તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Samsung 'Galaxy A12' Smartphone With 4 Rear Cameras Will Be Launched Soon, Find Out The Specifications And Price Of The Phone

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપકમિંગ:4 રિઅર કેમેરા સાથે સેમસંગ ‘ગેલેક્સી A12’ સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ થશે, જાણો ફોન કયા સ્પેસિફિકેશન્સથી સજ્જ હશે

2 મહિનો પહેલા
 • આ સ્માર્ટફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે
 • ફોનનું 4GB+64GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ થશે

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ ટૂંક સમયમાં ભારતમાં તેનો અપકમિંગ સ્માર્ટફોન ગેલેક્સી A12 લોન્ચ કરી શકે છે. કંપનીએ ઈન્ડિયન વેબસાઈટ પર તેનું સપોર્ટ પેજ લોન્ચ કર્યું છે. તેમાં ફોનનું 4GB વેરિઅન્ટ લોન્ચ થશે તેવી માહિતી આપવામાં આવી છે. આ સ્માર્ટફોન યુરોપમાં પહેલાંથી લોન્ચ થઈ ચૂક્યો છે.

લોન્ચિંગ પહેલાં સ્માર્ટફોનનાં અનેક લીક સામે આવી ચૂક્યા છે. ટેક ટિપ્સ્ટર મુકુલ શર્માએ ટ્વીટ કરી તેનાં લોન્ચિંગની હિન્ટ આપી છે. ફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે. શર્માના ટ્વીટ પ્રમાણે ફોનની કિંમત 15,000 રૂપિયાની આસપાસ હશે. યુરોપમાં આ ફોન નવેમ્બર 2020માં લોન્ચ થઈ ચૂક્યો છે. તેનાં 4GB+64GB વેરિઅન્ટની કિંમત હાલ 169 યુરો (આશરે 14,900 રૂપિયા) છે.

સેમસંગ ગેલેક્સી A12નાં બેઝિક સ્પેસિફિકેશન

 • યુરોપમાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે, ફોનમાં 6.5 ઈંચની HD+ ડિસ્પ્લે મળશે.
 • ફોનમાં 4GBની રેમ અને 64GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે. તેને SD કાર્ડની મદદથી 1TB સુધી એક્સપાન્ડ કરી શકાશે.
 • ફોનમાં 48MP+5MP+2MP+2MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળશે.
 • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
 • સિક્યોરિટી માટે ફોન ફિંગર પ્રિન્ટ સેન્સર સપોર્ટ કરશે.
 • કનેક્ટિવિટી તેમાં 4G,વાઈફાઈ, બ્લુટૂથ, NFC,GPS અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
 • ફોન 5000mAhની બેટરીથી સજ્જ હોઈ શકે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો