સેમસંગે ગેલેક્સી સિરીઝના 2 ફોન લોન્ચ કર્યા:50 મેગાપિક્સલ વાળા A14 ફોનની કિંમત ફક્ત 16,499, આ રહ્યા સ્પેસિફિકેશન અને ફીચર્સ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેમસંગે ભારતમાં ગેલેક્સી A સિરીઝના બે નવા ફોન A14 અને A23 લોન્ચ કર્યા છે. તો આ ફોન લોન્ચ કરતા જ કંપનીએ આ ફોનને લઇને દાવો કર્યો છે કે, ઓલરાઉન્ડર પર્ફોમન્સ આપશે. આવો જાણીએ આ બંને ફોનના સ્પેસિફિકેશન...

કિંમત, વેરિયન્ટ અને અવેલેબલીટી
ગ્રાહકો આ બંને ફોન 20 જાન્યુઆરીથી ઓનલાઇન પ્લેટફોર્મ ને ઓફલાઇન આઉટલેટ્સ પણ મળશે. તો A14 5G ફોનની ડિઝાઇન ઘણી પ્રીમિયમ છે ને લેઝર બેક પેનલ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફોન ડાર્ક રેડ, લાઈટ ગ્રીન અને બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. તો બીજી તરફ A23 5Gમાં સિલ્વર, ઓરેન્જ અને લાઇટ બ્લુ કલરમાં મળશે.

સેમસંગ ગેલેક્સી A23નાં સ્પેસિફિકેશન

પ્રોસેસર અને OS : ફોનમાં 2.2GHz, 1.8GHz Snapdragon 695 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન Android 12 સાથે One UI 4.1 ઓપરેટિંગ સિસ્ટમ ઉપર પણ કામ કરે છે.

કેમેરા : તો કેમેરાની વાત કરવામાં આવે તો, ફોનની પાછળની પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. જેમાં 50 મેગાપિક્સલ (MP)નો પ્રાઇમરી કેમેરા, 2MP ડેપ્થ સેન્સર, 2MP ડેપ્થ યુનિટ સેન્સર અને 5MP અલ્ટ્રા વાઇડ એંગલ છે. સેમસંગ ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) ને પણ કેમેરા સાથે સપોર્ટ કરવામાં આવ્યો છે. સેલ્ફી માટે ફોનમાં 8MP ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે.

ડિસ્પ્લે : 6.6-ઇંચની રાઉન્ડેડ કોર્નર ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 120Hz છે.

બેટરી ને ચાર્જર : ફોનમાં 5000mAh બેટરી છે, જેને ચાર્જ કરવા માટે 25W ટાઇપ સી ફાસ્ટ ચાર્જર આપવામાં આવ્યું છે.

ડાયમેંશન : ફોનનું ડાયમેંશન 167.7 x 78.0 x 9.1 mm અને ફોનનું વજન 197 ગ્રામ છે.

મેમરી : ફોનમાં 6GB RAM + 128GB સ્ટોરેજ અને 8GB RAM + 128GB સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે. આ સાથે જ સ્ટોરેજને મેમરી કાર્ડની મદદથી 1 TB સુધી વધારી શકાય છે.

સિક્યોરિટી : સિક્યોરિટી માટે ફોનમાં ગોરિલ્લા ગ્લાસ અને સાઇડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.

નેટવર્ક અને કનેક્ટિવિટી : કનેક્ટિવિટી માટે ફોનમાં 5G/4G/3G/2G હાઇબ્રિડ ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. 3.5MM હેડફોન જેક, બ્લૂટૂથ 5.1 અને Wi-Fi ઉપલબ્ધ છે. આ સિવાય GPS અને A-GPS જેવા કનેક્ટિવિટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

સેમસંગ ગેલેક્સી A14નાં સ્પેસિફિકેશન

પ્રોસેસર અને OS : આ ફોનમાં 2.4 GHz Exynos 1330 પ્રોસેસર છે, જે ઓક્ટાકોર પ્રોસેસર છે. તો આ ફોન એન્ડ્રોઇડ 13 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
કેમેરા : જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો Samsung Galaxy A14ની પાછળની પેનલ પર f/1.8 અપર્ચર સાથે 50.0 + 2.0 + 2.0 મેગાપિક્સલ (MP) નું ટ્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. જેની મદદથી તમે 30 ફ્રેમ/સેકન્ડની ઝડપે વીડિયો રેકોર્ડ કરી શકો છો. તો ફોનના ફ્રન્ટમાં 13 MP સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

ડિસ્પ્લે : 6.6 ઇંચની રાઉન્ડેડ કોર્નર ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 90Hz છે.

બેટરી ને ચાર્જર : ફોનમાં 5000mAh બેટરી છે, જેને ચાર્જ કરવા માટે 25W ટાઇપ સી ફાસ્ટ ચાર્જર આપવામાં આવ્યું છે.

ડાયમેંશન : ફોનનું ડાયમેંશન 167.7 x 78.0 x 9.1 mm અને ફોનનું વજન 201 ગ્રામ છે.

મેમરી : ફોનમાં 4GB RAM + 64GB સ્ટોરેજ, 6GB RAM + 128GB અને 8GB RAM + 128GB સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે. આ સાથે જ સ્ટોરેજને મેમરી કાર્ડની મદદથી 1 TB સુધી વધારી શકાય છે.

સિક્યોરિટી : સિક્યોરિટી માટે ફોનમાં ગોરિલ્લા ગ્લાસ અને સાઇડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.

નેટવર્ક અને કનેક્ટિવિટી : કનેક્ટિવિટી માટે ફોનમાં 5G/4G/3G/2G હાઇબ્રિડ ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. 3.5MM હેડફોન જેક, બ્લૂટૂથ 5.1 અને Wi-Fi ઉપલબ્ધ છે. આ સિવાય GPS અને A-GPS જેવા કનેક્ટિવિટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.