વિવો Y73 અનબોક્સિંગ એન્ડ રિવ્યૂ:64MP લેન્સને વધારે પાવરફુલ બનાવી દે છે એડવાન્સ કેમેરા ફીચર્સ, મલ્ટિટાસ્કિંગ માટે 8GB+3GB રેમનું કોમ્બિનેશન મળે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય માર્કેટમાં વિવો કંપની દર અઠવાડિયે એક સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. કંપની બજેટ અને સ્ટાઈલ પ્રમાણે યુઝર્સને ઓપ્શન પણ આપી રહી છે. આ મહિને કંપનીએ વિવો Y73 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. 4G નેટવર્કને સપોર્ટ કરનારો આ પ્રીમિયમ અને પાવરફુલ સ્માર્ટફોન છે. જોકે તેની કિંમત પ્રીમિયમ સેગમેન્ટ કરતાં ઘણી ઓછી છે. તેના અનબોક્સિંગ અને રિવ્યૂથી જાણીએ આ સ્માર્ટફોન કેવો છે?

વિવો Y73નું અનબોક્સિંગ

ફોનના બોક્સ ઉપર તેનો મોડેલ નંબર અને 8GB+128GB મેન્શન કરેલું છે. જ્યારે બોક્સ ઓપન કરવામાં આવે છે તો વિવો Y73 સ્માર્ટફોન સાથે એક ટ્રાન્સપરન્ટ સિલિકોન કવર, 11V ફ્લેશચાર્જ 2.0 ચાર્જર, 1 USB ટાઈપ સી ચાર્જિંગ કેબલ, 3.5mm ઓડિયો ઈયરફોન, સિમ ઈન્જેક્ટર ટૂલ અને યુઝર મેન્યુઅલ છે.

ફોનની ડિઝાઈન અને ડાયમેન્શન

  • ફોનની લંબાઈ 161.24mm, પહોળાઈ 74.30mm અને થિકનેસ 7.38mm છે. અર્થાત ફોન ઘણો સ્લિમ છે તેનું વજન 170 ગ્રામ છે.
  • ફોનની જમણી બાજુએ વોલ્યુમ રોકર્સ અને તેની નીચે પાવર બટન મળે છે. ડાબી બાજુ ઉપરની તરફ સિમ ટ્રે છે. ઉપરની તરફ સેન્ડેડરી માઈક્રોફોન મળે છે. તો નીચેની તરફ 3.5mmનો ઓડિયો જેક પોર્ટ, પ્રાઈમરી માઈક્રોફોન, USB ટાઈપ સી પોર્ટ અને સ્પીકર ગ્રિલ આપવામાં આવી છે.
  • ફોનમાં વોટરનોચ ડિસ્પ્લે છે. તો બેક સાઈડમાં ટોપ લેફ્ટ બાજુ એક સેક્શનની અંદર ટ્રિપલ રિઅર કેમેરા ફિક્સ કરવામાં આવ્યા છે. તેની નીચે LED ફ્લેશ આપવામાં આવી છે. સૌથી નીચેની તરફ કંપનીનું બ્રાન્ડિંગ કરવામાં આવ્યું છે. તેની બેક પેનલમાં પર્પલ કલરના શેડ્સનું 3D ટેક્સચર છે. તેનાથી ફોનનો લુક ઘણો વધી જાય છે.

ફોનની ડિસ્પ્લે

6.44 ઈંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1,080x2,400 પિક્સલ છે. તેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. તે HDR 10 અને ટ્રુ કલર સપોર્ટ કરે છે, જેનાથી આંખને પ્રોટેક્શન મળે છે. તેની ટચ ક્વોલિટી ઘણી સ્મૂધ છે. સિક્યોરિટી માટે ફોનની ડિસ્પ્લેમાં જ ફિંગર પ્રિન્ટ સ્કેનર મળે છે. તેમાં 2.5D રાઉન્ડેડ ફ્રેમ મળે છે, જેથી હાથમાં ગ્રિપ રહે છે. ફોનનાં ડાયમંડ ફ્લેયર અને રોમ બ્લેક કલર વેરિઅન્ટ અવેલેબલ છે.

પ્રોસેસર, રેમ અને સ્ટોરેજ

  • હાઈસ્પીડ પર્ફોર્મન્સ માટે તેમાં ઓક્ટા કોર મીડિયાટેક હીલિયો G95 પ્રોસેસર મળે છે. જૂની જનરેશન કરતાં તે 46% ઝડપી પર્ફોર્મન્સ આપે છે. પ્રોસેસર સારી રીતે કામ કરે તેના માટે તેમાં 8GBની રેમ મળે છે. જોકે સ્પીડ અહીં જ પૂરી નથી થતી. ફોનમાં એક્સ્ટ્ર્રા 3GB રેમ સોફ્ટવેરની મદદથી મળે છે. તેની મદદથી યુઝર એક સાથે 20 એપ્સ ઓપન કરી કામ કરી શકે છે.
  • ઓનલાઈન ગેમ ખાસ કરીને કોલ ઓફ ડ્યુટી, PUBG જેવી હાઈ રિઝોલ્યુશન અને હાઈ ગ્રાફિક્સ ગેમ્સ ઘણી સ્મૂધ રમી શકાય છે. 11GB રેમનું કોમ્બિનેશન આ ગેમ્સની મજા બમણી કરે છે.
  • ફોનમાં 128GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે. તેને માઈક્રો SD કાર્ડની મદદથી 1TB એક્સપાન્ડ કરી શકાય છે. અર્થાત સ્માર્ટફોનમાં તમે ફોટો, વીડિયો, સોન્ગ્સ, ડોક્યુમેન્ટ્સ સાથે અન્ય ડેટા સુરક્ષિત રાખી શકશો.

ફોન કેમેરા

  • તેમાં ફોટોગ્રાફી અને વીડિયો ગ્રાફી માટે 64MPનો ટ્રિપલ રિઅર નાઈટ કેમેરા છે. આ કેમેરા સોફ્ટવેરની મદદથી વધારે પાવરફુલ બને છે. તેમાં 64MPનો પ્રાઈમરી લેન્સ, 2MPનું ડેપ્થ સેન્સર અને 2MPનું મેક્રો શૂટર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • ફોનમાં નાઈટ મોડ, પોટ્રેટ લાઈટ ઈફેક્ટ, વીડિયો ફેસ બ્યૂટી, ડ્યુઅલ વ્યૂ વીડિયો, 4K વીડિયો, આઈ ઓટોફોકસ, અલ્ટ્રા સ્ટેબલ વીડિયો, સુપર મેક્રો, બોકેહ પોટ્રેટ, મલ્ટિ સ્ટાઈલ પોટ્રેટ જેવાં મોડ છે. અલ્ટ્રાસ્ટેબલ વીડિયોની મદદથી તમે હરતા ફરતા વીડિયો શૂટ કરી શકો છો. તે રિઅર અને ફ્રન્ટ બંને પર કામ કરે છે. તો AI સુપર નાઈટ મોડની મદદથી રાતમાં સારી ફોટોગ્રાફી કરી શકાય છે. નાઈટ ફોટોગ્રાફી માટે ઘણા બધા ફિલ્ટર્સ પણ મળે છે. તેમાં ડ્યુઅલ વીડિયો ફીચર પણ સામેલ છે.

બેટરી અને ચાર્જર

ફોન 4000mAhની બેટરીથી સજ્જ છે. તે 33 વૉટ ફ્લેશચાર્જ ટેક્નોલોજી સપોર્ટ કરે છે. અર્થાત 30 મિનિટમાં ફોન 61% સુધી ચાર્જ થઈ જાય છે. ફોનને ફુલ ચાર્જ કર્યા બાદ આખો દિવસ ઉપયોગ કરી શકાય છે. મીડિયમ યુઝમાં તે 2થી 3 દિવસનું બેકઅપ આપે છે. કંપની તેના સાથે 11 વૉટનું ચાર્જર પણ આપી રહી છે.

OS અને કનેક્ટિવિટી

ફોન ગૂગલની લેટેસ્ટ એન્ડ્રોઈડ 11 OS સાથે ફનટચ 11.1 પર રન કરે છે. તેના સોફ્ટવેરમાં યુઝરની જરૂરિયાત સંબંધિત વસ્તુઓ સામેલ છે. ફોન અને એપ્સને મેનેજ કરવા માટે આઈમેનેજર મળે છે. તો કનેક્ટિવિટી માટે તેમાં ડ્યુઅલ 4G સાથે વાઈફાઈ 802.11 ac, GPS, બ્લૂટૂથ v5.00, USB Type-C, 3G સહિતના ઓપ્શન મળે છે.

ફોનની કિંમત

વિવો Y73ની કિંમત 20,999 રૂપિયા છે. આ કિંમતમાં તમને AMOLED ડિસ્પ્લે 8GB+3GBની રેમ, 128GB સ્ટોરેજ સાથે ઓક્ટા કોર મીડિયાટેક હીલિયો G95 પ્રોસેસર મળે છે. ફીચર્સ અને હાર્ડવેર પ્રમાણે આ ફોન પ્રીમિયમ સેગમેન્ટનો પ્રતીત થાય છે, પરંતુ કિંમત ઓછી હોવાને કારણે તે વનપ્લસ, શાઓમી, ઓપ્પો જેવી કંપનીઓના પ્રીમિયમ સ્માર્ટફોનને ટક્કર આપે છે.