• Gujarati News
  • Utility
  • Gadgets
  • A Power Bank Blast Due To A Technical Fault Can Also Lead To The Death Of The User, So Take Special Care To Prevent This From Happening To You.

પાવર બેંક યુસેઝ ટિપ્સ:ટેક્નિકલ ખામીને લીધે પાવર બેંક બ્લાસ્ટ થતાં યુઝરનું મૃત્યુ પણ થઈ શકે છે, તમારી સાથે આવું ન થાય તેના માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાવર બેંકમાં ટેમ્પ્રેચર કન્ટ્રોલ ફીચર ન હોય તો ઓવરહીટ અને ઓવર કરન્ટ જેવાં કારણોને લીધે પાવરબેંક બ્લાસ્ટ થઈ શકે છે
  • પાવર બેંક ઓવરહીટ થઈ હોય ત્યારે ચાર્જિંગમાં રહેલા મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ

મધ્ય પ્રદેશના ઉમરિયા જિલ્લામાં તાજેતરમાં જ એક દર્દનાક ઘટના બની. છપરોડા ગામમા મોબાઈલ ચાર્જ દરમિયાન પાવર બેંક બ્લાસ્ટ થતાં યુવકનું મૃત્યુ થયું. આ બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયાનક હતી કે તેના ઘરના છાપરા પણ ઉડી ગયા હતા. આવી ઘટના સમયાંતરે સામે આવતી હોય છે. આ પ્રકારની ઘટના સામે આવતાં કેટલાક લોકો જે તે પાવર બેંક કંપની સામે વાંધો ઉઠાવતાં હોય છે. પરંતુ પાવર બેંક સહિતની ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં સર્કિટ ડિઝાઈન યોગ્ય ન હોવાથી આવી ઘટના બનતી હોય છે.

મધ્ય પ્રદેશના છપરોડા ગામમાં પાવર બેંક બ્લાસ્ટ થતાં ઘરની આવી હાલત થઈ હતી અને યુવકે પોતાને જીવ ગુમાવવો પડ્યો
મધ્ય પ્રદેશના છપરોડા ગામમાં પાવર બેંક બ્લાસ્ટ થતાં ઘરની આવી હાલત થઈ હતી અને યુવકે પોતાને જીવ ગુમાવવો પડ્યો

પાવર બેંક બ્લાસ્ટ થવાનાં કારણ

  • ટેક વેબસાઈટ મોબિલિટી અરેનાના રિપોર્ટ પ્રમાણે પાવર બેંક બ્લાસ્ટ થવાનું કારણ તેની અંદરની ખરાબ સર્કિટ ડિઝાઈન છે.
  • જો પાવર બેંકમાં ટેમ્પ્રેચર કન્ટ્રોલ ફીચર ન હોય તો ઓવરહીટ અને ઓવર કરન્ટ જેવાં કારણોને લીધે પાવરબેંક બ્લાસ્ટ થઈ શકે છે.
  • જો મેન્યુફેક્ચરર લૉ ક્વોલિટીની બેટરીનો ઉપયોગ કરે તો ઓવર ચાર્જિંગ થવાને કારણે પાવર બેંક બ્લાસ્ટ થઈ શકે છે.

આ રીતે તમારી પાવરબેંક બ્લાસ્ટ થતાં બચાવી શકાય છે

  • પાવર બેંક ઓવરહીટ થઈ હોય ત્યારે ચાર્જિંગમાં રહેલા મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળો.
  • પાવર બેંકને ઓવર ચાર્જિંગથી બચાવવી પણ જરૂરી છે.
  • જો તેમાં કોઈ પણ પ્રકારની ખામી જણાય તો તેને રિપેર કરાવો અથવા તેનો નિકાલ કરો.
  • વધારે ગરમી કે ભેજવાળું વાતાવરણ હોય તો તેનો ઉપયોગ ટાળવો.

પાવર બેંક ખરીદતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
હાઈ ગ્રેડ લિથિયમ પોલીમર બેટરીવાળી પાવર બેંકનો ઉપયોગ કરો.
બને ત્યાં સુધી અસલ કંપનીની હાઈ ગ્રેડ લિથિયમ પોલીમમર બેટરી ધરાવતી પાવર બેંકનો ઉપયોગ કરો. તેનાથી ઓવરચાર્જિંગની સમસ્યાથી બચી શકાય છે.

તમારા ફોન કરતાં ડબલ બેટરી કેપેસિટી ધરાવતી હોય તેવી પાવર બેંકની ખરીદી કરો

પાવર બેંકના જેટલા મિલિએમ્પિયર અવર્સ વધારે હશે તેટલી તેની ક્ષમતા વધારે. તમારા સ્માર્ટફોનની બેટરીની ક્ષમતા કરતાં ડબલ બેટરી કેપેસિટી ધરાવતી પાવર બેંકની ખરીદી કરો.

મલ્ટિપલ કનેક્શન ધરાવતી પાવર બેંકની પસંદગી કરો

સ્માર્ટફોન, ટેબ્લેટ સહિતના ગેજેટ માટે પાવરબેંક ટ્રાવેલિંગ દરમિયાન એક મેજિક ટૂલ સાબિત થાય છે. તેથી બને ત્યાં સુધી મલ્ટિપલ USB પોર્ટ હોય તેવી પાવર બેંકની ખરીદી કરો. LED ઈન્ડિકેટરથી સજ્જ હોય તેવી પાવર બેંકની ખરીદી સારી રહે છે.

એમ્પિયર કાઉન્ટ ચકાસો
પાવરબેંકની ખરીદી વખતે એમ્પિયર કાઉન્ટ ચકાસવાની ખાસ જરૂર હોય છે. પાવરબેંકનો એમ્પિયર કાઉન્ટ તમારા ગેજેટના એમ્પિયર કાઉન્ટ જેટલો જ અથવા તેનાથી વધારે હોય તે જરૂરી છે. જો તમારા સ્માર્ટફોનને 2.1 ampsની જરૂર હોય પરંતુ પાવરબેંકનો એમ્પિયર કાઉન્ટ 1 હોય તો તે તમારા ડિવાઈસને ડેમેજ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...