ટેલિકોમ કંપનીઓને મોટી રાહત:AGR મામલે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો, તમામ કંપનીઓને બાકી રકમ ચૂકવવા માટે 10 વર્ષનો સમય આપ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે કહ્યું કે, ટેલિકોમ કંપનીઓએ બાકી રહેલી રકમનાં 10%ની ચૂકવણી એડવાન્સમાં કરવી પડશે
  • ટેલિકોમ કંપનીઓએ 1.69 લાખ કરોડ રૂપિયા સરકારને ચૂકવવાના બાકી

AGR (એડ્જસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ)ના કેસમાં સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ભારતી એરટેલ, વોડાફોન, આઈડિયા અને ટાટાની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. ટેલિકોમ કંપનીઓએ કહ્યું કે, AGRની બાકી રકમની ગણતરી ખોટી રીતે કરવામાં આવી છે. તેથી યોગ્ય ગણતરીના આદેશ આપવામાં આવ્યા છે.

કોર્ટે AGR ચૂકવવા માટે કંપનીઓને 10 વર્ષનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, ટેલિકોમ કંપનીઓએ બાકી રહેલી રકમનાં 10%ની ચૂકવણી એડવાન્સમાં કરવી પડશે. દર વર્ષે સમયસર હપતા આપવા પડશે. તેથી કોર્ટે 7 ફેબ્રુઆરીનો સમય નક્કી કર્યો. તમામ કંપનીઓને દર વર્ષે આ તારીખે જ હપતો આપવાનો રહેશે. જો આમ ન થાય તો કંપનીઓએ વ્યાજ આપવાનું રહેશે.

ટેલિકોમ કંપનીઓએ 1.69 લાખ કરોડ રૂપિયા સરકારને ચૂકવવાના બાકી
AGRની બાકી રહેલી રકમ 1.69 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે અત્યાર સુધી 15 ટેલિકોમ કંપનીઓએ માત્ર 30,254 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે. ટેલિકોમ કંપનીઓએ AGRની બાકી રકમ માટે 15 વર્ષનો સમય માગ્યો હતો. સુપ્રીમ કોર્ટે AGR પર પ્રથમ નિર્ણય 24 ઓક્ટોબર, 2019ના રોજ સંભળાવ્યો હતો. ત્યારબાદ વોડાફોન-આઈડિયાએ કહ્યું હતું કે, જો તેને બેલઆઉટ ન કરવામાં આવી તો તેણે ભારતમાં પોતાનો કારોબાર બંધ કરવો પડશે.

વોડાફોન-આઈડિયાએ 53 હજાર કરોડ રૂપિયા આપવાના બાકી
AGR અર્થાત એડ્જસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેલિકોમ કંપનીઓ પાસેથી લેવામાં આવતી યુસેઝ અને લાયસન્સિંગ ફી છે. તેના બે ભાગ હોય છે- સ્પેક્ટ્રમ યુસેઝ ચાર્જ અને લાયસન્સિંગ ફી. એરટેલ પર 35 હજાર કરોડ, વોડાફોન આઈડિયા પર 53 હજાર કરોડ અને ટાટા ટેલિસર્વિસ પર આશરે 14 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.

અન્ય સમાચારો પણ છે...