રેડમી 10 સનરાઇઝ ઓરેન્જ કલર સાથે ભારતમાં લોન્ચ:6.7-ઇંચ HD+ ડિસ્પ્લે અને 6000mAh બેટરી, કિંમત રૂ. 9,299
ચીની ટેક કંપની રેડમીએ સનરાઈઝ ઓરેન્જ કલર સાથે રેડમી 10 લોન્ચ કર્યો છે. કંપનીએ ગયા વર્ષે ભારતમાં ફોન લોન્ચ કર્યો હતો, ફોનના સ્પેસિફિકેશનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા રંગના આગમન પછી, હવે ફોન 5 રંગ વિકલ્પો સાથે ઉપલબ્ધ છે.
4GB રેમ + 64GB સ્ટોરેજ સાથે સનરાઇઝ ઓરેન્જ કલર વેરિઅન્ટની કિંમત 9,299 રૂપિયા છે. ખરીદદારો તેને ફ્લિપકાર્ટ અને Mi સ્ટોર પરથી ખરીદી શકે છે.
Redmi 10: સુવિધાઓ અને વિશિષ્ટતાઓ
- રેડમી 10 સ્માર્ટફોન કે જે ડ્યુઅલ-સિમ (નેનો) સ્લોટ સાથે આવે છે તે એન્ડ્રોઇડ 11 પર આધારિત MIUI 13 ના લેયર પર ચાલે છે. તેમાં 20.6:9 ના આસ્પેક્ટ રેશિયો સાથે 6.7-ઇંચ HD+ ડિસ્પ્લે અને 400 નિટ્સ ની પીક બ્રાઇટનેસ છે. ડિસ્પ્લેમાં કોર્નિંગ ગોરીલા ગ્લાસ 3 પેનલ છે.
- રેડમી 10 ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 680 પ્રોસેસર, એડ્રેનો 610 GPU અને 6GB સુધીની LPDDR4X રેમ દ્વારા સંચાલિત છે. ફોન પોતાના સ્ટોરેજનો ઉપયોગ કરીને રેમને 2GB સુધી વધારી શકે છે.
- ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં 50-મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર અને 2-મેગાપિક્સલનો પોટ્રેટ સેન્સર છે. કેમેરા સેટઅપમાં LED ફ્લેશ પણ આપવામાં આવી છે. સેલ્ફી માટે ફોનમાં 5 મેગાપિક્સલનો કેમેરો ઉપલબ્ધ છે.
- રેડમી 10 128GB સુધીનું આંતરિક સ્ટોરેજ પેક કરે છે, જેને SD કાર્ડ દ્વારા વિસ્તૃત કરી શકાય છે.
- રેડમી 10 પર કનેક્ટિવિટી વિકલ્પોમાં 4G LTE, Wi-Fi 802.11ac, Bluetooth v5.0, GPS/ A-GPS, USB Type-C અને 3.5mm હેડફોન જેકનો સમાવેશ થાય છે. બેક સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
- રેડમી 10 માં 6000mAh બેટરી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સાથે, બોક્સમાં 10W ચાર્જર ઉપલબ્ધ છે. ફોનનું વજન 203 ગ્રામ છે.