાન થઈ શકે છે. એક જાગૃત નાગરિક તરીકે તમે બહાર નીકળતાં પહેલાં શ્વાસમાં જતી હવાની ક્વોલિટી તપાસો તે જરૂરી છે.

પોલ્યુશન લેવલ ચેક કરતી એપ્સ

ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર AQI જણાવતી ઘણી એપ્સ અવેલેબલ છે. આ એપ્સ ઈન્સ્ટોલ કરી તમે તમારું શહેર પસંદ કરી શકો છો.

આ એપ્સની સાઈઝ એન્ડ્રોઈડ સિસ્ટમમાં ઓછી છે. IQAir AirVisual એપની એક્ચ્યુઅલ સાઈઝ 27 MBની છે. જોકે તેમાં ડેટા ઉમેરવાથી અને અપડેટ્સને કારણે તેની સાઈઝ વધી 70 MBની થઈ જાય છે.

એપ્સની વર્કિંગ પ્રોસેસ
એપ ઈન્સ્ટોલ કર્યા બાદ તે કેટલીક પરમિશન માગે છે. તે તમારાં લોકેશનનો એક્સેસ માગશે. આ એપ્સ પોલ્યુશન કેટલું જોખમી છે તે પ્રમાણે રંગ દર્શાવે છે. લાઈટ ગ્રીન કલરનો અર્થ હવા શુદ્ધ છે અને ડાર્ક રેડ કલર જણાવે છે કે હવા સૌથી અશુદ્ધ છે.

કલર કોડિંગથી પોલ્યુશન લેવલ ચેક કરો

IQAir AirVisual એપના ઉદાહરણથી સમજીએ તો. આ એપમાં અમે પુડુપટ્ટી, પુડુચેરી, મુંબઈ અને દિલ્હી શહેરની પસંદગી કરી છે. એપમાં પુડુપટ્ટીના AQIને ગ્રીન કલર મળ્યો છે. જ્યારે પુડુચેરી ઓરેન્જ કલર સાથે AQI 55 છે. મુંબઈ લાલગુમ બનેલું છે. તેનું AQI 177 છે. દિલ્હીનો AQI 192 છે. અર્થાત આ શહેરની હવા ઘણી ઝેરી છે.

અન્ય સમાચારો પણ છે...