સેમસંગ ગેલેક્સી F04 સ્માર્ટફોન લોન્ચ:₹7,499માં 8GB RAM સાથે ટુ ટાઈમ અપગ્રેડેડ ઓપરેટિંગ સિસ્ટમ મળશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરિયન કંપની સેમસંગે ભારતમાં એફોર્ડેબલ પ્રાઈસ પર ગેમિંગ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. સેમસંગ ગેલેક્સી F04માં 5000mAhની મોટી બેટરી મળે છે. તે સિવાય સ્માર્ટફોનમાં 16.55 સેમી (6.5) ઈંચની HD+ ડિસ્પ્લે મળે છે. તે ઝેડ પર્પલ અને ઓપલ ગ્રીન કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

સેમસંગ ગેલેક્સી F04માં 4GB RAM અને 64GB સ્ટોરેજની કિંમત ₹9,499 રાખવામાં આવી છે પણ લોન્ચિંગ ઓફરમાં ગ્રાહક આ સ્માર્ટફોનને ₹7,499માં ખરીદી શકે છે. સેમસંગ ગેલેક્સી F04 જાન્યુઆરીથી ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ (Flipkart) પર વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. કંપની સ્માર્ટફોન પર 1 વર્ષની અને એસેસરીઝ પર 6 મહિનાની વોરંટી આપી રહી છે.

સેમસંગ ગેલેક્સી F04ના સ્પેસિફિકેશન્સ
બેટરી અને ચાર્જર : આ સ્માર્ટફોનમાં 5000mAhની ક્ષમતાવાળી લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે, જે 10Wનાં ચાર્જરને સપોર્ટ કરે છે.

કેમેરા : સેમસંગ ગેલેક્સી F04નાં રિયર પેનલ f/2.2 એપેચરની સાથે 13+2 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા સેટઅપ મળશે. તેમાં 30 ફ્રેમ/ સેકન્ડ પર વીડિયો રેકોર્ડ કરી શકે. આ સ્માર્ટફોનનો ફ્રન્ટ કેમેરો 5MPનો છે.

ડિસ્પ્લે : આ સ્માર્ટફોનમાં 16.55સેમી (6.5 ઈંચ)ની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, આ ડિસ્પ્લે ગ્રાહકને હાઈ ડેફિનેશન વ્યૂ એક્સપિરિયન્સ આપશે.

પ્રોસેસર અને OS : સેમસંગ ગેલેક્સી F04માં પર્ફોરમન્સ માટે મીડિયાટેક હીલિયો P35 પ્રોસેસર આપવામાં આવ્યું છે. બીજી તરફ આ સ્માર્ટફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઈડ 12 OS પર કામ કરે છે. તે ટૂ ટાઈમ અપગ્રેડેડ OS છે. કંપની તેને મલ્ટીટાસ્કિંગ ગેમિંગ સ્માર્ટફોન કહે છે.

મેમરી : આ સ્માર્ટફોનમાં પર્ફોરમન્સ માટે 4GB RAM આપવામાં આવી છે, જેને તમે 8GB સુધી વધારી શકો છો. આ સ્માર્ટફોનમાં તમને 64GB ઈન્ટરનલ સ્ટોરેજ મેમરી મળે છે, જેને માઈક્રો SD કાર્ડથી 1TB સુધી વધારી શકાય છે.

સિક્યોરીટી : પ્રોટેક્શન માટે ફેસ અનલોક સિસ્ટમ આપવામાં આવી છે.

નેટવર્ક અને કનેક્ટિવિટી : કનેક્ટિવિટી માટે સ્માર્ટફોનમાં 4G/3G/2G સપોર્ટ ડ્યૂઅલ સિમ+ માઈક્રો SD કાર્ડ, 3.5MMનો હેડફોન જેક, બ્લૂટુથ 5.1 અને વાઈફાઈ ઉપલબ્ધ છે. તે સિવાય GPS અને A-GPS જેવા કનેક્ટિવિટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

અન્ય : આ સ્માર્ટફોનમાં લાઈટ સેન્સર , વર્ચ્યુઅલ પ્રોક્સિમીટી સેન્સર અને એક્સલેરોમીટર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.