ભારતમાં એક અલગ ડિઝાઈનવાળો સ્માર્ટફોન લોન્ચ કર્યા પછી હવે નથિંગ અનોખુ સ્પીકર લાવવાની તૈયારીમાં છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, કંપનીનાં નથિંગ ફોન 1, નથિંગ ઈયર સ્ટિકની જેમ આવનાર સ્પીકર પણ એકદમ અળગ હશે. Kuba Wojciechowsk સાથેનાં કોલોબ્રેશન અને 91Mobiles દ્વારા સામે આવેલી રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે, સ્પીકર એક યૂનિક ડિઝાઈનની સાથે આવશે. જો કે, તેમાં કોઈ બે મત નથી કે આવનાર સ્પીકરમાં કઈક તો અલગ હશે જ. રિપોર્ટ મુજબ કંપની આ સ્પીકરનું નામ ‘Nothing Speaker’ રાખી શકે છે.
બોક્સી ડિઝાઈનમાં જોવા મળી શકે છે સ્પીકર
રિપોર્ટમાં શેર કરવામાં આવેલા રેંડર મુજબ આ સ્પીકર બોક્સી ડિઝાઈનમાં જોવા મળી શકે છે. જેમાં બંને તરફ વોલ્યૂમ બટન, પાવર બટન અને બાકીનાં ફીચર્સનાં ફીઝીકલ બટન જોવા મળી શકે છે. આ સ્પીકરની સામે એક નાનકડી ગોળાકાર રીંગ અને તેની અંદર ‘નથિંગ’નો લોગો અને સાથે જ કંપનીની બ્રાન્ડિંગ સિવાય એક લાલ રંગનું બટન ડાબી તરફ જોવા મળી શકે છે.
રેંડરથી એ જાણવા મળ્યું કે, આવનાર સ્પીકર કટઆઉટની સાથે આવશે. તેમાં બે બ્લેક ટ્વીકર હોઈ શકે છે. આ ઉપરાંત તેમાં હાજર બે સફેદ કટઆઉટ સબ વૂફર માટે હોય શકે છે. સારી ગ્રિપ અને ફ્લેટ બોટમ માટે, સ્માર્ટ સ્પીકર નીચે રબર પેડિંગ સાથે આવે તેવી અપેક્ષા છે.
ગઈકાલે જ કંપનીએ ટ્વીટ કર્યું હતું
ગઈકાલે નથિંગ કંપનીએ પોતાનો બીટલવાળો વીડિયો રિટ્વીટ કરીને તેને એક વિચિત્ર કેપ્શન આપ્યું છે, ‘અમને લાગે છે કે, તમને તે ગમશે, T-24 કલાકમાં ફરીથી તપાસ કરો.’ એવું અનુમાન લગાવી શકાય કે, આ 24 કલાકમાં કંપની પોતાની નવી પ્રોડક્ટ કે, જે સ્પીકર હોવાનું અનુમાન લાગી રહ્યુ છે તેનું ટિઝર બહાર પાડી શકે.
નથિંગ ફોન 2 પણ ટૂંક સમયમાં આવશે
આ ઉપરાંત હાલમાં જ એ પણ ખુલાસો થયો છે કે, નોથિંગ ફોન (2)એ ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે લોન્ચ થશે. MWC 2023 માં ધ નથિંગ ફોન (2) ક્વાલકોમના ફ્લેગશિપ ચિપસેટ અને ખાસ કરીને સ્નેપડ્રેગન-8 સિરીઝ ચિપ સાથે આવવાની પુષ્ટિ કરવામાં આવી હતી. જો કે, આ સ્માર્ટફોન કયા ચિપસેટ સાથે આવશે તેની ચોક્કસ પુષ્ટિ થઈ નથી. એવુ કહેવામાં આવી રહ્યું છે કે, કંપની સ્નેપડ્રેગન-8 જેનરેશન 2 સાથે પોતાનો નવો ફોન લોન્ચ કરી શકે છે.
આગામી સ્માર્ટફોનમાં 120hz AMOLED પેનલ ડિસ્પ્લે હોઈ શકે છે. તેમાં નથિંગ ફોન (1)ની જેમ પંચ-હોલ ડિસ્પ્લે હોઈ શકે છે. અગાઉ જણાવ્યા મુજબ આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન-8 સીરીઝ ચિપસેટ સાથે 12GB સુધીની RAM અને 256GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવશે. એવી આશા રાખવામાં આવી રહી છે કે, આ ફોનમાં પાવર માટે 5,000mAhની મોટી બેટરી હશે. જો કે, ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટને લઈને કોઈ રિપોર્ટ સામે નથી આવ્યો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.