ટેક ન્યુઝ:ટેલિગ્રામ અને ટ્વિટર પછી Snapchat પણ ‘પેઇડ સબ્સ્ક્રિપ્શન’ ફીચર પર કામ કરી રહ્યું છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોશિયલ મીડિયાના લોકપ્રિય માધ્યમોમાંનું એક Snapchat, યુઝર્સ માટે પેઇડ સબ્સ્ક્રિપ્શનનું ટેસ્ટિંગ કરી રહ્યું હોવાના અહેવાલ છે. તાજેતરના લીક્સમાં અગાઉના અહેવાલો બદલાયા છે, જે સૂચવતા હતાં કે, Snapchat પોતાની એપનું એક ન્યુ વર્ઝન ડેવેલોપ કરી રહ્યું છે. તાજેતરમાં, Snapchat એ સ્ટોરીઝનું એક નવું ફીચર બહાર પાડ્યું છે, જે યુઝર્સને ઈન્સ્ટાગ્રામ જેવી ક્ષણો શેર કરવાની સુવિધા આપે છે. ફોટો મેસેજિંગ પ્લેટફોર્મ Snapchatની મુખ્ય કંપની Snap Inc હાલમાં ‘Snapchat Plus’ નું પરીક્ષણ કરી રહી છે, જે એક પેઇડ સબ્સ્ક્રિપ્શન મોડ્યુલ છે, જે યુઝર્સને ફીચર્સ તેમજ અન્ય ટૂલ્સની વહેલી તકે ઍક્સેસ આપશે.

ધ વર્જના જણાવ્યા મુજબ હાલ સબ્સક્રિપ્શન ફીચર ટેસ્ટિંગ મોડ હેઠળ છે. આ સમાચાર સૌથી પહેલા એલેસેન્ડ્રો પાલુઝી નામના એક ટ્વિટર યુઝરે આપ્યા હતા, જે એક મોબાઇલ ડેવલપર અને રિઝર્વ એન્જિનિયર છે. અન્ય મેસેજિંગ એપ્લિકેશન્સની જેમ Snapchat પણ પેઇડ સબ્સ્ક્રિપ્શન્સ સાથે નવું વર્ઝન લોન્ચ કરવાનું નક્કી કર્યું. તાજેતરમાં, ટેલિગ્રામ પણ તેના પેઇડ સબ્સ્ક્રિપ્શન્સ શરૂ કરે તેવું લાગે છે. એપલની કડક પ્રાઈવસી પછી ટેલિગ્રામે યુઝર્સ માટે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન ઉમેરવાનું નક્કી કર્યું છે. ટ્વિટરે પાછલાં વર્ષે તેના પ્રથમ પેઇડ સબ્સ્ક્રિપ્શન તરીકે "બ્લુ" પણ રોલ આઉટ કર્યું હતું અને હાલ સ્નેપચેટ પણ આ રેસમાં જોડાયું છે.

Snapchat Plusનાં સંભવિત નવાં ફીચર્સ
જોકે, સ્નેપચેટ પ્લસના ફીચર્સને લગતી પૂરતી વિગતો નથી, પરંતુ અહેવાલો દર્શાવે છે કે નવું વર્ઝન યુઝર્સને તેમના એક મિત્રને તેમના #BFF1 તરીકે પિન કરવાની મંજૂરી આપશે. યુઝર્સને તેમની પ્રોફાઇલ પર એક વિશેષ બેજ અને તમારી સ્ટોરીઝ પણ ફરીથી જોવા મળશે. પુલઝીનો સ્ક્રીનશોટ સબ્સ્ક્રિપ્શનની કિંમતનો ખુલાસો કરે છે. યુઝર્સ દર મહિને 4.59 યુરો (4.84 ડોલર) ચૂકવશે. જે યૂઝર્સ છ મહિના માટે એડવાન્સમાં ચૂકવણી કરવા માંગે છે તેણે 24.99 (26.24 ડોલર) યૂરો ચૂકવવા પડશે. જો કોઈ વ્યક્તિ આખા વર્ષની ચૂકવણી કરવા માગે છે તો સબ્સ્ક્રિપ્શનની કિંમત 45.99 યુરો (48.50 ડોલર) હશે. Snapchat પ્લસના લોન્ચ વિશે હજી સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

Snapchat ના પ્રવક્તા લીઝ માર્કમેને કહ્યું, ‘અમે Snapchat Plusનું ઈન્ટર્નલ ટેસ્ટિંગ કરી રહ્યા છીએ, જે સ્નેપચેટ્ટર્સ માટે નવી સબ્સ્ક્રિપ્શન સેવા છે. અમે અમારાં સબસ્ક્રાઇબર્સ સાથે વિશિષ્ટ, પ્રાયોગિક અને પ્રિ-રિલીઝ ફીચર્સ શેર કરવાની સંભવિતતા વિશે ઉત્સાહિત છીએ અને અમે કેવી રીતે અમારા યુઝર્સને સારામાં સારી સેવા આપી શકીએ તે વિશે વધુ માહિતી મેળવીએ છીએ.’ Snap અન્ય સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ જેમકે વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અથવા ફેસબુક કરતા ઘણું અલગ છે. જોકે, આ પહેલી સોશિયલ મીડિયા એપ્લિકેશન નથી કે જે તેના વપરાશકર્તાઓને ચાર્જ કરશે. ટેલિગ્રામે અગાઉ પુષ્ટિ કરી હતી કે, તે તેના યુઝર્સ માટે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સુવિધા પર કામ કરી રહ્યું છે, જે આ મહિનામાં જ બહાર આવી રહ્યું છે.