અનવોન્ટેડ મેસેજથી યુઝર્સ પરેશાન:TRAIના DND લિસ્ટમાં હોવા છતાં 74% લોકોને SMS મળી રહ્યા છે, તેને રોકવા માટે આ ઉપાય કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકલસર્કલનો દેશના 324 જિલ્લાના 35,000 યુઝર્સ પર સર્વે થયો
  • સર્વે મુજબ, 73% લોકોને દરરોજ 4 કે તેથી વધારે અનવોન્ટેડ SMS મળે છે

સ્માર્ટફોન પર દરરોજ કંપનીઓના SMS આવતા રહે છે. તેમાં ક્રેડિટ કાર્ડ, શૉપિંગ, ઓફર્સ અને સર્વિસ પ્રોવાઈડરના ઘણા મેસેજ આવે છે. ઘણી વખત તેની સંખ્યા 8થી 10 થઈ જાય છે. સતત મળનારા મેસેજથી યુઝર પરેશાન થઈ જાય છે. તેને કારણે ઘણા યુઝર ફોનમાં DND (ડુ નોટ ડિસ્ટર્બ) મોડ ઓન કરી લે છે. આ મોડ ઓન કર્યા બાદ પણ ઘણા યુઝર્સને SMS પરેશાન કરે છે.

ઓનલાઈન પ્લેટફોર્મ લોકલસર્કલ્સના રિપોર્ટ પ્રમાણે, ટેલિકોમ રેગ્યુલેટરી TRAIના DND લિસ્ટમાં નામ સામેલ હોવા છતાં 74% લોકોને આ પ્રકારના અનવોન્ટેડ મેસેજ મળે છે.

સૌથી વધારે મેસેજ મોબાઈલ પ્રોવાઈડરના
લોકલસર્કલના સર્વે પ્રમાણે, 74% લોકોએ કહ્યું કે, TRAIના DND લિસ્ટમાં સામેલ હોવા છતાં આ પ્રકારના મેસેજ મળી રહ્યા છે. 26% લોકોનું માનવું છે કે આવતા મેસેજિસમાંથી 25% મેસેજ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરના હોય છે. તેમાં બેંકિંગ, વીમો, રિયલ એસ્ટેટ, શૉપિંગ, ઓફર્સ અને પૈસા કમાવવાની જાહેરાતો સ્પૅમ SMSમાં સામેલ હોય છે.

DND લિસ્ટનો મતબલ યુઝરને હેરાન કરતા કોલ અને SMSથી બચાવવનો છે, પરંતુ આવું થતું નથી. સર્વે દ્વારા માલુમ પડ્યું કે 73% લોકોને દરરોજ 4 કે તેથી વધારે અનવોન્ટેડ SMS મળે છે. લોકલસર્કલના સર્વેમાં દેશના 324 જિલ્લાના 35,000 લોકો સામેલ થયા હતા.

અનવોન્ટેડ મેસેજને કેવી રીતે રોકી શકાય છે?
આમ તો દરેક પ્રકારના SMSને રોકવાની સૌથી સરળ રીત DND જ છે, પરંતુ તેને ઓન કર્યા બાદ પણ જો આ પ્રકારના મેસેજ આવે છે તો યુઝર આવા સેન્ડરને બ્લોક કરી શકે છે.

DND મોડ
આ મોડ ઓન કરવા માટે ફોનનાં સેટિંગ્સમાં જાઓ. નીચે સ્ક્રોલ કરી DND ઓપ્શન ઓપન કરો. તમારી સગવડતાં પ્રમાણે મોડના ફીચર્સ ઓન કરો. SMSની જેમ તમે કોલ માટે પણ આ મોડ ઓન કરી શકો છો.

SMS બ્લોક કરો
માની લો કે તમે DND મોડ ઓન કર્યો છે તો પણ તમને અનવોન્ટેડ SMS આવે છે. ત્યારે તમે મેન્યુઅલી એક એક SMS પર જઈને તેને બ્લોક કરી શકો છો. મેસેજના સેટિંગમાં જઈને તમે જે-તે કંપનીને બ્લોક કરી શકો છો.

સરકારનો કડક કાયદો
મોબાઈલ ગ્રાહકોને અનવોન્ટેડ કોલ અને SMSથી રાહત અપાવવા માટે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ નવો રોડમેપ તૈયાર કરી રહ્યું છે. તેમાં ટેલિકોમ કંપનીઓ ગ્રાહક વધારવા માટે યુઝર્સને એક નિશ્ચિત લિમિટથી વધારે ફોન કોલ કે SMS નહિ કરી શકે. જો આમ થશે તો ગ્રાહકને હેરાન કરનાર કોલર પર 1000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા પ્રતિ ઉલ્લંઘનનો દંડ વસૂલવામાં આવશે.