તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • A Robot Named Grace Will Act Like A Hospital Nurse, A Thermal Camera Fitted In Its Chest Will Tell The Patient's Temperature.

ઈનોવેશન:હવે હોસ્પિટલમાં નર્સને બદલે 'ગ્રેસ' નામની ફીમેલ રોબોટ કોરોના દર્દીઓની દેખરેખ રાખશે, તે દર્દીનું તાપમાન ચેક કરશે અને તેમની સાથે વાતચીત પણ કરશે

2 મહિનો પહેલા
  • હોંગકોંગની કંપની હેનસને ગ્રેસને ડેવલપ કરી
  • આ ફીમેલ રોબોટ આઈસોલેટેડ કોરોના દર્દીઓની એક નર્સની જેમ જ દેખરેખ કરશે. તેનાથી હેલ્થ વર્કર્સને સંક્રમણથી બચાવી શકાશે
  • ગ્રેસ વ્યક્તિના 48થી વધારે હાવભાવની ઓળખ કરે છે. તેની ડિઝાઈન એનિમેશનના કેરેક્ટર જેવી છે

કોરોનામાં હવે દર્દીઓની દેખરેખ ગ્રેસફુલ બનશે. આ કામ 'ગ્રેસ' નામની ફીમેલ રોબોટ કરશે. હોંગકોંગની કંપની હેનસને ગ્રેસને ડેવલપ કરી છે. આ ફીમેલ રોબોટ તૈયાર કરવાનો હેતુ કોરોના દર્દીઓની દેખરેખમાં જોડાયેલા હેલ્થ વર્કર્સની મદદ કરવાનો છે.

આ ફીમેલ રોબોટ આઈસોલેટેડ કોરોના દર્દીઓની એક નર્સની જેમ જ દેખરેખ કરશે. તેનાથી હેલ્થ વર્કર્સને સંક્રમણથી બચાવી શકાશે.

થર્મલ કેમેરા તાપમાન માપે છે
ગ્રેસ રોબોટની છાતી પર થર્મલ કેમેરા અટેચ છે. આ કેમેરા દર્દીના શરીરનું તાપમાન ચેક કરે છે. તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી દર્દીની મુશ્કેલી સમજી તેને ઈંગ્લિશ, મેન્ડેરિન અને કેન્ટોનીઝ ભાષામાં રિપ્લાય કરે છે.

બાયો રીડિંગ અને ટોક થેરપી કરે છે 'ગ્રેસ'
ગ્રેસને બનાવનાર હેનસન કંપનીની હોંગકોંગની રોબોટિક્સ વર્કશોપમાં તેને બોલવાની ટ્રેનિંગ અપાઈ છે. ટેસ્ટિંગ બાદ કંપનીનું કહેવું છે કે 'ગ્રેસ' લોકો સાથે ચાલી શકે છે અને સારવાર માટે રીડિંગ લેવામાં મદદ કરી શકે છે. ગ્રેસ બાયો રીડિંગ, ટોક થેરપી અને અન્ય રીતે મદદ પણ કરી શકે છે.

માણસોની જેમ વાત કરે છે 'ગ્રેસ'
હેનસનનું કહેવું છે કે, તે માણસોની જેમ વાત કરી શકે છે. આ રોબો નથી બલકે માણસ જ લાગે છે. તે વ્યક્તિના 48થી વધારે હાવભાવની ઓળખ કરે છે. તેને કોઈ એનિમેશનના કેરેક્ટરની જેમ ડિઝાઈન કરવામાં આવી છે.

ટૂંક સમયમાં તેની કિંમત ઓછી કરાશે
હેનસન રોબોટિક્સ અને સિંગ્યુલારિટી સ્ટુડિયોના જોઈન્ટ વેન્ચરના ચીફ ડેવિડ લેકના જણાવ્યા પ્રમાણે, કંપનીનો હેતુ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવાનો છે. ગ્રેસના બીટા વર્ઝનનું પ્રોડક્શન પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ તેને જાપાન અને કોરિયાના હેલ્થ સેન્ટર્સમાં અપોઈન્ટ કરવામાં આવશે. હેનસનનું કહેવું છે કે રોબોટ બનાવવાની કિંમત એક લક્ઝરી કાર કિંમત બરાબર છે. જોકે તેની કિંમત વિશે કોઈ ખુલાસો થયો નથી, પરંતુ કંપનીએ કહ્યું છે કે પ્રોડક્શન બાદ તેની કિંમત ઓછી કરવામાં આવશે.

'ગ્રેસ' મેન્ટલ હેલ્થ ઈમ્પ્રુવ કરશે
હવાઈ યુનિવર્સિટીના કમ્યુનિકેશન સાયન્સના પ્રોફેસર કિમ મિન સને કોરોના દર્દીઓની દેખરેખ માટે ફીમેલ રોબોટના ઉપયોગ પર ભાર મૂક્યો છે. તેમના મત મુજબ લોકડાઉનમાં લોકો ઘરે પુરાઈ રહ્યા હોવાથી નેગેટિવ થિન્કિંગને કારણે લોકોનાં માનસિક સ્વાસ્થ્યને નુક્સાન થયું છે. આ રોબોટ કારગર સાબિત થશે. તે સામેવાળી વ્યક્તિને પોતે એક નર્સ છે તેવો જ અનુભવ આપશે. તેનાથી સોસાયટી પર પોઝિટિવ અસર થશે.

આ પહેલાં કંપનીએ સોફિયા ડેવલપ કરી હતી
2017માં હ્યુમેનોઈડ રોબોટ સોફિયાને સામાન્ય લોકોની નાગરિકતા મળી છે. સાથે જ તે યુનાઈટેડ નેશનના ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં સૌ પ્રથમ ઈનોવેશન ચેમ્પિયન બની. સોફિયાને કોરોના દર્દીઓની દેખરેખ માટે ઉપયોગમાં લેવાઈ છે. સોફિયા વ્યક્તિના 50થી વધારે હાવભાવ ઓળખી શકે છે.