તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શટડાઉન:16 વર્ષ બાદ હવે યાહૂ આન્સર સર્વિસ હંમેશાં માટે બંધ થશે, 30 જૂન સુધી ડેટા કલેક્ટ કરી શકાશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 એપ્રિલ પછી યુઝર્સ નવા સવાલ અથવા આન્સર પોસ્ટ નહિ કરી શકે
  • યાહૂ આન્સર બંધ થવા પર યાહૂ અકાઉન્ટ અથવા યાહૂની અન્ય કોઈ સર્વિસ પર અસર નહિ પડે
  • 30 જૂન સુધી યુઝર ક્વેશ્ચન આન્સરની કોપી ડેશબોર્ડ સાઈન ઈન કરી ડાઉનલોડ કરી શકે છે

વેબ Q&A પ્લેટફોર્મ યાહૂ આન્સર હંમેશાં માટે બંધ થવા જઈ રહ્યું છે. તે 2005થી કાર્યરત હતું. યાહૂ હવે વેરિઝોન મીડિયા ગ્રુપનો ભાગ છે તેણે યાહૂ આન્સરના હોમપેજમાં ફેરફારની જાહેરાત કરી છે.

ધ વર્જના રિપોર્ટ પ્રમાણે, યાહૂ આન્સર પૂછવામાં આવતા સવાલોના પેજને લિંક કરે છે. તેની ટાઈમલાઈન ડિટેલ હવે બંધ થઈ રહી છે. 20 એપ્રિલ પછી આ પ્લેટફોર્મ પર નવું સબમિશન એક્સેપ્ટ નહિ થાય.

યાહૂ આન્સર મેમ્બર્સને કંપનીએ એક નોટ મોકલી છે. તેમાં કહેવાયું છે કે દુનિયાભરના લોકોને એકબીજા સાથે જોડવા અને માહિતી શેર કરવા માટે 16 વર્ષ પહેલાં યાહૂ આન્સર સર્વિસ લોન્ચ કરવામાં આવી હતી. લાખો યુઝર્સ સાથે અમે વિવિધ વિષયો પર સવાલ પૂછવા અને જવાબ આપવા માટે વેબ પેજ પર જગ્યા બનાવી અને ગ્લોબલી નોલેજ શેર કરવા માટે કમ્યુનિટી બનાવી. જોકે અમે એક સાથે બધા કામ પૂરા કરી શકતા નહોતા. તેથી અમે 4મે, 2021ના રોજ યાહૂ આન્સર બંધ કરવાનો નિર્ણય લીધો છે.

20 એપ્રિલથી નવો સવાલ પોસ્ટ નહિ કરી શકાય
કંપનીએ યુઝર્સને 30 જૂન સુધી તેનો ડેટા કલેક્ટ કરવા માટે કહ્યું છે. ત્યારબાદ તે કામ નહિ કરે. રિપોર્ટ પ્રમાણે, 20 એપ્રિલ પછી યુઝર્સ નવા સવાલ અથવા આન્સર પોસ્ટ નહિ કરી શકે.

યુઝર ક્વેશ્ચન આન્સરની કોપી ડાઉનલોડ કરી શકે છે
યુઝર ક્વેશ્ચન આન્સરની કોપી ડેશબોર્ડ સાઈન ઈન કરી ડાઉનલોડ કરી શકે છે. 30 જૂન સુધી તે ડાઉનલોડ કરી શકાશે. ત્યારબાદ કોઈ પણ ડેટા અવેલેબલ નહિ રહે. યાહૂ આન્સર બંધ થવા પર યાહૂ અકાઉન્ટ અથવા યાહૂની અન્ય કોઈ સર્વિસ પર અસર નહિ પડે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો