• Gujarati News
  • Utility
  • Gadgets
  • After Geophone Next, The Company Is Preparing To Launch Geopook Laptops, Find Out Its Specifications Before Launching.

કમિંગ સૂન:'જિયોફોન નેક્સ્ટ' બાદ કંપની 'જિયોબુક' લેપટોપ લોન્ચ કરવાની તૈયારીમાં, લોન્ચિંગ પહેલાં જાણી લો તેનાં સ્પેસિફિકેશન્સ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લેપટોપમાં જિયોની અને માઈક્રોસોફ્ટની પ્રી ઈન્સ્ટોલ્ડ એપ મળશે
  • લેપટોપનાં 3 વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે

જિયો તેનો પ્રથમ સ્માર્ટફોન 'જિયોફોન નેક્સ્ટ' બાદ હવે તેના લેપટોપ લોન્ચિંગની તૈયારીમાં છે. ગીકબેન્ચ પર 'જિયોબુક' સ્પોટ થયું છે. લિસ્ટિંગ પ્રમાણે, તેમાં મીડિયાટેક MT8788 SoC સાથે 2GBની રેમ મળી શકે છે. આ લેપટોપ એન્ડ્રોઈડ 11 OS પર રન કરી શકે છે. કંપની તેનાં પર્ફોર્મન્સની ઈન્ટર્નલ ટેસ્ટિંગ કરી રહી છે.

2 મહિના પહેલાં જ લેપટોપ BIS (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ) સર્ટિફિકેશન વેબસાઈટ પર સ્પોટ થયું હતું. BIS લિસ્ટિંગ પ્રમાણે, લેપટોપનાં 3 વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. આ લેપટોપમાં કંપની પોતાની ઈનહાઉસ જિયો OS ઈન્સ્ટોલ કરશે. આ લેપટોપમાં જિયોની તમામ એપ્સ પ્રી ઈન્સ્ટોલ્ડ મળશે. લેપટોપમાં 4G LTE કનેક્ટિવિટીનો પણ સપોર્ટ મળી શકે છે. 2008ના એક રિપોર્ટમાં કહેવાયું હતું કે જિયો લેપટોપ સેગમેન્ટ પર કામ કરી રહી છે.

ગીકબેન્ચ: આ વેબસાઈટ કમ્પ્યુટરનાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટને બેન્ચમાર્ક કરવા માટેનું એક ક્રોસ પ્લેટફોર્મ છે. ગીકબેન્ચ મેક OS અને વિન્ડોઝના બેન્ચમાર્ક માટે શરૂ થયું હતું. તેને જોન પોલે ડેવલપ કર્યું છે.

જિયોબુકનાં સંભવિત સ્પેસિફિકેશન્સ

  • જિયોબુકમાં 1366x768 પિક્સલ રિઝોલ્યુશન મળશે. તેમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર મળી શકે છે. તે સ્નેપડ્રેગન X12 4G મોડેમ સાથે આવશે.
  • તેનાં NB1118QMW, NB1148QMW અને NB1112MM ત્રણ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
  • લેપટોપનાં એક મોડેલમાં 2GBની રેમ અને 32GBનું સ્ટોરેજ મળશે. બીજાં મોડેલમાં 4GBની રેમ અને 64GBનું સ્ટોરેજ મળશે.
  • કનેક્ટિવિટી માટે લેપટોપમાં મિની HDMI કનેક્ટર, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ અને બ્લુટૂથ સહિતના ઓપ્શન મળશે. તેમાં 3 એક્સિસ એક્સેલેરોમીટર અને ક્વૉલકોમ ઓડિયો ચિપ મળી શકે છે.
  • જિયોસ્ટાર, જિયોમીટ અને જિયોપેજિસ સહિતની જિયોની એપ્સ લેપટોપમાં પ્રી ઈન્સ્ટોલ મળી શકે છે. તેમાં માઈક્રોસોફ્ટની એપ્સ ટીમ્સ, એજ અને ઓફિસ પણ મળી શકે છે.
  • જિયોબુકની કિંમત પર હજુ સસ્પેન્સ યથાવત છે. આ વર્ષનાં અંત સુધીમાં બજેટ સેગમેન્ટમાં આ લેપટોપ લોન્ચ થઈ શકે છે.

ચાઈનીઝ કંપની સાથે પાર્ટનરશિપ
જિયોએ તેના પ્રથમ લેપટોપ 'જિયોબુક' માટે ચાઈનીઝ કંપની બ્લૂબેંક કમ્યુનિકેશન ટેક્નોલોજી સાથે પાર્ટનરશિપ કરી છે. આ કંપની પાસે જિયોફોન બનાવવાનો ઓર્ડર પણ છે. ટેક વેબસાઈટ XDA ડેવલપર્સના રિપોર્ટ પ્રમાણે, જિયોબુકનું ડેવલપમેન્ટ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થયું હતું. વેબસાઈટે એક ફોટો પણ લીક કર્યો છે.

સૌ. XDA ડેવલપર્સ
સૌ. XDA ડેવલપર્સ

જિયોબુકની લીક ઈમેજ પ્રમાણે, લેપટોપમાં વિન્ડોઝ પણ છે પરંતુ ડિવાઈસ એન્ડ્રોઈડ OS પર રન કરશે. જિયોબુકનાં સ્પેસિફિકેશન્સ એકદમ અલગ હોવાની આશા છે.