શાઓમીએ લોન્ચ કર્યો ‘રેડમી A1+’:6.52 ઈંચની HD+ સ્ક્રિન, 5000mAhની બેટરી મળશે, લો-બજેટ 4G સ્માર્ટફોનની સ્ટાર્ટિંગ પ્રાઈસ ₹6,999

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શાઓમીએ ભારતમાં ન્યૂ એન્ટ્રી લેવલ સ્માર્ટફોન રેડમી A1+ની લોન્ચિંગ કર્યો છે. 6,999 રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઈસવાળો 4G સ્માર્ટફોન ફેસ્ટિવલ સિઝનમાં ઓછા બજેટનો મોબાઇલ ખરીદવા ઇચ્છતા યૂઝર્સની પહેલી પસંદ બની શકે છે. આમાં યૂઝર્સને 5000mAhની લોંગ લાસ્ટિંગ બેટરી અને 6.52 ઇંચની HD+ સ્ક્રીન મળશે.

17 ઓક્ટોબરથી વેચાણ શરુ થશે
બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ આ મોબાઈલનું વેચાણ 17 ઓક્ટોબર બપોરના 12 વાગ્યે શરુ થશે. આ સ્માર્ટફોન ઓનલાઈન અને ઓફલાઈન બંને માર્કેટમાં ખરીદી શકશો. આ સ્માર્ટફોન લાઈટ ગ્રીન, બ્લેક અને લાઈટ બ્લૂ કલરમાં મળી રહેશે.

3GB વેરિઅન્ટની કિંમત ₹7,999
રેડમી A1+ બે વેરિઅન્ટમાં મળી રહેશે. ₹6,999ના વેરિએન્ટમાં યૂઝર્સને 2GB RAM મળશે. તે જ સમયે, 3GB રેમ ₹7,999ના વેરિઅન્ટમાં આવશે. RAM સિવાય બંને વેરિઅન્ટના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ એકસરખા છે.

32GB સ્ટોરેજ મળશે
Redmi A1+માં યૂઝર્સને 32GB સ્ટોરેજ મળશે. મેમરીકાર્ડની મદદથી તમે સ્ટોરેજને 1TB સુધી વધારી શકો. 6.52 ઇંચની HD+ ડોટ ડ્રોપ ડિસ્પ્લે સાથે 8MPનો ડ્યુઅલ રિયર કેમેરો પણ હશે. જ્યારે ફ્રન્ટ કેમેરા 5MPનો છે. આ કેમેરામાં પોટ્રેટ, HDR મોડ ઉપલબ્ધ છે. શોર્ટ વીડિયો કેપ્ચર કરવાની સાથે ટાઈમ-લેપ્સ ફોટોગ્રાફી પણ મળશે.

30 કલાક કોલિંગનો દાવો
10W ચાર્જરની સાથે મોબાઈલમાં 5000mAhની લોન્ગ લાસ્ટિંગ બેટરી મળશે. રેડમીએ 30 કલાક સુધીની કોલિંગ કેપેસિટીનો દાવો કર્યો છે. સિંગલ ફૂલ ચાર્જમાં મોબાઈલ 746 કલાક સુધી સ્ટેન્ડ બાય પર રહેશે. 22 કલાકનું વીડિયો પ્લેબેક અને 161 કલાકનું મ્યૂઝિક પ્લેબેકનો દાવો કરવામાં આવ્યો છે.

ડ્યુઅલ સિમ સપોર્ટ કરશે
રેડમીનો એન્ટ્રી લેવલ 4G સ્માર્ટફોન ડ્યુઅલ સિમની સાથે SD કાર્ડને પણ સપોર્ટ કરશે. તેમાં બ્લૂટુથ, Wi-Fi અને FM રેડિયો કનેક્ટિવિટી મળશે. હેડફોન કનેક્શન માટે 3.5MMનો ઓડિયો જેક પણ આપવામાં આવશે.

પાછળની તરફ ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે
એક્સીલરોમીટર સેન્સરની સાથે મોબાઈલ એન્ડ્રોઈડ 12 ગો એડિશન પર ફંકશન કરશે. મીડિયાટેક હીલિયો A22 પ્રોસેસર પર કામ કરશે અને સાથે જ 120Hzનો રિફ્રેશ રેટ મળશે. આ સ્માર્ટફોનની ખરીદી પર બોક્સમાં મોબાઈલની સાથે ચાર્જિંગ એડેપ્ટર, USB કેબલ, સિમ ઈજેક્ટર ટૂલ, વોરંટી કાર્ડ અને યૂઝર ગાઈડ મળશે.