મેક ઈન ઈન્ડિયા:સરકાર ચિપ મેકર કંપનીઓને લોભાવવાનો પ્રયાસ કરી રહી છે, 7300 કરોડ રૂપિયા કેશ આપવા તૈયાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાલ દુનિયા સેમીકન્ડક્ટર્સના સપ્લાય માટે તાઈવાનના ભરોસે
  • ટાટા ગ્રુપે હાઈ ટેક મેન્યુફેક્ચરિંગમાં રુચિ દર્શાવી

સેમીકન્ડક્ટર્સના સપ્લાયની અછતને કારણે ટેક અને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી પર માઠી અસર પડી છે. તેને કારણે ભારત સેમીકન્ડક્ટર્સ બનાવનાર દરેક કંપનીને 1 બિલિયન ડોલર (આશરે 7300 કરોડ રૂપિયા) કરતાં પણ વધારાનું કેશ આપી રહી છે. આ રકમથી દેશમાં મેન્ચુફેક્ચરિંગ યુનિટ લગાવવા ઈચ્છે છે. તેથી સ્માર્ટફોન અસેમ્બલી ઈન્ડસ્ટ્રીની સપ્લાય ચેન મજબૂત થઈ શકે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયાના અભિયાને ચીન પછી ભારતને દુનિયાના સૌથી મોટા મોબાઈલ મેકર્સમાં બદલવામાં મદદ કરી છે. ચિપ મેકર્સ દેશમાં પોતાનો બિઝનેસ સ્થાપે તેના માટે અત્યારે યોગ્ય સમય છે. સરકાર સાથે જોડાયેલા એક સીનિયર ઓફિસરે રોયટર્સને જણાવ્યું કે સરકાર ચિપ ફેબ્રિકેશન યુનિટ સ્થાપિત કરવા માટે દરેક કંપનીને 1 બિલિયન ડોલરથી પણ વધારે રકમ આપી રહી છે.

આખી દુનિયા તાઈવાનના ભરોસે
અધિકારીએ જણાવ્યું કે અમે તેમને આશ્વાસન આપી રહ્યા છે કે સરકાર એક ખરીદદાર હશે. એક અન્ય સરકારી સૂત્રએ કહ્યું કે કેશ પ્રોત્સાહનને કેવી રીતે પૂરું કરી શકાય તેના પર હજુ નિર્ણય નથી લેવામાં આવ્યો. સરકારે ઉદ્યોગ પાસેથી પ્રતિક્રિયા માગી છે. દુનિયાભરની સરકાર સેમીકન્ડક્ટર પ્લાન્ટ નિર્માણ માટે સબસિડી આપી રહી છે. કારણ કે સેમીકન્ડક્ટરની અછતને કારણે ઓટો અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ પર અસર પડી રહી છે. હાલ દુનિયા તેના માટે તાઈવાનના ભરોસે છે.

ચીન પ્રત્યે નિર્ભરતા દૂર કરવાની છે
ગત વર્ષે સીમા પર ભારતીય સૈનિકોના મૃત્યુ પછી સરકારે ચીન પ્રત્યે પોતાની નિર્ભરતા પર કાપ મૂક્યો છે. ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ ઈન્ડસ્ટ્રીને મોટા સ્તરે દેશમાં જ ડેવલપ કરવા માગે છે.

CCTVથી લઈને 5G ઈક્વિપમેન્ટ બનશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લોકલ તૈયાર થતાં સેમીકન્ડક્ટર્સને ટ્ર્સ્ટેડ સોર્સ સાથે ડિઝાઈન કરવામાં આવશે. તેમાં CCTV કેમેરાથી લઈને 5G ઈક્વિપમેન્ટ સુધી ડેવલપ કરવામાં આવશે. જોકે સોર્સે તે સ્પષ્ટ નથી કર્યું કે સેમીકન્ટક્ટર્સ બનાવનાર કંપનીઓએ ભારતમાં સેટઅપ માટે કેટલી રુચિ દાખવી છે.

આ પહેલાં પણ સરકાર કંપનીઓને લોભાઈ ચૂકી છે
ભારતે પહેલાં સેમીકન્ડક્ટરર્સ પ્લેયર્સને લોભાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ભારતના બેઝિક સ્ટ્રક્ચર, અસ્થિર ઈલેક્ટ્રિક સપ્લાય, નોકરશાહી અને ખરાબ નિયોજનને લીધે ફર્મ્સ ચિંતિત બની છે. તેવામાં સરકાર હવે ફરી ચિપમેકર્સને રિઝવવાના પ્રયાસ કરી રહી છે. ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર આ વખતે સફળ થાય તેવી સંભાવના છે. આ સિવાય ટાટા ગ્રુપ જેવા લોકલ ગ્રુપ પણ ઈલેક્ટ્રોનિક્સ અને હાઈ ટેક મેન્યુફેક્ચરિંગમાં રુચિ દર્શાવી રહ્યા છે.