તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઈન વોલેટની બોલબાલા:10માંથી 9 ભારતીયોએ માન્યું ડિજિટલ વોલેટથી પેમેન્ટ સરળ બન્યું, 98% લોકો દરરોજ તેનો ઉપયોગ કરે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુનિયાભરમાં પેમેન્ટ સુવિધા આપનારી કંપની Blackhawkએ સર્વે કર્યો
  • સર્વેમાં સામેલ 13 હજાર ગ્લોબલ શોપર્સમાંથી 69%એ ડિજિટલ પેમેન્ટ એક્સેપ્ટ કરનારા દુકાનોમાંથી સામાનની ખરીદી કરી

કોરોનાવાઈરસને કારણે દેશમાં ઓનલાઈન શૉપિંગનું ચલણ વધ્યું છે. તે દરમિયાન ઓનલાઈન શૉપિંગ કરનારા લોકો પર એક સર્વે કરવામાં આવ્યો. આ સર્વે દુનિયાભરમાં પેમેન્ટ સુવિધા આપનારી કંપની Blackhawk (બ્લેક હૉક)એ કર્યો છે. તે પ્રમાણે 10માંથી 9 ભારતીયોનું માનવું છે કે ડિજિટલ વોલેટથી શૉપિંગ કરવી સરળ બને છે. 98% લોકોએ 12 મહિનામાં માત્ર ઓનલાઈન શૉપિંગ જ કરી.

ડિજિટલ પેમેન્ટથી વધારે પૈસા ખર્ચાય છે
સર્વેમાં સામેલ 13 હજાર ગ્લોબલ શોપર્સમાંથી 69%એ ડિજિટલ પેમેન્ટ એક્સેપ્ટ કરનારા દુકાનોમાંથી સામાનની ખરીદી કરી. જ્યાં ડિજિટલ પેમેન્ટ કરવાની સુવિધા નહોતી ત્યાંથી તેઓ ખરીદી કરતાં નહોતા. ભારતમાં અન્ય દેશોની સરખામણીએ મોબાઈલનું વેચાણ સૌથી વધુ છે. 54%થી વધારે લોકોનું માનવું છે કે ડિજિટલ પેમેન્ટ ઓપ્શન મળવાથી તેમના પૈસા વધારે ખર્યાય છે.

ડિજિટલ વોલેટનો ઉપયોગ દરરોજ થઈ રહ્યો છે
સર્વેમાં જોવા મળ્યું કે, દુનિયાના 55%ની સરખામણીએ 93% ભારતીય ડિજિટલ વોલેટનો ઉપયોગ દરરોજ કરે છે. સાથે જ ભારતમાં તમામ પ્રકારના ડિજિટલ મેથડના ઉપયોગમાં પણ આગળ છે. પે પલ, ફોન પે, ડિજિટલ વોલેટ, બારકોડ્સ અથવા મોબાઈલ QR કોડની મેથડ ભારતમાં ઉપયોગમાં લેવાઈ રહી છે.

વોલેટથી શોપિંગ કરવી સરળ
ફોન પે, ગૂગલ પે અથવા પેટીએમ વોલેટથી પેમેન્ટ કરવા માટે બેંકના સર્વરથી કનેક્ટ થવું આવશ્યક નથી. તે લોકોને વધારે પસંદ પડ્યું સાથે જ પોપ્લુયર બનવાનું કારણ પણ. બેંક હોલિડે અથવા કોઈ કારણ બેંક ઓફલાઈન હોય તો પહેલાં પેમેન્ટ મુશ્કેલ બનતું હતું. હવે આંખના પલકારાંમાં પેમેન્ટ શક્ય બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...