તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપકમિંગ:રેડમી 9 પાવરનું 6GB વેરિઅન્ટ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે, જાણો કિંમત અને સ્પેસિફિકેશનની ડિટેલ

9 દિવસ પહેલા

રેડમી 9 પાવરનું 6GB વેરિઅન્ટ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. એેમેઝોન પર ફોનનું ટીઝર પેજ રિલીઝ થયું છે. ફોન ભારતમાં ગત ડિસેમ્બરમાં લોન્ચ થયો હતો. ત્યારે ફોનનાં 4GB+64GB અને 4GB+128GB વેરિઅન્ટ લોન્ચ થયાં હતા. ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસરથી સજ્જ છે.

એમેઝોનનાં ટીઝર પેજ પ્રમાણે, ફોનનું 6GB+128GB વેરિઅન્ટ લોન્ચ થશે. ઓફિશિયલ લોન્ચિંગ પહેલાં તેની કિંમત લીક થઈ છે. ટેક ટિપ્સ્ટર ઈશાન અગ્રવાલનાં લીક પ્રમાણે, આ નવાં વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા હોઈ શકે છે. હાલ 4GB+64GB વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા અને 4GB+128GB વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે.

રેડમી 9 પાવરનાં બેઝિક સ્પેસિફિકેશન

 • ફોનમાં 6000mAhની બેટરી છે, જે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે બેટરી 3 વર્ષ સુધી કોઈ પણ એરર વગર કામ કરશે.
 • બેટરીમાં અલ્ટ્રા બેટરી સેવર મોડ સહિત રિવર્સ ચાર્જ સપોર્ટ જેવાં ફીચર મળે છે. ફુલ ચાર્જમાં તે 695 કલાકનો સ્ટેન્ડ બાય ટાઈમ/215 કલાકનો મ્યુઝિક પ્લેબેક/ 13.5 કલાક ગેમિંગ/ 26 કલાક વીડિયો પ્લેબેક/ 45 કલાક કોલિંગ અથવા 10 કલાક સુધી વીડિયો રેકોર્ડિંગ કરી શકે છે.
 • ફોનમાં 6.53 ઈંચની ફુલ HD IPS ડિસ્પ્લે છે.
 • ફોનમાં ચાર કેમેરા આપ્યા છે. મેન 48MPનો કેમેરા છે. આ ઉપરાંત 8MPનો અલ્ટ્રા-વાઈડ-એન્ગલ લેન્સ, 2MPનું ડેપ્થ સેન્સર અને 2MPનો મેક્રો લેન્સ છે. કેમેરામાં મૂવી ફ્રેમ, ટાઈમ લેપ્સ, નાઈટ મોડ અને કલર ફોકસ જેવા ફીચર્સ છે.
 • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
 • ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસરથી સજ્જ છે.
 • ફોનમાં સ્પ્લેશ પ્રૂફ નેનો કોટિંગ મળે છે, જે પાણીના હળવા છાંટાઓથી ફોનને સુરક્ષિત રાખે છે.
 • સ્ક્રેચ અને ડેમેજથી બચાવા માટે ફોનની ડિસ્પ્લેમાં ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન મળે છે.
 • આંખો સુરક્ષિત રહે તે માટે ફોનમાં TUV Rheinland (લૉ બ્લૂ લાઈટ સર્ટિફિકેશન) સર્ટિફાઈડ રીડિંગ મોડ મળે છે.
 • ખાસ વાત એ છે કે ફોનમાં રસ્ટ રેઝિસ્ટન્સ પોર્ટ અને ઓટો ક્લીનિંગ સ્પીકર્સ આપવામાં આવ્યા છે.
 • કનેક્ટિવિટી માટે ફોનમાં USB ટાઈપ સી પોર્ટ, IR બ્લાસ્ટર અને 3.5mmનો ઓડિયો જેક મળે છે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો