ફ્લેશ પ્લેયરની છેલ્લી અપડેટ:12 જાન્યુઆરીથી ફ્લેશ કન્ટેન્ટને બ્લોક કરવાનું શરૂ કરશે અડોબ; માઈક્રોસોફ્ટ એજ અને એક્સપ્લોરર પણ સપોર્ટ નહિ કરે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માઈક્રોસોફ્ટ સાથે ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરોક્સ પણ અડોબ ફ્લેશ પ્લેયરને ગુડબાય કહેવાની તૈયારીમાં છે
  • જુલાઈ 2017માં જાહેરાત કરવામાં આવી કે અડોબ 31 ડિસેમ્બર, 2020 પછી ફ્લેશ પ્લેયરને અપડેટ બંધ કરી દેશે

અમેરિકન સોફ્ટવેર કંપની અડોબે પોતાના ફ્લેશ પ્લેયર માટે ફાઈનલ શિડ્યુલ અપડેટ કરી છે. સાથે જ જાહેરાત કરી છે કે 12 જાન્યુઆરી, 2021થી ફ્લેશ કન્ટેન્ટ રોકવાની શરૂઆત કરી હતી. કંપનીએ યુઝર્સને કહ્યું કે તેઓ પોતાના ફ્લેશ પ્લેયરને છેલ્લા સપોર્ટ સુધી પહોંચતા પહેલાં અનઈન્સ્ટોલ કરી લો.

અડોબની નવી અપડેટ તે સમયે આવી જ્યારે માઈક્રોસોફ્ટે એજ અને ઈન્ટરનેટ એક્સપ્લોરર પર વર્ષના અંક સુધી અડોબ ફ્લેશ પ્લેયરને સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી હતી. માઈક્રોસોફ્ટ સાથે ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સ પણ અડોબ ફ્લેશ પ્લેયરને ગુડબાય કહેવા માટે તૈયાર છે.

કંપનીએ ફ્લેશ પ્લેયરની છેલ્લી રિલીઝમાં કહ્યું, અડોબ 31 ડિસેમ્બર, 2020 પછી ફ્લેશ પ્લેયરને સપોર્ટ નહિ કરે. અડોબ ફ્લેશ પ્લેયર કન્ટેન્ટને 12 જાન્યુઆરી, 2021થી બ્લોક કરવાનું શરૂ કરશે. અડોબ યુઝર્સના વેબ બ્રાઉઝર પર ફ્લેશ કન્ટેન્ટને એક્સેસ કરવાથી રોકશે.

માઈક્રોસોફ્ટે પહેલાં જ જાહેરાત કરી દીધી હતી
માઈક્રોસોફ્ટે પહેલાં જ જાહેરાત કરી હતી કે માઈક્રોસોફ્ટ એજ અને ઈન્ટરનેટ એક્સપ્લોરર ડિસેમ્બર 2020 પછી અડોબ ફ્લેશ પ્લેયર સપોર્ટ નહિ કરે. જુલાઈ 2017માં જાહેરાત કરવામાં આવી હતી કે અડોબ 31 ડિસેમ્બર, 2020 પછી ફ્લેશ પ્લેયરને અપડેટ અને ડિલિવર કરવાનું બંધ કરશે. આ ટેક્નોલોજીનો ઓછો ઉપયોગ અને HTML5, WebGL અને WebAssembly જેવા વધુ સુરક્ષિત વિકલ્પોની ઉપલબ્ધતાને લીધે આમ કરવામાં આવી રહ્યું છે.

અડોબે પ્રથમ વાર જુલાઈ 2017માં પોતાના ફ્લેશ પ્લયરના રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. કંપનીએ એપલ, ગૂગલ, ફેસબુક, માઈક્રોસોફ્ટ અને મોઝિલાની પાર્ટનરશિપમાં આ નિર્ણય લીધો છે. જાન્યુઆરી 1996માં ફ્લેશ પ્લેયર લોન્ચ થયું હતું. તેનાથી ઘણી વેબ એપ્લિકેશન, ગેમ અને બ્રાઉઝર એનિમેશન સરળ બન્યું હતું.