'રિયલમી GT નિયો 3T'ના 3 વેરિઅન્ટ લોન્ચ:80W સુપરડાર્ટ ચાર્જરથી 50% બેટરી 12 મિનિટમાં ચાર્જ થઈ જશે, કિંમત ₹29,999થી શરૂ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

રિયલમીએ 16 સપ્ટેમ્બરના રોજ એટલે કે ગઈકાલે 'રિયલમી GT નિયો 3T' સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ આ સ્માર્ટફોનના 3 વેરિએન્ટ રિલીઝ કર્યા છે- ડેશ યલો, ડ્રિફ્ટિંગ વ્હાઇટ અને શેડો બ્લેક. આ સ્માર્ટફોનમાં તમને 6GB રેમથી લઈને 256GB સુધીની ઈન્ટરનલ સ્ટોરેજની સુવિધા આપવામાં આવી છે. કંપનીએ ફૂલ ચાર્જ કર્યા પછી આ સ્માર્ટફોનમાં 88 કલાક સુધીના મ્યુઝિક પ્લેબેકનો દાવો કર્યો હતો.

આ ત્રણેય વેરિએન્ટમાં શું ખાસ છે?
23 સપ્ટેમ્બરથી ઓનલાઇન અને ઓફલાઇન માર્કેટમાં આ સ્માર્ટફોનના ત્રણેય વેરિએન્ટનું વેચાણ શરૂ થશે. 29,999 રૂપિયાના વેરિએન્ટમાં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. 31,999 રૂપિયાના વેરિએન્ટમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. તે જ સમયે 33,999 રૂપિયામાં યુઝરને 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજનું વેરિઅન્ટ મળશે.

64,8 અને 2 મેગાપિક્સલના ટ્રિપલ રિયર કેમેરા
GT નિયો 3Tમાં યુઝરને 6.62 ઇંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે મળશે. ટ્રિપલ રિયર કેમેરામાં 64MPનો પ્રાઇમરી કેમેરા, 8MP અલ્ટ્રા વાઇડ કેમેરા અને 2MPનો મેક્રો કેમેરા મળશે. 16MP સેલ્ફી કેમેરામાં સ્માર્ટ AI બ્યુટીફાઇ મોડ હશે.

5GB વધારાની ડાયનેમિક રેમ
રિયલમી GT નિયો 3T ડાયનેમિક રેમ એક્સપાન્શન ટેકનોલોજીથી 5GB સુધી RAM વધારી શકો. એક્સપાન્શન ટેક્નોલોજીના કારણે યૂઝર્સ બે એપ્સ વચ્ચે ઝડપથી સ્વિચ કરી શકશે. ક્વોલકોમ સ્નેપડ્રેગન 870 પ્રોસેસર સાથે મોબાઇલમાં એકદમ સ્મૂથ પરફોર્મન્સ મળશે. ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર એન્ડ્રોઇડ-12 ટેકનોલોજી પર આધારિત મોબાઇલ રિયલમી UI 3.0 પર કામ કરશે.

26 કલાકનો વીડિયો પ્લેબેક ટાઈમ
80W સુપર ડાર્ટ ચાર્જર 12 મિનિટમાં 50 ટકા સુધી મોબાઈલ ચાર્જ કરશે. 5000mAh લિથિયમ-આયન બેટરી 88 કલાકનો મ્યુઝિક પ્લેબેક ટાઇમ, 29 કલાક કોલિંગ અને 26 કલાકનો વીડિયો પ્લેબેક ટાઇમ આપશે.