મેટાનાં CEO માર્ક ઝુકરબર્ગે વિન્ડોઝ યૂઝર્સ માટે વ્હોટ્સએપનું એક નવુ વર્ઝન લોન્ચ કર્યુ છે. આ અપડેટનાં કારણે ડેસ્કટોપ વ્હોટ્સએપ યૂઝર્સ હવે વીડિયો કોલ પર એકસાથે 8 લોકો અને ઓડિયો કોલમાં વધુમાં વધુ 32 લોકોને જોડી શકે છે. કંપનીનું કહેવુ છે કે, નવા વિન્ડોઝ ડેસ્કટોપ વ્હોટ્સએપથી ડિવાઈસીસની વચ્ચે ચેટ કરવી એકદમ સરળ બની જશે.
ઝુકરબર્ગે ફેસબુક પર પોસ્ટ કરતા કહ્યું કે, ‘વિન્ડોઝ માટે એક નવી ડેસ્કટોપ એપ લોન્ચ કરી રહ્યો છુ. હવે તમે એકસાથે 8 લોકો સાથે E2E એન્ક્રિપ્ટેડ વીડિયો કોલ કરી શકો છો અને ઓડિયો કોલમાં વધુમાં વધુ 32 લોકો સાથે જોડાઈ શકો છો.’ વ્હોટ્સએપે દાવો કરતા કહ્યું કે, નવી વિન્ડોઝ ડેસ્કટોપ એપ તેજીથી લોડ થઈ રહી છે. જેને વ્હોટ્સએપ અને વિન્ડોઝ યૂઝર્સ માટે પરિચિત ઈન્ટરફેસની સાથે લોન્ચ કરવામાં આવી છે. તેની સાથે જ આ એપમાં મેસેજિંગ, મીડિયા અને કોલ્સ માટે ઈમ્પ્રૂવ્ડ સિંકિંગ અને નવા ફીચર્સ આપવામાં આવ્યા છે, જેને વ્હોટ્સએપે સમય સાથે અપગ્રેડ કરવાનો દાવો કર્યો છે.+
એન્ડ્રોઈડ અને iOS યૂઝર્સ પહેલાથી આ સુવિધાનો લાભ ઊઠાવી રહ્યા છે
એન્ડ્રોઈડ અને iOS યૂઝર્સ પહેલાથી વ્હોટ્સએપનાં માધ્યમથી ઓડિયો કોલમાં વધુમાં વધુ 32 લોકો અને વીડિયો કોલમાં એકસાથે 8 લોકો જોડાઈ શકે છે. આ ફીચર વિન્ડોઝમાં વ્હોટ્સએપ યૂઝ કરતા લોકોનો અનુભવ વધુ સારો બનાવશે કારણ કે, તે હવે મોબાઈલ યૂઝર્સની જેમ જ અન્ય લોકો સાથે સરળતાથી કોલ પર જોડાઈ શકશે.
4 ડિવાઈસમાં એકસાથે લિન્ક કરી શકશો વ્હોટ્સએપ એકાઉન્ટ
વ્હોટ્સએપે જણાવ્યું કે, ‘હવે યૂઝર્સ પોતાના વ્હોટ્સએપ એકાઉન્ટને 4 ડિવાઇસ સાથે લિંક કરી શકશે. વ્હોટ્સએપે ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘કોઈ ચાર્જર નહીં, ભલે ગમે તે હોય. હવે તમે વ્હોટ્સએપને 4 ડિવાઇસ સાથે લિંક કરી શકો છો, જેથી તમારો ફોન ઓફલાઇન થયા પછી પણ તમારી ચેટ સિંક, એન્ક્રિપ્ટેડ અને ફ્લોઇંગ રહે.’
વ્હોટ્સએપે ગ્રુપ એડમિનને વધુ પાવર આપી
વ્હોટ્સએપે એપમાં અપડેટનાં માધ્યમથી ગ્રુપ એડમિનને વધુ સતા આપી છે, જેના માધ્યમથી એડમિન ગ્રુપ્સને સારી રીતે નિયંત્રણમાં લાવી શકશે. જો કે, આ ફીચર હાલ બેટા ટેસ્ટિંગમાં છે, બેટા યૂઝર્સ આ એપને અપડેટ કરીને હજુ પણ આ ફીચરને યૂઝ કરી શકે છે. WABetainfoની જો માનીએ તો આ ફીચર્સને ટૂંક સમયમાં જ iOS અને એન્ડ્રોઈડ પર રોલઆઉટ કરવામાં આવ્યા છે. લેટેસ્ટ અપડેટ પછી ગ્રુપ એડમિન સિલેક્ટ કરી શકશે કે, ગ્રુપ કોલ અને ગ્રુપ વીડિયો કોલમાં ક્યા-ક્યા લોકોને સામેલ કરવા અને ન કરવા.
વ્હોટ્સએપે તાજેતરમાં જ ઉમેર્યું પિક્ચર-ઈન-પિક્ચર ફીચર
વ્હોટ્સએપે તાજેતરમાં જ પિક્ચર-ઈન-પિક્ચર ફીચર ઉમેર્યું હતુ, આ ફીચર યૂઝર્સને વીડિયો કોલ ચાલુ હોય ત્યારે પણ કોઈપણ એપને એક્સેસ કરવાની પરમિશન આપે છે. અગાઉ યૂઝર્સે વીડિયો કોલ કટ કરવો પડતો હતો. તે એકસાથે એપનો યૂઝ અને વીડિયો કોલ ચાલુ રાખી શકતા નહોતા. PiP સપોર્ટનાં કારણે તે પોતાની અનૂકુળતા મુજબ એપ અને વીડિયો કોલ પર હાજરી નોંધાવી શકે છે.
ભારતમાં 48 કરોડથી વધુ વ્હોટ્સએપ યૂઝર
ભારતમાં અંદાજે વ્હોટ્સએપનાં અંદાજે 48.9 કરોડ યૂઝર છે. આખા વિશ્વમાં આ એપનાં 2 અબજથી પણ વધુ યૂઝર છે. વ્હોટ્સએપને વર્ષ 2009માં લોન્ચ કરવામાં આવ્યુ હતું, વર્ષ 2014માં ફેસબુકે વ્હોટ્સએપને 19 બિલિયન ડોલરમાં ખરીદ્યુ હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.